બે ગઝલ – અમૃત ‘ઘાયલ’ 7


1.

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,

અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી …

ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાની માં?

અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી …

મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા,

વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી !

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?

કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી …

2.

ભૂલાતી પ્રેમમસ્તીની કહાની લઇને આવ્યો છું

“કલાપી”, “બાલ”ની અંતિમ નિશાની લઇને આવ્યો છું.

તમોને ભેટ ધરવા ભરજવાની લઇને આવ્યો છું,

મજાના દી અને રાતો મજાની લઇને આવ્યો છું.

સિતારા સાંભળે છે શાંતચિત્તે રાતભર, ‘ઘાયલ’

ઉદાસ આંખો મહીં એવી કહાની લઇને આવ્યો છું

 – અમૃત ‘ઘાયલ’


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

7 thoughts on “બે ગઝલ – અમૃત ‘ઘાયલ’