Daily Archives: March 5, 2009


અગમ્ય અનુભવ – દામુભાઈ શુક્લ 5

વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટીમાં એક જ ફેર છે. બુઘ્ઘી મર્યાદા પૂરી થયા પછી જે કાંઈ બને છે તેને વૈજ્ઞાનિક દ્રષ્ટી ‘અનુકૂળ કે પ્રતિકૂળ અકસ્માત’ કહે છે. ધાર્મિક દ્રષ્ટી કહે છે કે એ મર્યાદા પછી શ્રધ્ધાનું અમર્યાદિત ક્ષેત્ર શરૂ થાય છે; અને બુધ્ધિથી ન સમજાય એવી બાબતોને, જે અગમ્ય અને અકલ્પ શક્તિ જગતનું નિયંત્રણ અને સંચાલન કરી રહી છે તેના પ્રત્યક્ષ આવિર્ભાવરૂપે એ શ્રધ્ધા ઓળખાવે છે. દ્રષ્ટિ ભેદે ભલે જુદાં નામ અપાય, સત્યને એથી કંઈ આંચ આવતી નથી. જેનો મર્મ બુધ્ધિની મદદથી હું હજુ પામી શક્યો નથી એવી નીચેની સત્યઘટના-જેને વૈજ્ઞાનિક દ્રષ્ટિ કદાચ ‘અનુકૂળ અકસ્માત’ કહેશે -રજૂ કરું છું. લગભગ ૬૫ વર્ષ પહેલાંની વાત છે. અમે ત્રણ કુટુંબો આબુ ગયાં હતાં. એક સાંજે, જેમ અનેક માણસો જાય છે તેમ, અમે પણ ‘સનસેટ પોઈન્ટ’ જોવા ગયાં હતાં ધરાઈને સૂર્યાસ્તનું દર્શન કર્યું અને આડાંઅવળાં ગપ્પાં માર્યા. એટલામાં તો અંધારું થઈ ગયું હતું. ચાલવા માંડ્યાં ત્યાં અમારામાંથી એકે દરખાસ્ત મૂકીઃ ‘બધા જાય છે એ રસ્તે નહિ, પાછળની કેડીને રસ્તે થઈને જઈએ.’ બીજા સભ્યોએ આનાકાની કરી, એટલે અમારી મંડળીમાંથી એક સભ્ય, જેઓ વારંવાર આબુ આવતા હતા તે, બોલી ઊઠ્યાઃ ‘આ રસ્તો મેં ખૂંદી નાખ્યો છે. સડકના રસ્તા કરતાં એ ટૂંકો છે. આ બધા મુકામે પહોંચશે તે પહેલાં પહોંચી જઈશું.’ બીજા ભાઈએ ઉમેર્યું  ‘ આપણે આટલા બધા છીએ, એટલે વાઘ આવશે તો એ પણ ગભરાઈને ભાગી જશે.’ સૂર્યાસ્ત જોવાના આનંદનો ઉન્માદ તો હતો જ. સાંજનો  સુંદર સમય હતો, સમૂહ હતો; એટલે લાંબો વિચાર કર્યા વિના બઘા એ રસ્તે ચાલવા માંડ્યા. થોડું થોડું અજવાળું રહ્યું અને કેડી દેખાઈ ત્યાં સુઘી તો કંઈ મુશ્કેલી ના પડી. રસ્તો પૂરો થયો અને નખી ઉપરની […]