સુખ અને દુ:ખ- અમૃતબિંદુ 2


સાંસારિક વસ્તુઓને માટે થનાર દુ:ખની પરવા ભગવાન કરતા નથી અને ભગવાન માટે થતા (સાચા) દુ:ખને ભગવાન સહી શકતા નથી.

ભગવાનના મંગલમય વિઘાનથી જ અનુકૂળ (સુખદાયી) યા પ્રતિકૂળ (દુ:ખદાયી) પરિસ્થિતિ આવે છે. તે આપણા હિતને માટે જ હોય છે.

સુખી-દુ:ખી થવું એ પ્રારબ્ઘનું ફળ નથી. પણ મૂર્ખતાનું ફળ છે. તે મૂર્ખતા સત્સંગથી જાય છે.

સાઘકે સદા લોભી વ્યક્તિની માફક બીજાના સુખને માટે તૈયાર રહેવું જોઇએ. આવું થવાથી તે સુખ-દુ:ખથી ઊંચે ઊઠી જશે.

સુખ પામવા ચાહતા હો તો બીજાઓને સુખ આપો. જેવું બીજ રોપશો તેવીજ ખેતી થશે.

સર્વ કાંઇ પરમાત્મા જ છે- ‘વાસુદેવ: સર્વમ’, પરંતું તેઓ ભોગ્ય નથી. જે ભોગ્ય માનીને સુખ લેવા ચાહે છે, તે દુ:ખ પામતો રહે છે.

ગૃહસ્થમાં જો બઘાનો એવો ભાવ રહે કે મને સુખ કેવી રીતે મળી જાય તો બઘા દુ:ખી થઇ જશે , અને એવો ભાવ રહે કે બીજાને સુખ કેવી રીતે મળે તો બઘા સુખી થઇ જશે.

સુખ સારું  લાગે છે પણ તેનું પરિણામ સારું હોતું નથી. દુ:ખ ખરાબ લાગે પણ તેનું પરિણામ સારું હોય છે.

પરિસ્થિતિથી અલગ થવામાં મનુષ્ય સ્વતંત્ર નથી, પણ તેનો ભોગ ન કરવામાં અર્થાત તેનાથી સુખી-દુ:ખી ન થવામાં મનુષ્ય સર્વથા સ્વતંત્ર, સમર્થ અને સબળ છે.

સુખ નિર્વિકલ્પતામાં છે. ભોગોમાં નહીં.

વસ્તુંઓથી દુ:ખ જતું નથી. કારણકે દુ:ખ વિચારના અભાવથી પેદા થાય છે, વસ્તુના અભાવથી નહીં. તેથી વિચારથી દુ:ખ જતું રહે છે.

(અમૃતબિંદુ માંથી)


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “સુખ અને દુ:ખ- અમૃતબિંદુ