કોથળો ભરી રૂપિયા – જિગ્નેશ અધ્યારૂ 8
મેં સાંભળ્યુ છે કે જો વિશ્વ અર્થતંત્ર આમ જ ખાડે જતુ રહ્યું અને ભાવો આમ જ વધતા રહ્યા તો એ દિવસ દૂર નથી કે સામાન્ય લોકો અને સગવડો એક બીજાથી એવા દૂર થઈ જશે જેવા અત્યારે સલમાન અને ઐશ્વર્યા છે. રૂપિયાનું અવમૂલ્યન ફરી શરૂ થઈ ગયું છે, ડોલર ની સરખામણીએ રૂપિયો ફરી ગગડવા માંડ્યો છે. જો આમ જ સતત ચાલતુ રહ્યુ તો એક દિવસ એવો આવશે કે ભાવો ખૂબ વધી જશે, રૂપિયાનું અવમૂલ્યન પણ પાર વગરનું હશે….એક ડોલર ના પાંચસો થી છસ્સો રૂપિયા થશે…..અને ત્યારનું ચિત્ર વિચારો તો ખરા ! ! સૌ પ્રથમ તો સરકાર ને નવી ચલણી નોટો બહાર પાડવી પડશે…પાંચ લાખ ની, દસ લાખ ની, પચાસ લાખની કે એક કરોડ ની. પણ આ જેટલા મોટા આંકડા અત્યારે લાગે છે એટલા ત્યારે નહીં હોય….ત્યારે ભાવ વધારો પણ તો ભયંકર હશે… જેમ કે તેલનો ડબ્બો હશે પંચોતેર હજાર રૂપિયા, ઘઊં નો ભાવ હશે નવ – દસ હજાર રૂપિયા કિલો, તો એક ગુણ ધઊં લેવા તમારે એક ગુણ પૈસા આપવા પડશે. તમારો છોકરો પૈસા માંગશે, ખીસ્સા ખર્ચી માટે, પણ તમે જે આપશો તે એના ખીસ્સા માં નહીં સમાય, તે બેગ કે થેલી માં પૈસા લઈ જશે…તમારી વાઈફ રોજ સવારે શાકભાજી લેશે તો રોજ ના ચાર પાંચ હજાર ખર્ચી નાખશે, કચરો વાળવા વાળો કહેશે સાહેબ, આ મહીનાના પંદર હજાર થયા, તો દૂધ વાળાના હશે કાંઈક ત્રણ ચાર લાખ, મહીને, તમારા પગારના દિવસે તમે ઘરે રીક્ષા કરી કોથળામાં પગાર લાવશો, અને પગારના દિવસ થી બે દિવસ તમારે ત્યાં નોટ્સ અલગ કરવાનું કામ ચાલશે કારણ કે બેંક તમને નોટો સ્ટેપલ […]