સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જિતુ પુરોહિત


ઉસ્તાદ શું કહો છો? – જિતુ પુરોહિત 7

વાતાવરણ સરસ છે, ઉસ્તાદ શું કહો છો? કેવો ટપકતો રસ છે, ઉસ્તાદ શું કહો છો? છોતું પડ્યું છે ફળીયે, કીડી વડે ચુસાતુ; એમાં હજીયે રસ છે, ઉસ્તાદ શું કહો છો? આંખોમાં આશ કેરા ફૂલો લચી પડ્યા છે, એ સોળમું વરસ છે, ઉસ્તાદ શું કહો છો? અસ્તિત્વને અહીં મેં ખોડી દીધું છે એવું, થોડું ન ટસ થી મસ છે, ઉસ્તાદ શું કહો છો? મિલ્કત અમારી અહીંયા બે ચાર ઝંખના ને, સપનાઓ પાંચ દસ છે, ઉસ્તાદ શું કહો છો? હું ચૂકવું છું એને, એ ચૂકવે છે મુજને; દેવું અરસ પરસ છે, ઉસ્તાદ શું કહો છો?  – જિતુ પુરોહિત