ઉસ્તાદ શું કહો છો? – જિતુ પુરોહિત 7


વાતાવરણ સરસ છે, ઉસ્તાદ શું કહો છો?

કેવો ટપકતો રસ છે, ઉસ્તાદ શું કહો છો?

છોતું પડ્યું છે ફળીયે, કીડી વડે ચુસાતુ;

એમાં હજીયે રસ છે, ઉસ્તાદ શું કહો છો?

આંખોમાં આશ કેરા ફૂલો લચી પડ્યા છે,

એ સોળમું વરસ છે, ઉસ્તાદ શું કહો છો?

અસ્તિત્વને અહીં મેં ખોડી દીધું છે એવું,

થોડું ન ટસ થી મસ છે, ઉસ્તાદ શું કહો છો?

મિલ્કત અમારી અહીંયા બે ચાર ઝંખના ને,

સપનાઓ પાંચ દસ છે, ઉસ્તાદ શું કહો છો?

હું ચૂકવું છું એને, એ ચૂકવે છે મુજને;

દેવું અરસ પરસ છે, ઉસ્તાદ શું કહો છો?

 – જિતુ પુરોહિત


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “ઉસ્તાદ શું કહો છો? – જિતુ પુરોહિત

 • natver mehta

  એક પછી એક ચઢિયાતા શેર અને સુંદર રજુઆત
  સરસ ગઝલ ને વળી પુછો છો ઉસ્તાદ શું કહો છો?

  મજા આવી ગઈ અને જલસો પડી ગયો નટવરને
  કયા શબ્દોથી આપું આ ગઝલને દાદ,શું કહો છો?

 • Vikas Belani

  હું ચૂકવું છું એને, એ ચૂકવે છે મુજને;

  દેવું અરસ પરસ છે, ઉસ્તાદ શું કહો છો?

  fakt 2 line ma kaheli aa vat kaheva, ghani var varsho lagi jata hoy che…..ustad ne salam….kharekhar ustad che!!!!

 • Heena Parekh

  મિલ્કત અમારી અહીંયા બે ચાર ઝંખના ને,
  સપનાઓ પાંચ દસ છે, ઉસ્તાદ શું કહો છો?
  વાહ ઉસ્તાદ. સરસ ગઝલ. મજા આવી ગઈ.