દિકરી વિદાય – એક કંકોત્રી માંથી ( લેખક અજ્ઞાત ) 43


દિકરી તારા સોભાગ્યનું સિંદુર આજ ઘોળી લાવ્યો છું,

વિઘાતાએ જે લખ્યું હતું તે સરનામું શોઘી લાવ્યો છું,

કાળજા કેરો કટકો તુ, વેગળી નથી કરી ક્યારેય ,

તારી ને મારી જુદાઇનું કોઇને વચન દઇને આવ્યો છું,

દિકરી તારા માટે આજ પાનેતર લઈને આવ્યો છું,

સપના મારા જે હતા પાલવમાં બાંઘી લાવ્યો છું,

પારકી અમાનત છે તુ બીજાની ક્યાં સુઘી સંભાળુ,

ભારે હૈયે તારી કંકોત્રી હેતના તેડા લખવા લાગ્યો છું,

ઢીંગલી જેવી લાડલી માટે રણઝણ ઝાંઝર લાવ્યો છું,

હદય મારું રડે છે પણ મુખ પર સ્મિત લાવ્યો છું,

પથ્થર જેવો બાપ પણ રડી પડે છે દિકરી ની વિદાયથી,

આંગણું મારૂ સુનું થાશે હું વિવશ બની ઉભો છું,

સંસાર તારો સ્વર્ગ બને એજ આશિષ ગુંથી લાવ્યો છું,

દર્પણ છે તુજ મારૂ એવો અરીસો લાવ્યો છું,

પારકાને પોતિકા ગણી બન્ને કુળને શોભાવજે ,

લુછી નાંખ આંસુ દિકરી ખુશીનો અવસર લાવ્યો છું,

ખુણે ખુણે સંભળાશે તારો નાદ , હરપળે આવશે અમોને તારી યાદ,

કોને પાડીશું હવે અમે સાદ, સાસરવાસને શોભાવજે એવી અમ આસ.

–  એક કંકોત્રી માંથી ( લેખક અજ્ઞાત )


આપનો પ્રતિભાવ આપો....

43 thoughts on “દિકરી વિદાય – એક કંકોત્રી માંથી ( લેખક અજ્ઞાત )

  • Deepa

    આપ્નિ કવિતા સારિ ચે અમ્ને ખુબ ગમિ બિજિ કવિતા મોક્લ્સો દિક્રિન વિયદ વેદાનિ.

  • suresh gadhvi

    આ કવિતા જે દિક્ રિ નો બાપ હોય તે જ સમજી સકે.

    આભાર આવી સારી કવીતા માટે.

  • La'Kant

    જીગ્નેશભાઈ,
    જય હો.

    આં અગાઉ મૂકેલ કોમેન્ટ્સ માં સુધારીને વાંચવા વિનંતી.” “ઈ-મેલ’ ની .”અને દીકરી. -લા’કાન્ત / ૫-૧૦-૧૨

  • La'Kant

    દીકરી એટલે……. આંસૂઓના સગપણ
    “આંસૂઓના પડેપ્રતિબિંબ એવાં દર્પણ ક્યાં છે ?
    કહ્યા વિનાયે સઘળું સમજે એવાં સગપણ ક્યાંછે?”=>કુમુદ પટવા
    પતિ-પત્ની જેવા નાજુક પ્રેમ,સ્નેહ,લાગણીભર્યા સંબંધ ઉપરાંત તે સંબંધનું ફરજંદ-પિતા/માતા પુત્રી,સંબંધનુંપારસ્પરિક ‘લ્હેણું’ એ જે સગાઈ, ‘દીકરી ‘ નામ સાથે જોડાયેલી છે,તે અંગે એટલું તો મહેસૂસકરી શકાય કે,-એવાંસગપણ અહીં છે,અહીં છે, અહીં છે,જેમ કાશ્મીરને માટે કહેવાય છે,’‘બેહિસ્ત’ યાનેકે,’સ્વર્ગ’ અહીં છે,અહીં છેઅહીં છે… તેમ!
    દીકરી ,-એટલે હક-દાવાપૂર્વક પિતાને લાડથી વઢી શકે છે.એ પિતા-પુત્રી સંબંધનું જોડાણ ને પિતાને હૈયે
    વસતી લાડકડી-‘લાડોરાની’માં સામાહિત લાડ-કોડ એની ધ્યોતક પણ છે.દીકરી એટલે, લાલ આંખવાળાકરડીનઝરવાળા એક અક્કડ વટવાળા ‘બાપ’ નામે પુરુષની મહાનબળાઈ ,કૂણો ખૂણો પણછે.ભલભલાખમતીધર પહાડ જેવા સખત કડક બાપને પણ પીગળાવી ઢીલો-ભીનો કરી શકે તે દીકરી.તેની સાથે જોડાયેલો છે,-નઝાકતભર્યા એક સંબંધનો મનોભાવ.
    સામાજિક જીવનમાં દીકરીને ઘણી ઉપમાઓ મળી છે! દીકરી એટલે ‘જવાબદારી,સાપનો ભારો’ એ હવે જૂનું થયું, બદલાયેલા નવા સમયમાં એ કમાઉ,પોષક દીકરો બની છે,આધાર બની છે. પવિત્રતા,મૂલ્યો,પ્રભાવ,જાન,નવતરતા,ઝંકાર,ચિંતા,અતિપ્રિયતા,જુદાઈનો ગમ એવા ભાવો પણ જોડાયેલા છે.

    દીકરી,-એટલે મળેલું કુદરતનું વરદાન !
    દીકરી,-એટલે અમારી સૌથી મોંઘી આન.
    દીકરી,-એટલે અમારા ઘરની શાન.
    દીકરી,-એટલે તુલસી દળનું પાન.
    દીકરી,-એટલે પવિતર પ્રભાતિયું ગાન.
    દીકરી,-એટલે સુબહની પાક આઝાન.
    દીકરી,-એટલે ઘરની કાયમની મુસકાન.
    દીકરી,-એટલે ઘરની વસતી,માહોલ,જાન.
    દીકરી,-એટલે પરમ પવિત્ર કન્યાદાન.
    દીકરી,-એટલે ઘરનું મહામૂલું રતનજાજરમાન.
    દીકરી,-એટલે જાણે હક્દાવે થાતું રાણીનું ફરમાન.
    દીકરી,-એટલે યાનેમૂડ-મસ્તી હંસી-ખુશીના પ્રાણ।
    દીકરી,-એટલે સલૂણી સવાર। તાઝ્ગીભર્યું નામ.
    દીકરી,-એટલે રસોડાની રાણી નામે રણકાર.
    દીકરી,-એટલે “ક્યારે આવશે?” નો પ્રતીક્ષિત ભણકાર.
    દીકરી,-એટલે ગર્વ,સન્માન,પ્યાર,દુલાર,હૈયાનો હાર.
    દીકરી,-એટલે એક સમયની આંસૂની વણઝાર.
    દીકરી,-એટલે ગમે તેવા સખત પત્થરદિલ બાપને,કૂંપળશી તડ પાડી પીગળાવી રડાવી દે તે શખ્શિયત .
    દીકરી એટલે અ-મારી (જે મારી નથી’)‘હયાતી! મા-બાપના અસ્તિત્વનું વજૂદ બની રહે છે.
    દીકરી એટલે ઈશ્વરે અ-મને આપેલું,આખરે,વરાયેલા વરને હિચકાતાં ‘કન્યા’ રૂપે અપાતું…અણમોલ(મહામૂલું) દાન !

    – આજે અચાનક જિગ્નેશભાઈ ના “એ-મેલ” નિ વાતે ઝંકૃત કર્યું ભીતર અને એક હાથવગી કૃતિ જસ્ટ મૂકી છે…”દિકરી’ વિષે…

  • Mansi Shah

    ખુબ ભાવસ્પર્ષી…યાદ આવી ગઈ કુતૂબ આઝાદની રચના, થોડી પંકિતઓ…વિદાયવેળા પિતા દિકરીને શું શીખ આપે છે…
    પતિનું ઘર અએ દુનિયા આજથી તારી બની જાશે
    હવે કન્યા મટી તું અએક સન્નારી બની જાશે
    પતિ સેવાને સાચો ધર્મ સમજીને અદા કરજે
    કુટુબે પ્રેમ દર્શાવી બધા દિલમાં જગા કરજે
    પરાયા ઘરને પોતાનું કરી શોભાવવાનું છે
    દયાનું હેતનું ઝરણું તને વર્ષાવવાનું છે
    સલામી લે અમારી યાદ હૈયે સંઘરીને જા
    દુઆઅઓ આ કવિની તારા પાલવમાં ભરીને જા
    દિલીપ ગજ્જર્

  • gadhavana ajay

    દીકરી ને ગાય દોરે ત્યા જાય.દીકરી બે કુળ ને તારે છે.એક દીકરી મા,બહેન,પત્ની,વહુ આમ ઘણી ભુમીકા બજાવે છે.આથી દીકરી તુલસીનો ક્યારો છે,સાપનો ભારો નથી

  • rajesh gajjar

    vicharo ataki jay chhe,,,
    lakhi sakva shakti nathi…
    samaj sathe rahevu pade chhe,,,,
    dikri ne dur karvi gamtu nathi….

  • CHANDRAKANT PARIKH

    VERY VERY TOUCHY AND EMOTIONAL STANZAS. IT APPEARS AS IF EACH WORD IS COMING FROM THE BOTTOM OF HEART OF EACH AND EVERY PARENTS. MY DAUGHTER GOT MARRIED 15 YEARS BEFORE AND YET WHILE GOING THROUGH THIS MY EYES BECAME WET. IN FACT IT IS VERY DIFFICULT TO EXPRESS THE RELATIONSHIP OF A FATHER AND DAUGHTER IN WORDS. THIS IS A DIVINE RELATION AND AT THE TIME OF MARRAIGE OF A DUGHTER EVERY FATHER FEELS THAT SOME PART OF HIS HEART IS GOING AWAY FROM THE LIFE. THIS TYPE FEELINGS IS POSSIBLE IN INDIAN CULTURE ONLY. THE WESTERN WORLD IS NOT CAPABLE ENOUGH TO EVALUATE.

  • Mala Acharya & Yogesh Acharya

    આ કાવ્ય- પન્ક્તિય ખરે-ખર હ્રિદય સ્પર્શિ લાગિ. અમને અમારિ દિકરિ નિ કન્કોત્રિ નુ લખાન શોધતા આ કવિતા મલિ. લગ્ન પાસે આવિ રહ્ય ચે અને માતા-પિતા મન નિ હર્શિત વેદના જેને કોઇ શ્બ્દોમા સમજાવિ નથિ શક્તુ તે આ કાવ્યમા સુન્દર રિતે, સુન્દર શબ્દોમ વાન્ચ્વા મલ્યુ. ઐ કવિ ને ખુબ્-ખુબ ધન્યવાદ્.

    The moment of “VIDAI” can’t be expressed in words but they way its being present its just amazing…… Very Nice….
    Thanks a lot…!

  • Neo

    બહુજ સરસ રચના……મનસ ને જિવવા મતે સુખ અને આવા સુખદ દુખ નિ જરુર્ હોય ચ્હે..ઇશ્વર ન હથ થિ ચતકિ ગયિ એ તો મનસ નમ્નિ જનસ હતિ!

  • jaysukh talavia

    આવા દુખઃદ સુખથિ વન્ચિત રહેવાનુ લખાયુ છે તેનિ વેદના છે.

  • Brinda

    dikara ne mata pita lagna samaye shu salah aape chhe? saacho companion banaje, thodu kaam karje, etc?

    why do we expect and appreciate a girl gelling well in the new environment, but not preparing groom’s side to welcome a new person with an independent identity?

    • MERAMAN

      આજના કહેવાતા આઘુનીક યુગમાં અને ખાસ કરીને આજના વેસ્‍ટર્ન કસ્‍ચરના સમયમાં જો દરેક દીકરી
      તમારાન જેવુ વીચારે તો ભારતીય સંસ્‍કૃતીને બચાવવાની કોશીશ કરવાની જરૂર ન પાડે.

  • BHUPENDRA JESRANI.

    VERY MUCH EXPRESSIVE!!!!! WHICH EVERY FATHER WOULD LIKE TO TELL HER BELOVED DAUGHTER ON HER WEDDING TIME!!!!(WHICH EACH ONE MAY NOT BE ABLE TO EXPRESS IN RIGHT WORDS!!)
    VERY TOUCHY & SO EMOTIONAL!!!!!!

  • Dilip Gajjar

    ખુબ ભાવસ્પર્ષી…યાદ આવી ગઈ કુતૂબ આઝાદની રચના, થોડી પંકિતઓ…વિદાયવેળા પિતા દિકરીને શું શીખ આપે છે…
    પતિનું ઘર અએ દુનિયા આજથી તારી બની જાશે
    હવે કન્યા મટી તું અએક સન્નારી બની જાશે
    પતિ સેવાને સાચો ધર્મ સમજીને અદા કરજે
    કુટુબે પ્રેમ દર્શાવી બધા દિલમાં જગા કરજે
    પરાયા ઘરને પોતાનું કરી શોભાવવાનું છે
    દયાનું હેતનું ઝરણું તને વર્ષાવવાનું છે
    સલામી લે અમારી યાદ હૈયે સંઘરીને જા
    દુઆઅઓ આ કવિની તારા પાલવમાં ભરીને જા

    દિલીપ ગજ્જર્

  • Raj Adhyaru

    Who says that we are not giving importance to female child… if so.. these words might have not written….

    This is the CULTURED INDIA…WHERE ALL CULTIVATIONS ARE EQUAL…

    It is just amazing….