જાણવા જેવી વાતો – જીગ્નેશ અધ્યારૂ 14


વિશ્વનુ સૌથી સામાન્ય નામ છે મહમ્મદ

કોકાકોલા પહેલા લીલા રંગની હતી.

દરેક ખંડના અંગ્રેજી નામો જે મૂળાક્ષરથી શરૂ થાય છે તે જ મૂળાક્ષરથી પૂરા થાય છે.

શરીરનું સૌથી મજબૂત સ્નાયુ છે જીભ

તમે છીંક ખાઓ ત્યારે લોકો તમને ‘જીવન’ કે ‘ગોડ બ્લેસ’ કહે છે કારણકે છીંક ખાઓ ત્યારે તમારું હ્રદય એક મિલિસેકન્ડ જેટલું ધબકાર ગુમાવી દે છે.

કોણીએ કદી જીભ પહોંચાડી શકાતી નથી.

111,111,111 x 111,111,111 =  12,345,678,987,654,321

મોટા ભાગની લિપસ્ટીકમાં માછલીના હાડકાં હોય છે.

સ્ત્રિઓની આંખ પુરૂષો કરતા બમણી વખત ફરકે છે.

ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસનો પોતાનો રેકોર્ડ છે પબ્લિક લાઈબ્રેરીમાંથી સૌથી વધુ વખત ચોરાઈ જવાનો.

વાલની દાળ અવકાશયાત્રીઓને ખવડાવાતી નથી કારણકે ચાલુ મુસાફરીએ હવા છોડવી તેમના પોષાકને યોગ્ય નથી.

મૂર્તિ માં યોધ્ધાનો ઘોડો જો બંને પગ ઉંચા રાખેલ દર્શાવેલ હોય તો તે યોધ્ધા યુધ્ધમાં મૃત્યુ પામ્યો હશે, જો ઘોડાનો એક પગ અધ્ધર હોય તો તે યોધ્ધા યુધ્ધમાં મળેલા ઘા ના લીધે મૃત્યુ પામ્યો હશે, અને જો ઘોડાના ચારેય પગ જમીન પર હોય તો તે કુદરતી રીતે મૃત્યુ પામ્યો હશે.

ફર્સ્ટ ક્લાસના યાત્રીઓના ગ્રીન સલાડમાંથી એક સલાડમાંથી એક ઓલિવ કાઢીને અમેરીકન એરલાઈન્સે ૧૯૮૭ માં ૪૦,૦૦૦ ડોલર બચાવ્યા.

Stewardesses ડાબા હાથે ટાઈપ કરી શકાતો લાંબામાં લાંબો શબ્દ છે.

ઈંગ્લેન્ડમાં હાઉસના સ્પીકરને બોલવાની સત્તા નથી હોતી

અમેરીકનો રોજીંદી રીતે ૧૮ એકર જેટલા પીઝા ખાઈ જાય છે.

મહત્વની બધી બાસ્કેટબોલ લીગ મેચમાં અમ્પાયરોએ કાળા અંતઃવસ્ત્રો પહેરવા જરૂરી છે.

અબ્રાહમ લીંકન ના કૂતરા ફીડોની પણ હત્યા કરવામાં આવી હતી.

કેલીફોર્નિયા ડીપાર્ટમેન્ટ ઓફ મોટર વ્હિકલ “જીસસ ક્રાઈસ્ટ” ના નામે છ ડ્રાઈવીંગ લાઈસન્સ ઈશ્યુ કરી ચૂક્યું છે.

દર સેકન્ડે ઈ-બે પર લગભગ ૬૮૦ ડોલરની લેવડદેવડ થાય છે.

દુખાવાને માપવા માટેનો એકમ છે “ડોલ” અને તેને માપવા માટેના સાધનનું નામ છે “ડોલરોમીટર”

વિન્સ્ટન ચર્ચિલનો જન્મ એક નૃત્ય દરમ્યાન લેડીઝ રૂમમાં થયો હતો.

બાર્બી નું પૂરું નામ છે બાર્બરા મિલિસેન્ટ રોબર્ટસ

શ્વાસ રોકી રાખવાથી આત્મ હત્યા કરી શકાતી નથી.

ભૂંડ માટે માથું ઉંચુ કરી આકાશ તરફ જોવું અશક્ય છે.

રમવાનાં પત્તામાંના રાજાઓ ખરેખર ઐતિહાસીક રાજાઓ ના નામે રચાયેલા છે,

મધમાખીઓ તેમના પગથી સ્વાદ અનુભવે છે.

આ વાંચીરહેલા માંથી ૭૫% મિત્રોએ તેમની કોણીએ જીભ અડાડવાનો પ્રયત્ન કર્યો…..

 – સંકલન જીગ્નેશ અધ્યારૂ (આભાર ઈન્ટરનેટ)


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “જાણવા જેવી વાતો – જીગ્નેશ અધ્યારૂ