વેનીસના ઓપેરા હાઊસ માં બિથોવન નો ઓપેરા હતો વેનિસ શહેરમાં તેનો જોરશોરથી પ્રસાર થયો હતો અને તેના શો ની બધી ટીકીટ ખૂબ મોંઘી હોવા છતાં વેચાઈ ગઈ હતી.
બિથોવન અને તેમના મિત્ર ઓપેરા ના આગલા દિવસની સાંજે વેનિસ શહેરની ગલીઓ માંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ ફરવા નીકળ્યા હતા.
ગલીઓમાંથી ચાલતા ચાલતા અચાનક તેમને એક ઝૂંપડામાંથી સંગીતનો મધુર ધ્વનિ સંભળાયો. બિથોવન તો જાણે સંગીત માટે જ સર્જાયેલા હતા. તેમના પગ આપમેળે તે ઝૂપડા તરફ ઉપડ્યા. ત્યાં જઈને તેમણે જોયું તો એક છોકરો ઝૂંપડામાં બેઠેલો હતો અને તેની બહેન વાજીંત્ર વગાડતી હતી. તેના સુરો ખરેખર ખૂબ સુંદર હતા. છોકરાએ બિધોવનને જોઈને પૂછ્યું કે તે કોણ છે. પેલી છોકરીની એકાગ્રતા તૂટી અને તેનું સંગીત બંધ થયું. બિથોવન બોલ્યા કે અમે સંગીત પ્રેમી છીએ અને તમારૂ સુંદર સંગીત સાંભળીને આ તરફ આવી ચડ્યા છીએ. તેણે આસપાસ નજર કરી તો ગરીબી ચારે તરફ પ્રસરેલી હતી. બંને ભાઈ બહેન ના કપડા અસ્ત વ્યસ્ત હતા, ફાટેલા તૂટેલા અને ચિંથરેહાલ હતા. અને સૌથી આશ્ચર્યની વાત તો એ કે પેલી છોકરી અંધ હતી.
બિથોવને તેમને કહ્યું કે તમે મને હજી સંગીત નો સ્વાદ લેવા દો. પેલી છોકરીએ વગાડ્યું અને તેણે બેઠા બેઠા સાંભળ્યા કર્યું. થોડી વાર પછી તેણે પેલી છોકરીના હાથમાં થી વાજીંત્ર લઈ લીધું અને વગાડવાનું શરૂ કર્યું. થોડીક જ વારમાં પેલી છોકરી તેને ઓળખી ગઈ, ખુશીના માર્યા તે ઊછળી પડી.”તમે બિથોવન છો ને?” તેણે પૂછ્યું. તેનો ભાઈ પણ બિથોવન ને જોઈ ખુશ થઈ ગયો.”તમારા ઓપેરા માં આવવા માટે મારી બહેન ખૂબ જીદ કરતી હતી પણ એ એક ટીકીટ અમારી જીવનભરની કમાઈ થી ય ક્યાંય વધારે છે…”તેણે મજબૂરી ભર્યા સ્વરે કહ્યું.
બિથોવન કહે “હવે હું અહીં છું ને……આજે અહીં જ તમને સંભળાવીશ…”
રાત થઈ ગઈ હતી. ચંદ્રના પ્રકાશમાં બિથોવને વગાડવાનું શરૂ કર્યું. નવી નવી ધુનો વાગતી ગઈ અને પેલા ભાઈ બહેન રસ તરબોળ થતા રહ્યા. ઘણી વાર પછી બિથોવને કહ્યું કે આજનું સંગીત ખરેખર હ્રદયમાં થી આવે છે અને મારે તેને લખી લેવું પડશે. (સંગીતની ધુનો લખવાની ભાષા પશ્ચિમમાં ઉપલબ્ધ હતી, આપણે ત્યાં પછીથી આવી) તેણે એ સમયે વગાડેલા ગીતો લખી લીધા અને બીજે દિવસે ઓપેરામાં એ વગાડ્યા. તેને કોઈએ પેલા બાળકોની ઈચ્છા પૂરી કરવા માટે દબાણ ન કર્યું હતું. પણ આ જ કરૂણા ના ભાવે તેને તેના જીવનની એક ઉતમ કૃતિ ભેટ આપી અને એ હતી બિથોવનની પ્રખ્યાત મૂનલાઈટ સિમ્ફની કે મૂનલાઈટ સોનાટા. એની મૂનલાઈટ સિમ્ફની અમર થઈ ગઈ અને જગતને એક સર્વોતમ ભેટ તે રાત્રે ઝૂંપડામાં ચંદ્રના પ્રકાશમાં ગરીબ અને નિર્ધન ભાઈ બહેનની હાજરીમાં મળી. બીજે દિવસે ઓપેરામાં દરેકે દરેક ધુન પર લોકો ઝૂમી ઉઠ્યા, પણ તેના પહેલા પ્રેક્ષકો ના જેટલો આનંદ તેમને આવ્યો હશે?
આ પછી તો તેઓ અમર થઈ ગયા અને તેમની રચનાઓ દુનિયાભરમાં આજે પણ એટલાજ ઉત્સાહ અને આંનંદથી સંભળાય છે. બિથોવનની અનેક પ્રખ્યાત ધુન માંથી એક (Symphony No. 9) તો તમારા કોમ્પ્યુટરમાં જ છે…..ખબર છે ? ?…તે છે અહીં…
– જીગ્નેશ અધ્યારૂ
they were raised as an HUMBLE HUMAN BEINGS having NATIONAL SPIRIT within their own culture and society
બિથોવનના જીવનનો સરસ પ્રસંગ તમે આલેખ્યો છે. મહાન કલાકારો શા માટે મહાન હોય છે તે આવા કિસ્સાઓ પરથી સમજી શકાય છે.
હા. તમારી .wma ફાઇલ ડાઉનલોડ થતી નથી.
કદાચ ખ્યાલ હોય તો – ઘણાં જુનાં હિન્દી ગીતો બીથોવનની સીમ્ફનીઓમાંથી સીધાં જ નકલ કરાયા છે. અને ટાઇટન ઘડિયાળની એ ધુન પણ બીથોવન કે મોઝાર્ટની સીમ્ફની જ છે.
સરસ બાવર્ચી નો સંવાદ યાદ આવ્યો
સીર્ફ એક અચ્છા ઇંસાન હી એક અચ્છ કલાકાર બન સકતા હૈ