અને એ જ સાચો રસ્તો છે…સેલિન ડીયોન – ભાષાંતર જીગ્નેશ અધ્યારૂ 7


આ પહેલા એક અંગ્રેજી ગીત, એવરીથીંગ આઈ ડુ, આઈ ડુ ઈટ ફોર યુ નો ભાવાનુવાદ  હું જે કાઈ પણ કરૂં છું એ તારા માટે અહીં પોસ્ટ કર્યો હતો…..આજે પ્રસ્તુત છે મને ખૂબ જ ગમતુ એક અન્ય ગીત જેને ગાયું છે સેલિન ડીયોને….ટાઈટેનીક ના માય હાર્ટ વીલ ગો ઓન થી મશહૂર થયેલી આ ગાયિકાનો અવાજ તો સુંદર છે જ પણ તેના દરેક ગીતના ભાવ પણ એટલા જ સરસ છે….અને એ મારી ફેવરીટ ગાયિકા છે…..અનુવાદ કેવો લાગ્યો જરૂર કહેશો…

******

અને એ જ સાચો રસ્તો છે…

(click above title link to listen to the original song)

હું તમારૂ મન વાંચી શકું છું અને હું તમારી વાત જાણું છું,
તમે કેવા સંજોગો માં થી પસાર થઈ રહ્યા છો એ મને ખબર છે…

આ ઉંચુ કપરૂં ચઢાણ છે, તમારા માટે મને દુઃખ થાય છે,
આ (સંજોગો) માં થી તમારે પસાર થવુ પડશે…
પણ
તમે હારતા નહીં, કારણ કે આ (પ્રેમ ની લડાઈ) માં તમે જીતી શકો છો

જ્યારે (તમારે) કાંઈક મેળવવુ હોય તો કોઈ આસાન રસ્તો નથી હોતો,
જ્યારે તમે આગળ વધવા તૈયાર હોવ, પણ હૈયુ તમારૂ શંકાશીલ હોય,
ત્યારે તમારો વિશ્વાસ છોડતા નહીં ( કારણ કે )
પ્રેમ તેની પાસે જ આવે છે જે તેનામાં વિશ્વાસ કરે છે
અને બસ આ જ સાચો રસ્તો છે….

જ્યારે તમે મને એક સામાન્ય ઉતર માટે પ્રશ્ન કરો છો
ત્યારે મને ખબર નથી કે શું કહેવુ
પણ (એ) જોઈ શકાય છે કે જો તમે (પ્રયત્ન ને) વળગી રહો
તો તમને જરૂરથી રસ્તો મળશે
તમે હારતા નહીં, કારણ કે આ (પ્રેમ ની લડાઈ )માં તમે જીતી શકો છો

જ્યારે જીવન કોઈ પણ ભવિષ્ય વગર ખાલી હોય
એકલતા તમને પોકારતી હોય
મિત્ર, ચિંતા ન કરશો, તમારા દુઃખો ને ભૂલી જાવ
કારણ કે પ્રેમ આ બધાને જીતવાનો છે…બધાને
જ્યારે (તમારે) કાંઈક મેળવવુ હોય તો કોઈ આસાન રસ્તો નથી હોતો,

જ્યારે તમે આગળ વધવા તૈયાર હોવ, પણ હૈયુ તમારૂ શંકાશીલ હોય,
ત્યારે તમારો વિશ્વાસ છોડતા નહીં ( કારણ કે )
પ્રેમ તેની પાસે જ આવે છે જે તેનામાં વિશ્વાસ કરે છે
અને બસ આ જ સાચો રસ્તો છે….( 2 )
એ જ રસ્તો છે, ફક્ત એ જ રસ્તો છે

Singer – સેલિન ડીયોન    Lyrics by : M. Martin, K. Lundin, A. Carlsson –

ભાષાંતર : જીગ્નેશ અધ્યારૂ

Original Lyrics of the song is available at this link or see it at Youtube Here .


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “અને એ જ સાચો રસ્તો છે…સેલિન ડીયોન – ભાષાંતર જીગ્નેશ અધ્યારૂ