Daily Archives: June 9, 2008


શું કહો છો? પલળવુ છે? – જીગ્નેશ અધ્યારૂ

“આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ…….ઉની ઉની રોટલી ને કારેલાનું શાક….” આ જોડકણા ગાવા માટેના દિવસો હવે પાછા આવી ગયા છે. આજે તારીખ પાંચમી જૂન આખો દિવસ અહીં પીપાવાવ પોર્ટ માં વાતાવરણ વાદળછાયુ રહ્યું, સાંભળ્યુ હતુ કે રાજકોટમાં તારીખ ૪ ના રોજ ધમધોકાર ઝાપટું પડી ગયું છે, પણ અહીં, મહુવા રાજુલા, પીપાવાવ વિસ્તારમાં ખૂબ બફારો અને ગરમી હતી. હું મારી સાઈટ પર ઉભો હતો કે વાદળાની જમાવટ થવા માંડી, મેં મારા મોબાઈલ કેમેરાને સજીવન કર્યો અને તરતજ તે દ્રશ્યો ઝડપવા માંડ્યો, દૂર ક્યાંક વરસાદ વરસતો હતો તે ઘાટ્ટુ કાળુ ધાબુ દેખાતું હતુ. અને એ ઝડપથી અમારી તરફ જ આવી રહ્યું હતુ. અને હું હજી તો અમારી સાઈટની ગાડી સુધી પહોંચુ એ પહેલાતો છાંટા શરૂ થઈ ગયા અને હું જેવો ગાડીમાં બેઠો કે ધમધોકાર બેટીંગ કરી ને જાણે યુવરાજ દસ જ મિનિટ માં આઊટ થઈ જાય તેમ મેઘરાજ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચની નાનકડી પણ ધમાકેદાર ઈનીંગ્સ રમી પેવેલીયન માં પાછા ફર્યા. અને હું….મજબૂર યે હાલાત ઈધરભી હૈ…વાળી પોઝીશન માં આ પહેલા વરસાદમાં પલળવાની ભૂતકાળની યાદો વાગોળતો વાગોળતો બેસી રહ્યો. એ યાદો જ્યારે મારે ન હતી મોબાઈલ સાચવવાની ચિંતા કે ન હતી ઓફીસની મજબૂરી, બસ કોઈક અલગારી ની જેમ પહેલા વરસાદમાં નહાવા દોડી જતા. આજે મને આ પેન્ટ જરૂરતથી મોટુ થઈ જતુ લાગ્યુ. જાણે કે પગની બેડીઓ….મન થયુ લાવ મોબાઈલ પૈસા બધુંય મૂકી ગાડીમાં, ને આ વરસાદમાં દોડી જાઉં પણ હવે કોઈક જોશે તો શું કહેશે વાળી બીક અને ઓન ડ્યૂટી હોવાની મજબૂરી, બંને એ મને પકડી રાખ્યો. દરમ્યાનમાં ભગવાને તો તેમની લીલા ચાલુ જ રાખી. વરસાદ પૂરો થયા પછી મેઘધનુષ્ય દેખાયા, અર્ધ વર્તુંળાકારે ઉપસેલા […]