એ લોકો – પ્રિયકાન્ત મણિયાર 10


આજકાલ જ્યારે ફુગાવો અને અનાજ તથા અન્ય વસ્તુઓના ભાવ આકાશ આંબી રહ્યા છે ત્યારે પ્રિયકાંત મણિયાર ની આ કવિતા એક ગરીબ અદના માણસની વેદના અને મોંઘવારી ને કાબૂમાં લેવાના દાવા કરતા લોકો પર કટાક્ષ સચોટ સંદેશ આપી જાય છે.

*******

એ લોકો પહેલા કાપડના તાકા ભરી રાખે છે.
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેચે છે.

એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે.
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે કિલો કિલો વેચે છે.

એ લોકો પહેલા ઔષધ ની શીશીઓ સંઘરી રાખે છે.
અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી થોડી રેડે છે.

એ તો લોકો છે જ નહીં, એ તો નોટો ને ખાઈ ઉછરતી ઉધઈ,
બીજુ એને કાંઇ ભાવતુ નથી,

મારે કવિ થવુ જ નથી
ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઊં તો ય બસ !

 – પ્રિયકાંત મણિયાર


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “એ લોકો – પ્રિયકાન્ત મણિયાર