એક ખોવાયેલુ બાળક – આપણી જવાબદારી


Missing Indian Kids - Children

હું એક પુત્રી નો પિતા છું અને એના જન્મ થી આજ દિવસ સુધી અમારા ઘરના લોકો નો એક દિવસ એવો નથી ગયો કે જ્યારે અમે તેના વગર રહી શકીએ…તેના કલબલાટ અને તેના તોતડા શબ્દો ને સાંભળ્યા વગર ચલાવી શકીએ. બાળક ના જન્મ થી તેના અસ્તિત્વની આસપાસ પોતાના સ્વપ્નો અને મહેચ્છાઓનું જગત બનાવનારા માતાપિતા ને કોઈ એક દિવસે અચાનક જ તેમના બાળક થી છુંટું પડી જવાય તો શું થાય? શું તમે કોઈ એવા માતા પિતા ની કલ્પના કરી શકો છો જેમનો લાડલો કે લાડલી આ દુનિયાની અથાગ ભીડ માં ક્યાંક ખોવાઈ ગયા હોય? મને મારી પુત્રી થી છુટા પડવાના વિચારે જ કંપારી અપાવી દીધી. હું એવા માતાપિતાના દર્દ અને મનઃસ્થિતિ ની કલ્પના નથી કરી શક્તો. અને એ બાળક જે આ મતલબી સ્વાર્થી દુનિયામાં ખોવાઈ ગયુ છે, જેને હજી દુનિયાની રીત રસમોનો કોઈ પરિચય નથી….કોઈના બદ ઈરાદા જે પારખી શક્તુ નથી એ બાળકની આ દુનિયા શું વલે કરશે???

આવા ખોવાયેલા બાળકોને શોધવા માટેની એક લડત કહો કે પ્રયત્ન એટલે નેશનલ સેન્ટર ફોર મિસિંગ કિડ્સ. એક મિત્રના ઈ મેઈલ થી મને આ સંસ્થા અને તેની પ્રવૃતિઓ વિશે જાણ થઈ. આ પ્રયત્નો ને બિરદાવવા સાથે આપણે તેમને હાથ આપવાની જરૂર છે. બાળકો ને શોધવા અઘરી વસ્તુ છે….પણ અશક્ય નથી. એવા માતા પિતાના મન થી વિચારો જેમનું બાળક ખોવાયું છે…..

સુરેશ દાદાએ મારા બ્લોગની પોસ્ટ ગુજરાતી બ્લોગ જગત – પ્રસિધ્ધિ & વ્યાપ, ના કોમેન્ટ માં લખ્યુ હતુ કે “ઈન્ટરનેટના વધતા જતા ઉપયોગ અને તેની સરળતાને લક્ષ્યમાં રાખીને એટલું જરુર ઉમેરીશ કે, ‘નીજાનંદ’ અને ‘ ગમતાંનો ગુલાલ’ કરવાના બે કદમ પછીનું કદમ સમાજના પ્રશ્નોને વાચા આપવાનું છે. જ્યાં સુધારાને અવકાશ છે ત્યાં અંગુલીનીર્દેશ કરવાનું છે. શીક્ષીત અને વીચારશીલ બ્લોગરોનું આ ઉત્તરદાયીત્વ છે – એમ હું માનું છું.”

 …..તો મને લાગે છે કે આ શરુઆત કરવાનો સાચો સમય છે….

બીજા ના બ્લોગ પોસ્ટ કોપી પેસ્ટ કરતા મિત્રોને મારી હાર્દિક વિનંતિ કે આ પોસ્ટ ની કોપી કરી શક્ય એટલી વાર તમારા બ્લોગ પર પબ્લીશ કરો…કદાચ કોઈ એક બાળક તમારા પ્રયત્ન થી ય મળી આવે…આ પણ મારી રચના નથી, ઈ મેઈલ થી જ મળ્યુ છે….

સદા સર્વદા સરકારી તંત્રને ભાંડતા આપણે…..ક્યારેય તેની સારી બાજુ વિશે વિચારતા નથી, જોઈ શક્તા નથી કારણકે આવી સારી બાજુ રૂ ના ઢગલા માં સોય જેવુ હોય છે. . પણ આ સત્કાર્ય માટે હું NCMC નો હાર્દિક આભાર માનું છું

પ્રયત્ન કરવો આપણું કામ છે…… 

Missing Indian Kids - Children

Missing Indian Kids

  – જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “એક ખોવાયેલુ બાળક – આપણી જવાબદારી