એક મિત્રને મળવા માટે રવિવારે કમાટીબાગના ગેટ પર ઉભો હતો, મિત્રનો ફોન આવ્યો કે તેને હજી કલાકેક ની વાર લાગશે, તો થયુ ચાલ અંદર બગીચામાં આંટો મારૂં, ટહેલતા ટહેલતા મ્યૂઝીયમ પહોંચ્યો. અને મને મારી શાળાના દિવસો યાદ આવી ગયા જ્યારે અમે હારબંધ મ્યૂઝીયમમાં ગયા હતા,
વહેલના હાડપીંજર સિવાય ભાગ્યેજ અમને કાંઈ ખબર પડી હશે…..જે અહીં નું સૌથી મોટુ આકર્ષણ છે, ૧૯૪૪ માં વડોદરાની દક્ષિણે મહી નદી માં ૭૧.૨ ફૂટ લાંબુ વહેલનુ બચ્ચુ ફસાઈને મૃત્યુ પામ્યુ હતું. ૧૨૫ ટન વજનના આ વહેલના બચ્ચાનું હાડપીંજર અહીં માવજત થી રખાયુ છે, ઘણા લોકો ફક્ત વહેલના વિશાળકાય હાડપીંજરને જોવા જ ત્યાં આવે છે પણ તેમને ખબર નથી કે અહીં ૬૦,૦૦૦ થી વધુ અલભ્ય વસ્તુઓનો ખજાનો છે.
કળાપ્રેમીઓ માટે સ્વર્ગ એટલે યુરોપીયન રૂમ જ્યાં છે ક્રાઈસ્ટ ધ સેવીયર ઓફ ધ વર્લ્ડ નામનું અલભ્ય ચિત્ર (ઈ. સ. ૧૬૫૦) આને લગતા બીજા ચિત્ર ગ્લાસો આર્ટ ગેલેરી અને મિલાન વગેરે જગ્યાઓમાં છે. ૧૬૪૪ માં તૈયાર થયેલુ અ ફેમીલી ગ્રૃપ નામનું મહારાજા સયાજીરાવનું પ્રિય ચિત્ર એક માતા પિતા અને તેમના દત્તકપુત્ર ને દર્શાવે છે. ઈટાલીયન ચિત્રકાર સરટિશિને ૧૪મી સદી માં તૈયાર કરેલુ ધ ડેથ ઓફ પીટર માર્ટીયરની એક જ નકલ છે જે અહીં છે. તો કેથરીન ઓફ બ્રેગેન્ઝા પણ અહીં છે જે પોર્ટુગીઝ પ્રિન્સેસનું મૂરતીયા પ્રિન્સ ચાર્લસને બતાવવા બનાવેલુ ચિત્ર છે. મોહેંજો દરો અને હડપ્પા સંસ્કૃતિના નમૂના પણ અહીં છે.
જૈનો ને જોવામાં રસ પડે એવી અસંખ્ય મૂર્તીઓ પણ અહીં છે જે અકોટા ગામ પાસે ૧૯૫૨ માં કરેલા ખોદકામ દરમ્યાન મળી આવી હતી. જૈનો ના પહેલા તીર્થંકર આદિનાથ ની કપોલસર્ગ ની મુદ્રામાં ઉભેલી પ્રતિમા, પાર્શ્વનાથ ભગવાનની તથા તેમની આસપાસ રહેલી ઋષભદેવ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ ખાસ ધ્યાન ખેંચે છે. એના સિવાય પણ જીવસૃષ્ટી, વનસ્પતિશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, મનુષ્યજાતિશાસ્ત્ર, વગેરે ખૂબ સરસ છે.
અહીં સર સયાજીરાવે ઈજીપ્તથી ૧૮૯૫ માં ૧૮૫ ડોલરમાં ખરીદેલુ મમી છેજે ઈ.સ.પૂર્વે ૩૦૦ નું છે. આ સંગ્રહાલયમાં ૨૧ જુદાજુદા વિભાગો છે, ૧૮૮૭માં બનેલા આ મકાનને હવે સમારકામની જરૂર છે, જો કે થોડુ ઘણું સમારકામ ચાલતુ જ રહે છે…
ડીસ્કવરી અને નેટ જીઓ જોઈને ખુશ થતા આપણે ફક્ત ચાર પાંચ રૂપીયાની ટીકીટ લઈને આપણી જ નજીકમાં આવેલી કેટલી ખૂબસૂરત વસ્તુઓની આપણને નોંધ લેવાનો પણ સમય હોતો નથી. મને અહીં ખૂબજ મજા આવી, અહીં હવે ફરી ફરીને આવવુ પડશે, ઘણું સમજવુ છે, જોવુ છે…..કારણકે આ જ તો આપણા ગુજરાતનું અમૂલ્ય ઘરેણું છે….શું કહો છો?
– Jignesh Adhyaru
ખુબજ સાચી વાત કરી જીજ્ઞેશભાઈ……..ઘરે બેઠા ગંગા આવે તો તેની કીમત ના સમજાય – તે વાત નું ઉત્તમ ઉદાહરણ.
વડોદરા સાસરુ હોવા થી એમજ એક વખત લટાર મારેલી family સાથે; એક પૂરો દિવસ પણ ટૂંકો પડે તેવી મુલાકાત ફક્ત ૨ કલાક મજ પૂરી કરવી પડેલ……….મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશે ઘણું વાંચેલ / સાંભળેલ પણ આ musium જોયા પછી તેમના માટે નું મન અનેક ગણું વધી ગયેલ. સાચેજ એક મહામાનવ હતા તેઓ…..
કમાટીબાગનું મ્યુઝિયમ તો જોવા જેવું છે એમાં કોઈ બેમત નથી પણ રાજમહેલ રોડ પર લક્ષ્મીવિલાસ પેલેસની મુલાકાત પણ લેવા જેવી છે. કેટલીય અલભ્ય, દુર્લભ પેઇંટીગ્સ એમાં છે. (સાચું પૂછો તો પહેલી વાર જોયું ત્યારે થયું કે પેંઈટીગ્સ કરતાં એની ફ્રેમ વધુ મોંઘી હશે.) આપણા શહેરમાં કેટલું જોવા જેવું હોય પણ આ દોડધામના જમાનામાં લોકોને જવાની ફુરસદ નથી એ ખેદજનક છે. આવા લેખ દ્વારા થોડી જાગૃતિ આવે અને વધુ લોકો લાભ લે તો ઉત્તમ. તમે કમાટીબાગના મ્યુઝીયમ પર પ્રકાશ પાડ્યો તે બદલ અભિનંદન.
yes exactly true.
I am a true barodian.
I am going there every year
Vadodara ma rahine pan aa musium ni mulakat ne lagbhag 10-12 years thai gaya. Tamaro lekh vanchya pachi lage che ke have tunk samaya ma j eni mulakat thai jashe.
very good info.
પ્રત્યેક વડોદરાવાસીએ મહિનામાં બેથી ત્રણ કલાક વડોદરાનાં બે મ્યુઝિયમ્સને આપવાં જોઇએ. દોસ્ત! મેં વર્ષો વડોદરા ગાળ્યાં. વડોદરા મ્યુઝિયમ્સનાં પેઇન્ટિંગ્સ તથા શિલ્પોની સન્મુખ કલાકો સુધી ખોવાયેલો રહેતો!
મારા “અનામિકા” બ્લોગ પર ‘અનામિકાને પત્રો’માં મેં કેટલાક પત્રોમાં વડોદરાના મ્યુઝિયમ્સ વિશે લખ્યું છે. એકની લિંક:
http://gujarat2.wordpress.com/2007/01/03/anamika10/
બીજું, તમે પેલેસ મ્યુઝિયમ જરૂર જશો! રાજા રવિવર્મા અને અન્ય ચિત્રકારોની કૃતિઓમાં ખોવાઈ જશો! ફેલિશીની કૃતિઓ તમને મંત્રમુગ્ધ કરશે. પછી તમે આ અદભુત કૃતિઓ વિશ વાચકોને લખો.
તમારા જેવા ચીલો ચાતરનારા ગુજરાતી બ્લોગર પણ છે તે વાત મને ખુશી આપે છે. શુભેચ્છાઓ! … હરીશ દવે અમદાવાદ
good
આજથી ૭-૮ વર્ષો પહેલા, ૧૨મું ધોરણ પાસ કરીને.. હું અને મારો મિત્ર જયદિપ .. અમે બન્ને વડોદરા એડમિશન માટે ફોર્મ ભરવા માટે ગયેલા.. અને બપોરે સખત ગરમી .. એટલે કમાટીબાગમાં પહોંચી ગયા .. અને તમારી જેમ જ અનાયસે અંદર જતા રહેલા.. અને ખુબ મજા કરેલી .. !!
એ દિવસો યાદ આવી ગયા !! … 🙂 ..
સાચી વાત કરી તમે … દીવા તળે અંધારું તે આનું નામ ..
Hi
i have visited this Museum many times……its really great.
Yes Jigneshbhai.
It’s really a wonderful place.
I’ve been there a long back.
After reading your msg, will try to revisit it.
Thanks.
Saawan
nice description, we sll have visited it, but u could describe in a nice way.
વડોદરા વર્ષોથી જાઉં છું પણ આટલું સુંદર મ્યુઝિયમ છે તેની જાન ન હતી. માહિતી આપવા બદલ આભાર.