એક ખોવાયેલુ બાળક – આપણી જવાબદારી
હું એક પુત્રી નો પિતા છું અને એના જન્મ થી આજ દિવસ સુધી અમારા ઘરના લોકો નો એક દિવસ એવો નથી ગયો કે જ્યારે અમે તેના વગર રહી શકીએ…તેના કલબલાટ અને તેના તોતડા શબ્દો ને સાંભળ્યા વગર ચલાવી શકીએ. બાળક ના જન્મ થી તેના અસ્તિત્વની આસપાસ પોતાના સ્વપ્નો અને મહેચ્છાઓનું જગત બનાવનારા માતાપિતા ને કોઈ એક દિવસે અચાનક જ તેમના બાળક થી છુંટું પડી જવાય તો શું થાય? શું તમે કોઈ એવા માતા પિતા ની કલ્પના કરી શકો છો જેમનો લાડલો કે લાડલી આ દુનિયાની અથાગ ભીડ માં ક્યાંક ખોવાઈ ગયા હોય? મને મારી પુત્રી થી છુટા પડવાના વિચારે જ કંપારી અપાવી દીધી. હું એવા માતાપિતાના દર્દ અને મનઃસ્થિતિ ની કલ્પના નથી કરી શક્તો. અને એ બાળક જે આ મતલબી સ્વાર્થી દુનિયામાં ખોવાઈ ગયુ છે, જેને હજી દુનિયાની રીત રસમોનો કોઈ પરિચય નથી….કોઈના બદ ઈરાદા જે પારખી શક્તુ નથી એ બાળકની આ દુનિયા શું વલે કરશે??? આવા ખોવાયેલા બાળકોને શોધવા માટેની એક લડત કહો કે પ્રયત્ન એટલે નેશનલ સેન્ટર ફોર મિસિંગ કિડ્સ. એક મિત્રના ઈ મેઈલ થી મને આ સંસ્થા અને તેની પ્રવૃતિઓ વિશે જાણ થઈ. આ પ્રયત્નો ને બિરદાવવા સાથે આપણે તેમને હાથ આપવાની જરૂર છે. બાળકો ને શોધવા અઘરી વસ્તુ છે….પણ અશક્ય નથી. એવા માતા પિતાના મન થી વિચારો જેમનું બાળક ખોવાયું છે….. સુરેશ દાદાએ મારા બ્લોગની પોસ્ટ ગુજરાતી બ્લોગ જગત – પ્રસિધ્ધિ & વ્યાપ, ના કોમેન્ટ માં લખ્યુ હતુ કે “ઈન્ટરનેટના વધતા જતા ઉપયોગ અને તેની સરળતાને લક્ષ્યમાં રાખીને એટલું જરુર ઉમેરીશ કે, ‘નીજાનંદ’ અને ‘ ગમતાંનો ગુલાલ’ કરવાના બે કદમ પછીનું કદમ સમાજના પ્રશ્નોને વાચા આપવાનું છે. […]