ગુજરાતી બ્લોગ જગત – પ્રસિધ્ધિ & વ્યાપ 9


ગુજરાતી બ્લોગ જગત વિસ્તરી રહ્યું છે. વિચારો વધુ સારી રીતે અને વધુ સ્વતંત્રતાથી પ્રગટ થઈ શકે એવુ એક માધ્યમ આપણને સૌને મળ્યુ છે. અને મને લાગે છે કે એકાદ બે અપવાદોને બાદ કરતા આપણે સૌ તેનો સદઊપયોગ કરી રહ્યા છીએ.

બ્લોગ એ ખૂબ સશક્ત માધ્યમ છે, એ વાતની સાબીતી એ જ છે કે અભિનેતાઓ અને લેખકો પણ પોતાના બ્લોગ બનાવી રહ્યા છે. પણ હું મારી આજની પોસ્ટ ગુજરાતી બ્લોગ્સ પૂરતી સીમીત રાખવા માંગુ છું…મને વિચાર આવ્યો કે હું જે બ્લોગ લખું છું એ કેટલા લોકો વાંચે છે? રેગ્યુલર વાચકો જે આર એસ એસ ફીડ થી સબસ્ક્રાઈબ થયેલા છે, જે મિત્રોને હું ઈ મેઈલ મોકલું છું કે જે સર્ચ મા ક્યાંક થી મને શોધી કાઢે છે. જે મિત્રોના પોતાના બ્લોગ છે તેમની હાજરી અને કોમેન્ટસ મળતી રહે છે. પણ આ બ્લોગ જગતનો વ્યાપ વધારવા માટે આપણે શું કરી શકીએ. એવુ શું કરી શકાય કે જેથી એક નાનકડા વર્તુંળ માં થી બહાર આવી તેને વધુ લોકો સુધી પહોંચાડી શકાય.

બ્લોગ ના જાણકારો, રેગ્યુલર વાચકો અને બ્લોગ લેખકો સિવાય એવા ગુજરાતીઓને મારે આ બ્લોગ વાંચતા કરવા છે કે જેઓને ગુજરાતી બ્લોગ્સ વિશે કાંઈ માહિતિ નથી. ટૂંકમાં આ માધ્યમને વ્યાપક પ્રસિધ્ધિ અપાવવા માટે શું કરી શકાય એ માટે આપ સૌના સૂચનો માંગી રહ્યો છું. અન્ય માધ્યમો જેમ કે વર્તમાન પત્ર કે સામયિક વિશાળ વાચક સમુદાય ધરાવે છે અને તેની સામે તે રેવન્યુ જનરેશન પણ કરે છે, જ્યારે મારા જેવા અનેક બ્લોગ ચલાવતા મિત્રો ફક્ત શોખ થી કોઈ પણ વ્યવહારીક કે ધંધાદારી ઉદેશ્ય સિવાય ફક્ત અને ફક્ત ગુજરાતી ભાષાની સેવા અને તેનો વ્યાપ વધારવા માટે જ આ કરી રહ્યા છે. તો તેમના માટે સૌ થી મોટુ પારિતોષિક એ જ હોઈ શકે કે તેમને વાચકો મળી રહે અને કોઈ પણ સારો અને માહિતિપ્રદ ગુજરાતી બ્લોગ ક્લિક્સ ના મળવાને લીધે બંધ ના થાય.

આશા છે આપ સૌ ના સૂચનો મળી રહેશે…

આપનો

જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “ગુજરાતી બ્લોગ જગત – પ્રસિધ્ધિ & વ્યાપ

  • Ashok Vaishnav

    પ્રચારનાં અન્ય માધ્યમોવિશે આગળના બ્લોગ્સમાં તેમજ અન્ય પ્રસંગોએ કે સેમિનારોમાં કે મેનેજમેન્ટ મહાવિદ્યાલયોમાં ખુબજ વિચારાયું, કહેવાયું કે લખાયું જ છે અને રહેશે.
    Word-of-mouth માધ્યમનો પણ કેટલી અસરકારકતા અને સરળતાથી આ બાબતે ઉપયોગ કરી શકાય તે વિચારવું જોઇએ, દા.ત.
    જ્યારે મિત્રો કે કુટુંબીજનો એકઠા થાય ત્યારે ગુજરાતી વાંચનના સ્ત્રોતોમાં વેબબ્લોગ્સને જાણ્યેઅજાણ્યે દાખલ કરી દેવા.

  • સુરેશ જાની

    બ્લોગીંગનું આ મારું ત્રીજું વર્શ છે. નવરા ધુપ હોવાના સબબે ઠીક ઠીક કામ કરી શક્યો છું. પહેલા વરસના અંતે પ્રગટ કરેલ ત્રણ લેખ વાંચવા ભલામણ –
    http://kaavyasoor.wordpress.com/?s=%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%97%E0%AB%80%E0%AA%82%E0%AA%97

    આમાં પ્રગટ કરેલ વીચારો હજુ પણ પ્રસ્તુત છે. આથી વીશેશ ઉમેરવાની ઈચ્છા નથી.

    પણ…. ઈન્ટરનેટના વધતા જતા ઉપયોગ અને તેની સરળતાને લક્ષ્યમાં રાખીને એટલું જરુર ઉમેરીશ કે, ‘નીજાનંદ’ અને ‘ ગમતાંનો ગુલાલ’ કરવાના બે કદમ પછીનું કદમ સમાજના પ્રશ્નોને વાચા આપવાનું છે. જ્યાં સુધારાને અવકાશ છે ત્યાં અંગુલીનીર્દેશ કરવાનું છે.
    શીક્ષીત અને વીચારશીલ બ્લોગરોનું આ ઉત્તરદાયીત્વ છે – એમ હું માનું છું.

  • અનિમેષ અંતાણી

    આ પહેલાં મારી કોમેન્ટ હતી “બહુજ સરસ પણ અત્યંત અઘરો સવાલ” તેના અનુસંધાનમાં…

    એક નાનકડા બ્લોગરના મન લઇને વિશાળ ફેલાવો ધરાવતા અખબારના આલિશાન કોન્ફરન્સ રૂમમાં ચર્ચાતા સવાલો એક સરખા જ હોય છે

    ૧. ફેલાવો કેમ વધારવો? કેવી રીતે વધુ વાચકો સુધી પહોંચી શકાય?

    ૨. રોજ નવું શું આપવું? જેથી રેગ્યુલર વાચકોનો રસ જળવાઇ રહે અને નવા વાચકો જોડાતા જાય.

    ૩. ખર્ચા કેમ કાઢવા? ફેલાવો વધારવા અને રોજ નવું આપવા માટે જે જે ઉપાયો કર્યા તેથી ખર્ચા વધી ગયા!

    આ સવાલોના જવાબ મારી પાસે નથી, હું એટલું જ સમજ્યો છું કે “ખાંખાખોળા કરતો જા, ભાષાંતર કરતો જા, પોસ્ટ લખતો જા, ક્લિક્સ કે કોમેન્ટસની ઇચ્છા ન રાખ.” (ગીતા સાર)

  • vijayshah

    I have written a column on Gujarati Blogs and bloggers with this intention only.
    perhaps some of those articles are in the publishing cycles..Gujarat times, Divyabhaskar and gujarat Darpan have always supported me amd my articles…I would love to provide them to Print media

  • chetu

    આ માટે આપણે દરેક ગુજરાતી અખબારોમા આપણા ગુજરાતીબ્લોગ્સ વિશે ની માહિતી આપવી જોઇએ ,એ માધ્યમ દ્વારા લોકો બ્લોગ સુધી જરૂર પહોંચશે ..

  • Harsukh Thanki

    ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકો ગુજરાતીમાં સર્ચ કરતા થાય ત્યારે આવું કંઇક શક્ય બની શકે એવું લાગે છે.