બ્લોગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ 8


પાંચ દિવસના પ્રવાસ અને બ્લોગવિહિન જીવન પછી આજે પાછો આપની સમક્ષ હાજર છું. પ્રવાસ ઘણો સરસ રહ્યો. મુંબઈને પલળતા પલળતાંય ધબકતુ જોયું, કહો કે માણ્યું. જીવનની ગતિ ત્યાં કદી રોકાતી નથી. હજી તો વરસાદ ની શરુઆત છે પણ ત્યાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયુ છે. (ન)કરેલા કામ ના બગણા ફૂંકવામાં આપણા વહીવટદારો કદી પાછા પડતા નથી, અને પોતે ન કરેલા કામ ની ક્રેડીટ લેવાનું ય તેઓ ચૂકતા નથી, જેમ બૃહદમુંબઈ મહાનગરપાલીકા કહે છે કે આ વખતે વરસાદને નાથવા તેમનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન જોરદાર છે. આગળ આગળ આ વાત ની હકીકતો પણ ખબર પડશે….પણ અત્યારે તો પાણી ભરાવાનું શરૂ થઈ ગયુ છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની જરૂરત તો હજી પણ એક જગ્યાએ મને લાગે છે. આ પાંચ દિવસની રજા પછી આવીને પહેલો જે ઈ મેઈલ મેં જોયો તે એક મિત્રનો જેમણે મને સૂચિત કર્યો હતો કે મારી એક પોસ્ટ કાના માતરના ય ફરક વગર કોપી કરીને કોઈ પણ જાતની ક્રેડીટ વગર કે જે પોસ્ટ પર થી કોપી કરી છે તેની લીંક વગર મૂકાઈ રહી છે.

http://adhyaru.wordpress.com/2008/04/04/new-kind-of-sholay/ કોઈ પણ જાતની ક્રેડીટ વગર મૂકાઈ છે…http://gujaratikavita.wordpress.com/2008/06/13/sholay-v2/

આવી જ ઘટનાઓ પહેલા પણ બનેલી પણ મેં એમ માની ને ચલાવ્યુ કે હશે….ક્યારેક કોઈક શિષ્ટાચાર ચૂકી જાય છે….

http://adhyaru.wordpress.com/2008/05/16/the-fake-dreams-of-husband/ કોઈ પણ જાતની ક્રેડીટ વગર મૂકાઈ છે…http://dhavalrajgeera.wordpress.com/2008/05/16/gujarati-fun/

http://adhyaru.wordpress.com/2008/05/24/appraisal/ કાના માતરના ફરક વગર અને કોઈ પણ ક્રેડીટ વગર મૂકાઈ છે…http://gujaratikavita.wordpress.com/2008/05/27/apraisal/ વળી એમનું કહેવુ છે ….

” hello sir, here is ur comments……….

“Please give credit to atleast the original post from where you have copied it dear….the original post is at
http://adhyaru.wordpress.com/2008/05/24/appraisal/ It is a custom in blog world and its worth giving i guess…….”

Sorry to say but, Actually i did not copy my Appraisal post from your blog, i copy it from one of my friend’s email who forward me this. and i am damm sure u also do that same u got the email and u post it in ur mail…so you cant say that this is ur original post…so i am sorry that i am not going to approve ur comments this time. 🙁 ”

અને આ કોમેન્ટ તેમની કોપી કરેલી પોસ્ટ ઉપર તેમણે ન આવવા દીધી. આ દૂષણ ફક્ત મારા બ્લોગ પૂરતું છે તેમ પણ નથી…..અનિમેષભાઈ અંતાણીના બ્લોગની તો અસંખ્ય પોસ્ટસ ક્યાંક લગાતાર પબ્લીશ થતી રહે છે. અન્ય ઘણા બ્લોગર મિત્રો નું પણ આમ કોપી પેસ્ટ થતુ જોયુ છે……હું એમ નથી કહેતો કે તમે કોપી પેસ્ટ ન કરો…..જરૂરથી કરો…..તો જ મારા કરેલા ભાષાંતરને વાચકો મળશે પણ ક્રેડીટ તો આપો….

આ પોસ્ટ મૂકવાનો મારો હેતુ કોઈને અંગત રીતે દુઃખ પહોંચાડવાનો નથી પણ સાથે સાથ હું આવી ક્રેડીટ આપ્યા વગરની કોપી પેસ્ટ પ્રવૃતિને સખત શબ્દોમાં વખોડું છું…

આશા છે આ અટકશે…….નહીં તો મારે ય અનિમેષ ની જેમ ઘર બદલવુ પડશે…

– જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “બ્લોગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ