હું જે કાઈ પણ કરૂં છું એ તારા માટે – બ્રાયન એડમ્સ 5


મારી આંખો માં જુઓ….તમે જોશો કે તમે મારા માટે શું છો…તમારા હ્રદયમાં, તમારી આત્મા માં શોધો….

જ્યારે હું તમને ત્યાં મળીશ ત્યારે તમારે વધારે શોધવાની જરૂર નહીં પડે

આ પ્રયત્ન કરવા જેવો નથી એમ ના કહેતા….અને તમારા માટે મરવા જેવુ નથી એમ પણ ના કહેતા….

તમને ખબર છે કે સત્ય એ છે કે….હું જે કાંઈ પણ કરૂં છું એ તમારા માટે જ કરૂં છું

મારા હૈયામાં જુઓ….તમને ત્યાં કાંઈ નહીં મળે જે છુપાવ્યુ હોય….

હું જેવો છું એવો મને સ્વિકારો….મારા જીવનને સ્વિકારો….હું બધું જ સમર્પણ કરી દઈશ….બધુ ત્યાગી દઈશ

આ વાત પર ઝઘડવુ યોગ્ય નથી એમ મને ના કહેતા, મને આનાથી વધારે કાંઈ નથી જોઈતુ….

કારણકે મને ખબર છે કે સત્ય એ છે કે….હું જે કાંઈ પણ કરૂં છું એ તમારા માટે જ કરૂં છું

તમારા પ્રેમ જેવો કોઈ પ્રેમ નથી અને તમારાથી વધારે કોઈ મને પ્રેમ આપી શકે તેમ નથી.

જ્યાં સુધી તમે મારી સાથે નથી ત્યાં સુધી હું ક્યાંયનો નથી. બધો સમય, દરેક રસ્તે (તમારો સાથ જોઈએ છે…)

આ પ્રયત્ન કરવા જેવો નથી એમ ના કહેતા….અને મારે તમારાથી વધારે કાંઈ જોઈતુ નથી….

હું તમારા માટે ઝઘડો કરીશ, જુઠુ ય બોલીશ, તમારા માટે બધી સીમાઓ પાર કરી જઈશ…..હા હું તમારા માટે મૃત્યુ પણ સ્વિકારી લઈશ

(કારણકે મને ખબર છે) ……હું જે કાઈ પણ કરૂં છું એ તારા માટે જ કરૂં છું..

.

શબ્દો વાંચીને કાંઈ ખ્યાલ આવે છે?…..હા જો આ શબ્દો તમને જાણીતા લાગતા હોય તો આ છે બ્રાયન એડમ્સ નું Everything I Do , I do it for you ગીતનો મેં કરેલો ગુજરાતી ભાવાનુવાદ….ટાઈટેનીક નું માય હાર્ટ વિલ ગો ઓન એન્ડ ઓન એ મારૂ પહેલુ અંગ્રેજી ગીત જે મેં સમજ્યુ. (સાંભળ્યા તો ઘણા હતા, એમ એસ યુનિ. ના મ્યુઝિકલ મોર્નિંગ માં કે રોક કોન્સર્ટસ માં પણ ફક્ત મ્યુઝિક અને તાલ, શબ્દો નહીં) તેનો ભાવાનુવાદ મેં ત્યારેજ કરેલો, અકસ્માત મારા હાથમાં જૂની ડાયરી આવી તેમાં થી મળી આવ્યો, આ એક અજબ શોખ છે. અને આમ મેં મારા મનગમતા ઘણા અંગ્રેજી ગીતોનો ગુજરાતી ભાવાનુવાદ લખ્યો છે. મને લાગે છે કે જો તમે ગીતનો અર્થ સમજતા હોવ તો તેની સાથે વધારે તાદામ્ય કેળવી શકો અને સરસ રીતે ગાઈ શકો…એક અનોખો આનંદ આવે કારણકે તમને ખબર છે કે તમે શું સાંભળી રહ્યા છો કે ગાઈ રહ્યા છો. ટૂંકમાં તમને ગીતનો હાર્દ ખબર હોય છે.

બેકસ્ટ્રીટ બોયઝનું ક્વિટ પ્લેયિંગ ગેમ્સ વિથ માય હાર્ટ ( મારા હૈયા સાથે રમતો રમવાનું છોડી દો…) હોય કે એનરીક ઈગ્લેશીયસનું હીરો, કે સેલીન ડાયોન નું ધેટ્સ ધ વે ઈટ ઈઝ, ઘણા ભાવાનુવાદ લખ્યા છે, અને એમાં થી એક અહીં ઉપર મૂક્યો છે. આશા છે આપ સૌને એ ગમશે. આવા બીજા કોઈ અંગ્રેજી ગીતના ભાવાનુવાદ આપને જોઈતા હોય તો કહેજો….મારી ડાયરી માંથી મળી જ આવશે…

– જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “હું જે કાઈ પણ કરૂં છું એ તારા માટે – બ્રાયન એડમ્સ