[slideshow id=2305843009230009407&w=426&h=320]
ઉપદેશ આપવો બહુ સહેલી વાત છે….પણ કોઈ પણ સારી વાત ને કોઈકના ગળે ઉતારવી એ ખૂબ અઘરી વાત છે……આજે થોડીક કામની વાતો….કદાચ ઉપદેશ લાગે તો ક્ષમા કરશો પણ આ સત્ય સનાતન છે…..આપણા વેદો અને ઉપનિષદો પણ આ જ કહે છે….અને આ સઘળા વિશ્વનો સાર છે.
– જીગ્નેશ અધ્યારૂ
મહાવીર સ્વામી પાસે એક વખત એક માતા તેનાં પુત્રને લઇ આવી અને કહ્યું, કે ભગવાન મારો દીકરો ગોળ બહુ ખાય છે, એને જરા સમજાવો, ઉપદેશ આપો. મહાવીર સ્વામીએ કહ્યું કે કાલે આ સમયે ફરી આવજો. બીજા દિવસે, તેમણે તે છોકરાને સમજાવ્યો, બેટા, વધુ ગોળ નહી ખાવાનો, શરીરને નુકશાન પહોંચે વગેરે. માતાએ આશ્ચર્ય પામી કહ્યું, ભગવાન આ તો તમે ગઇકાલે પણ કહી શક્યા હોત.
ભગવાને જવાબ આપ્યો કે જ્યાં સુધી હું જે વસ્તુનું પાલન ન કરતો હોય ત્યાં સુધી તેનો ઉપદેશ ન આપી શકું.
સમજી લેશો 😉
સુન્દર વાત અને એથી વધારે સુન્દર રજૂઆત……અભિનન્દન…
ખૂબ સુંદર વિચારો. તમારી રજુઆત પણ એટલી જ ધ્યાનાકર્ષક છે.
જીવનપયોગી વિચારો.. પણ દાદાએ કહ્યું એમ આપણે જીવનમાં ઉતારીએ તો જ કામનાં નહીંતો પોથીમાંના ઉપદેશો..
આપણા વેદો અને ઉપનિષદો પણ આ જ કહે છે….અને આ સઘળા વિશ્વનો સાર છે.
—————-
માટે જ … આપણે શેઠની શીખામણ ઝાંપા સુધી માની કશું જીવનમાં ઉતાર્યું નહીં.
સરસ… આ જોઇને ગુજરાતી દૂરદર્શન પર આવી જ રીતે આવતાં સુવિચારો યાદ આવી ગયાં… અને આને ઉપદેશ તરીકે અમે નહિ લઇએ પણ કામની વાત તરીકે જ ગણીશું… ગ્રેટ જોબ!!!