Daily Archives: June 23, 2008


ઈજીપ્ત અને મમીકરણ 6

ઈજીપ્ત અને મમીકરણ પુરાતનકાળના ઈજીપ્તવાસીઓ ઘણા બધા ભગવાન માં માનતા હતા. તેઓ માનતા કે તેમના રાજા “ફારોહ” પણ ભગવાન છે. (ઈજીપ્તમાં રાજા ને ફારોહ કહેવાતા) તેઓ માનતા કે રાજા “ફારોહ” મરી જાય પછી પણ તેમની સહાયતા કરે છે. આ કારણ થી ફારોહ મરી જાય પછી પણ તેના મૃત્યુ પછીના સુંદર જીવન માટે તેઓ કામના કરતા, અને આ મૃત્યુ પછીના સુખી જીવન માટે તેના શરીર ને જાળવવાની પ્રથા શરૂ થઈ. ઈજીપ્તવાસીઓ માનતા કે ફારોહ ની આત્મા માટે તેના શરીર ને ઓળખવુ જરૂરી છે. તેથી તેના શરીરને તેઓ જાળવતા, આ પ્રક્રિયાને લીધે તેઓ એ મમીઝ બનાવવાનું શરૂ કર્યુ. ફારોહ ના મૃત્યુ સાથે જ મુખ્ય પાદરી તેના શરીર પર પોતાના માણસો સાથે કામ શરૂ કરતો. તેઓ શરીરના કેટલાક અંગો કાઢી લેતા પણ હ્રદય ને શરીર માં જ રાખતા. આ કાઢેલા અંગોને તેઓ ખાસ બરણીઓમાં રાખતા. પછી તેઓ આ બરણીઓને ફારોહ ના શરીર સાથે શરીર રાખવા માટે ની બનાવેલી ખાસ જગ્યા માં શરીરની આસપાસ મૂકતા. પછી તેઓ “બ્રેઈન” કાઢી ને ફેંકી દેતા. તેઓ માનતા કે મગજ નકામુ છે. શરીરની ચામડી પર તેઓ એક ખાસ પ્રકારનું મીઠું ઘસતા, જેથી શરીર ઝડપથી સુકાઈ જાય. આ ક્રિયા ચાલીસ દિવસ ચાલતી, પછી તેઓ શરીરમાં કપડા અને રેતી ભરી દેતા. શરીરને તેઓ તેલ અને અત્તરથી ઘસતા પછી તે શરીરને ખૂબ મીણ લગાડીને તૈયાર કરતા. મીંણ માટે નો અરેબિક શબ્દ છે મમ એટલે આ રીતે તૈયાર થયેલા શરીરને મમી કહેવાની પ્રથા પડી. આ રીતે તૈયાર થયેલા શરીરને તેઓ ખૂબ કપડામાં લપેટતા. આ કપડાને એક બીજા સાથે ચોંટાડવા માટે પણ તેઓ મીણ વાપરતા. આમ સીતેર દિવસે મમી તૈયાર થઈ જાય પછી મૂત ફારોહ […]