Daily Archives: June 25, 2008


વિલિયમ્સ બહેનો અને ટેનીસ

વિલિયમ્સ બહેનો કેમ ટેનીસ માં સફળ છે? ટેનીસ મારી ફેવરીટ ગેમ છે, ક્રિકેટ અને બાસ્કેટ બોલ ને બાદ કરતા ટેનીસ જોવુ જોવુ ખૂબ ગમે છે. માર્ટીના હિંગિસ, સ્ટેફી ગ્રાફ અને નવરાતીલોવા મારી ફેવરીટ પ્લેયર હતી. પણ ટેનીસ જગતમાં સામ્રાજ્ય તો વિલિયમ્સ બહેનો, સેરેના અને વીનસ વિલિયમ્સનું જ ચાલે છે. એક એક્સપર્ટે કહ્યુ હતુ કે આ બંને બહેનો તેમના સમયની બીજી કોઈ પણ ખેલાડી કરતા મજબૂત, ઝડપી અને ચપળ છે. પણ આ બધા પાછળ સૌથી મોટો હાથ તેમના પિતા નો છે જેના વગર આ બધું શક્ય ન હોત. રિચર્ડ અને ઓરાસીન વિલિયમ્સ પરણ્યા ત્યારે રિચર્ડે તેની પત્ની ને કહ્યું કે તેને પાંચ પુત્રી જોઈએ છે. તેણે ૧૯૭૮માં એક ખેલાડીને ટેનીસ માં ૨૦,૦૦૦ ડોલર જીતતા જોઈ અને તેણે નક્કી કર્યુ કે તેની પુત્રીઓ ટેનીસ ખેલાડી બનશે. પણ તેની ત્રણ પુત્રીઓ આમાં જરાય રસ ન લેતી. ૧૯૮૦માં જન્મ થયો વીનસ નો અને ૧૯૮૧ માં સેરેના નો, હવે તેમને પાંચ પુત્રીઓ હતી અને ટેનીસ રમાડવા માટે બે ઓપ્શન્સ. રીચાર્ડ વિલિયમ્સ પૈસાદાર માણસ ન હતો. તેને તેની શાળા માં થી સોળ વર્ષેની વયે નીકળી જવુ પડ્યુ હતુ. તેની પત્ની સાથે તેણે કોમ્પટન, કેલીફોર્નીયા માં રહેવાનું શરૂ કર્યુ. આ વિસ્તાર પરિવાર સાથે રહેવા માટે જરાય લાયક ન હતો આ એક જોખમી પગલુ હતું, પણ ટેનીસ કોર્ટ ખરેખર આવા વિસ્તારોમાં જ હતા. રિચાર્ડ પોતે પહેલા ટેનીસ રમતા શીખ્યો, અને પછી તેની પુત્રીઓ જ્યારે ચાર વર્ષની થઈ ત્યારે તેમને પણ ટેનીસ રમાડવાનું શરૂ કર્યુ. બંને છોકરીઓ ટેનીસ રમવામાં સારી હતી, વીનસ ન્યુયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર દસ વર્ષની ઉંમરે આવી. તે સાઉથ કેલીફોર્નિયામાં બાર વર્ષની નીચેના ખેલાડીઓમાં નંબર એક ખેલાડી બની ગઈ […]