Daily Archives: June 19, 2008


સોળ વરસની છોરી – પ્રિયકાન્ત મણિયાર

એ સોળ વરસની છોરી સરવરિયેથી જલને ભરતી, તોયે એની મટકી રહેતી કોરી   ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરૂં એ તો અંજન આંજે મઘમઘ મહેક્યાં ડોલરના કંઈ ફૂલ સરીખા ગાલે ખંજન રાજે જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી   મહીં વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર ગોરા ગોરા ચરણે એનાં ઘુઘરીયાળા રૂપનાં નુપુર કંઠ સુહાગે સાગરનાં મધુ મોતી રમતા બાંધ્યા રેશમદોરી   એના પગલે પગલે પ્રગટે ઘરતી ઘૂળમાં કંકુની શી રેલ એના શ્વાસે શ્વાસે ફૂટે ઘૂમરાતા આ વાયરામાં વેલ એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી એ સોળ વરસની છોરી  – પ્રિયકાન્ત મણિયાર