સાહિત્યકાર મુજબ સંગ્રહ... : અદમ ટંકારવી


મારા મનપસંદ શે’ર – સંકલિત 12

આજે પ્રસ્તુત છે કેટલાક ગમતીલાં સંકલિત શે’ર. આ પંક્તિઓ ફક્ત શબ્દોનો માળો નથી, એમાં તો અર્થના પંખીઓ અંતરનાદનો ચહેકાટ રેલાવે છે. એક એક પંક્તિ મનની વાત કહે છે, હ્રદયને સ્પર્શે છે. આશા છે આપને આ સંકલન ગમશે.


વહાલ વાવી જોઈએ - ગૌરાંગ ઠાકર

વહાલની વાવણી…. “મા ફલેષુ કદાચન” – જીજ્ઞેશ અધ્યારૂ 3

સૂરત શહેરની ગુજરાતી ગઝલના સમૃદ્ધ વારસાની મીરાંત જોતાં તેને ગુજરાતી ગઝલનું મક્કા હોવાનું જે ઉપનામ મળ્યું છે, તે સમયની સાથે વધુ ને વધુ સાર્થક થઈ રહ્યું છે. ગઝલકારોની અનેક પેઢીઓ જોઈ ચૂકેલા આ શહેરના અગ્રણી ગઝલકારોની પંગતમાં બેસે તેવું એક જાણીતું નામ એટલે શ્રી ગૌરાંગ ઠાકર. ગઝલના ચાહકોને તેમનો પરિચય આપવાની જરૂરત ન પડે એવી કાબિલેદાદ છબી તેમણે તેમના પ્રથમ ગઝલસંગ્રહ “મારા હિસ્સાનો સૂરજ (મે ૨૦૦૬)” વડે ઉભી કરી છે. તેમની રચનાઓમાં પરંપરાનું અનુસરણ જોવા મળે છે, તો પ્રયોગશીલતા તેમની ગઝલોની જીવંતતા છે. ભાવ ઉર્મિઓની અનેરી અભિવ્યક્તિ તેમની હથોટી છે, તો અધ્યાત્મિકતાનો રંગ પણ તેમાં ભળેલો જોવા મળે છે. તેમની રચનાઓમાં વિષયોની જેટલી વિવિધતા અને વિપુલતા છે, એટલી જ સમૃદ્ધિ અને નાવિન્ય પણ છે. તેમનો બીજો ગઝલસંગ્રહ “વહાલ વાવી જોઈએ” મે ૨૦૧૦માં પ્રકાશિત થયો છે. લાગણીના ખેતરમાં કવિએ જે વહાલ વાવ્યું છે તેનો આસ્વાદ લઈએ.


આપણું હોવુ હેંગઓવર જેવુ – અદમ ટંકારવી

આપણું હોવુ હેંગઓવર જેવુ શ્વાસનું ચાલવુ ચેટર જેવું, આપણું હોવુ હેંગઓવર જેવુ. આ ખીજાવું ને રીઝાવુ તારૂં, લાગે ઈંગ્લેન્ડના વેધર જેવુ. એક એક પળ અહીં સ્કેરી છે, વિશ્વ આખું છે હોરર જેવું. પેન્સિલ માર્ક જેવું સ્મિત મારૂં, રૂસણું તારૂં ઈરેઝર જેવું. કોઈનું કોન્સોલેશન છે અદમ, ક્રોકોડાઈલના ટીયર જેવું. – અદમ ટંકારવી   આધુનિક ગુજરાતી ગઝલ તબક્કાના આરંભે અદમે(૧૯૬૦) માં એક સિન્થેટિક ગઝલ લખી જેનો મત્લા છે યાદોના પરફ્યુમ્સ ઉડે છે, ડનલોપી સપનાં આવે છે. ગુજરાતી ગઝલમાં અંગ્રેજી મિશ્રિત ભાષાના પ્રયોગ નો ધ્યાન ખેંચનારો આ નમૂનો, પ્રયોગમાં સમતોલપણું સાચવીને ગઝલકર્મ કરનાર અદમને ગઝલસાધના બરાબર ફળી, કદીક સાવ સરળ ભાષા કર્મથી તો કદીક પ્રયોગની ફૂંકથી તેઓ ભાવકના ચિત્તને વિચારવા માટે વિહ્વળ કરી મૂકે છે. વસ દુનિયાની વચ્ચોવચ, ને દુનિયાથી છેડો ફાડ તો એક શે’રમાં અખાની જેમ સીધું નિશાન તાકતા કહે છે, કેમ કે તું નથી તારી મિલ્કત, દોસ્ત તારામાં ગોલમાલ ના કર ગોલમાલ, દરજીવેડા, વાસફુસી, તાણીતૂસી, હક્કોબક્કો જેવા અનેક વ્યવહારૂ તથા તળપદા શબ્દપ્રયોગ ગઝલમાં આ રીતે પ્રયોજીને અદમે ગજબનું ભાષાકર્મ પાર પાડ્યું છે. ભૌતિક સુખ સંપતિ પાછળ આંધળી દોટ દેનારો આજનો માનવી શ્વાસોશ્વાસ પણ કઈ રીતે લઈ રહ્યો છે? જાણે ખુદ પોતાની હયાતિ ઢાંકી રહ્યો હોય. એવી હાલતને લઈને એને અન્યથી સહેજમાં વાંકુ પડી જાય છે. કવિ એ પરિસ્થિતિને ક્ષણે ક્ષણે પલટાતા ઈંગ્લેન્ડના વેધર સાથે સરખાવી છે. એવા માણસો થી ખીચોખીચ ભરેલુ આ વિશ્વ બારૂદના ઢગલા પર બેઠું છે, ગ્લોબલ વિલેજના હરખથી ફાટફાટ થતા માનવીએ પોતાને કેવી દયનિય પરિસ્થિતિમાં મૂકી દીધો છે તેનો અહેસાસ કરાવે છે. એક એક પળ અહીં સ્કેરી છે, વિશ્વ આખું છે હોરર જેવું લાભ શુભના પલ્લા પર નજર રાખીને ઈંચ દોકડામાં […]