ઈજીપ્ત અને મમીકરણ 6


ઈજીપ્ત અને મમીકરણ

The Mummy at a Museum

પુરાતનકાળના ઈજીપ્તવાસીઓ ઘણા બધા ભગવાન માં માનતા હતા. તેઓ માનતા કે તેમના રાજા “ફારોહ” પણ ભગવાન છે. (ઈજીપ્તમાં રાજા ને ફારોહ કહેવાતા) તેઓ માનતા કે રાજા “ફારોહ” મરી જાય પછી પણ તેમની સહાયતા કરે છે. આ કારણ થી ફારોહ મરી જાય પછી પણ તેના મૃત્યુ પછીના સુંદર જીવન માટે તેઓ કામના કરતા, અને આ મૃત્યુ પછીના સુખી જીવન માટે તેના શરીર ને જાળવવાની પ્રથા શરૂ થઈ. ઈજીપ્તવાસીઓ માનતા કે ફારોહ ની આત્મા માટે તેના શરીર ને ઓળખવુ જરૂરી છે. તેથી તેના શરીરને તેઓ જાળવતા, આ પ્રક્રિયાને લીધે તેઓ એ મમીઝ બનાવવાનું શરૂ કર્યુ.

How they made mummies? A mummy photo from British Museum

ફારોહ ના મૃત્યુ સાથે જ મુખ્ય પાદરી તેના શરીર પર પોતાના માણસો સાથે કામ શરૂ કરતો. તેઓ શરીરના કેટલાક અંગો કાઢી લેતા પણ હ્રદય ને શરીર માં જ રાખતા. આ કાઢેલા અંગોને તેઓ ખાસ બરણીઓમાં રાખતા. પછી તેઓ આ બરણીઓને ફારોહ ના શરીર સાથે શરીર રાખવા માટે ની બનાવેલી ખાસ જગ્યા માં શરીરની આસપાસ મૂકતા. પછી તેઓ “બ્રેઈન” કાઢી ને ફેંકી દેતા. તેઓ માનતા કે મગજ નકામુ છે. શરીરની ચામડી પર તેઓ એક ખાસ પ્રકારનું મીઠું ઘસતા, જેથી શરીર ઝડપથી સુકાઈ જાય. આ ક્રિયા ચાલીસ દિવસ ચાલતી, પછી તેઓ શરીરમાં કપડા અને રેતી ભરી દેતા. શરીરને તેઓ તેલ અને અત્તરથી ઘસતા પછી તે શરીરને ખૂબ મીણ લગાડીને તૈયાર કરતા. મીંણ માટે નો અરેબિક શબ્દ છે મમ એટલે આ રીતે તૈયાર થયેલા શરીરને મમી કહેવાની પ્રથા પડી.

આ રીતે તૈયાર થયેલા શરીરને તેઓ ખૂબ કપડામાં લપેટતા. આ કપડાને એક બીજા સાથે ચોંટાડવા માટે પણ તેઓ મીણ વાપરતા. આમ સીતેર દિવસે મમી તૈયાર થઈ જાય પછી મૂત ફારોહ નો ચહેરો તે મમી પર દોરતા જેથી રાજા ની આત્મા પોતાના શરીર ને ઓળખી શકે. પછી મમી ને બે થી ત્રણ કોફીન માં મૂક્તા અને અંતે તેને કબર માં એટલે કે “પિરામિડ” માં મૂકવામાં આવતુ.

ફારોહ પોતાના જીવનકાળ દરમ્યાન જ પોતાનો પિરામિડ બનાવી લેતો, આ બનાવવામાં ખૂબ સમય, મહેનત અને પૈસા લાગતા. આ પિરામિડ નો ઊપર નો ભાગ અણીદાર રહેતો, પિરામિડનો વિસ્તાર ઉપર તરફ ઘટતો જતો અને બહારથી તે પગથીયા જેવા લાગતા, કારણ કે એમ માનવામાં આવતુ કે આવી રચના થી ફારોહ ની આત્મા ને ઉપર ભગવાન સુધી પહોંચવુ સહેલુ પડે. દરેક ફારોહ પોતાની આગળના ફારોહ થી મહાન થવા માંગતો હતો તેથી પિરામિડ પણ મોટા ને મોટા થતા ગયા. સિત્તેર થી વધારે ફારોહ પોતાના માટે પિરામિડ બનાવી ગયા. ગિઝા નો પિરામિડ પથ્થર ના બાંધકામ માં વિશ્વમાં અત્યાર સુધી સહુ થી મોટુ બાંધકામ છે. પિરામિડમાં મૃત્યુ પછીના જીવનમાટે જરુરી બધી વસ્તુ રહેતી, જેમ કે દાગીના, કપડા અને ખોરાક. ઘણા ફારોહ તો તેમની રાણીઓ અને સેનાપતિઓ ને પણ પોતાની સાથે મમી કરવાનો આદેશ આપી ગયા હતા, જેથી તેઓ મૂત્યુ પછી ના જીવનમાં તેને મદદરૂપ થઈ શકે. આ બધુ એક વાર પિરામિડમાં આવી જાય પછી પવિત્ર આત્મા ને અલગ રાખવા તેઓ પિરામિડ બંધ કરી દેતા. તેઓ માનતા કે આ પિરામિડ પ્રભુ નું ઘર છે તેથી જો કોઈ તેમાં દાખલ થાય તો ભયંકર બનાવો બને. કદાચ અંદર જનારો મૃત્યુ પણ પામે. પણ આ બધી વાતો લોકોને અંદર જતા રોકી શકી નહી. પિરામિડના બાંધકામ વખતે કેટલાક મજૂરો એ તેમાં ગુપ્ત ટનલ્સ બનાવી રાખી. પિરામિડ બંધ થયા પછી તેઓ અંદર જતા અને ચોરી કરી બધુ લઈ આવતા. કેટલાક કોફીન ને પછી આ કારણ થી ખાસ પ્રકારના દરવાજા રાખવામાં આવતા જે ખુલી ના શકે.

આજે ઈજીપ્ત માં લાખો પ્રવાસીઓ દર વર્ષે આ પિરામિડો જોવા આવે છે. અને ફારોહની આત્મા છે કે નહીં તે તો ખબર નથી પણ પિરામિડ બનાવીને તેઓ અમર થઈ ગયા છે. થોડાક જ વખત પહેલા સૌથી ચર્ચાસ્પદ તુતેન્ખામેન ના મમી પર શંશોધન જોવા મળ્યુ હતુ. તેના પિરામિડને ચોર ખોલી શક્યા નહીં તેથી તેમાં થી ઘણી ઐતિહાસિક વસ્તુઓ મળી આવી……તેના વિષે ફરી ક્યારેક.

The british museum link on mummification.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ઈજીપ્ત અને મમીકરણ