એક દી સર્જકને આવ્યો, કૈ અજબ જેવો વિચાર
દંગ થઈ જાયે જગત એવું કરૂં સર્જન ધરાર
ફૂલની લીધી સુંવાળપ, શૂળ થી લીધી ખટક
ઓસથી ભીનાશ લીધી, બાગ થી લીધી મહક
મેરૂ એ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી
વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી
બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મઝધારથી
મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી
પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફડફડાટ
કાગથી ચાતુર્ય લીધું, કાબરો થી કલબલાટ
ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ
નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ
પંચભૂતો મેળવી, એ સર્વેનું મંથન કર્યું,
એક એક ‘દી સર્જકે નારી નું સર્જન કર્યું
દેવ દુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી
– શૂન્ય પાલનપુરી
(આ નઝમ મનહરભાઈ ઉધાસના ‘અનુરાગ’ આલ્બમમાંથી મળી રહેશે)
વાહ્………..આ સુન્દર કલ્પના એ, આજ નારી ને વધુ સુન્દર કરી……
Excellent !
“Shunya Palanpuri” ni kalam na kamaal to ghanaa j sunder ane laajawab chhe ane te to hoi j karanke rachana “Shunya” ni chhe.
Poornat pooranyasya udachayate.
“Shunya” jevi pooranata to koik maa j hoi
aavi sunder rachana blog ma mukava mate shri adhyaru ji tamane ghana dhanyavaad
Almost to the same meaning some one sent me a pps entitled “The woman”
which I donot know how to send to this blog as there is no provision for attachment here which is the only way I know how to send the pps.
In case if anyone can suggest a way then I willbe happy to share pps
Mast !!!
વાહ. સરસ ગઝલ.
Nice Gazal, My All Time Favourait….
nice one
laajawab