સોળ વરસની છોરી – પ્રિયકાન્ત મણિયાર


http://adhyaru.wordpress.com

એ સોળ વરસની છોરી

સરવરિયેથી જલને ભરતી, તોયે એની મટકી રહેતી કોરી

 

ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરૂં એ તો અંજન આંજે

મઘમઘ મહેક્યાં ડોલરના કંઈ ફૂલ સરીખા ગાલે ખંજન રાજે

જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી

 

મહીં વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર

ગોરા ગોરા ચરણે એનાં ઘુઘરીયાળા રૂપનાં નુપુર

કંઠ સુહાગે સાગરનાં મધુ મોતી રમતા બાંધ્યા રેશમદોરી

 

એના પગલે પગલે પ્રગટે ઘરતી ઘૂળમાં કંકુની શી રેલ

એના શ્વાસે શ્વાસે ફૂટે ઘૂમરાતા આ વાયરામાં વેલ

એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી

એ સોળ વરસની છોરી

 – પ્રિયકાન્ત મણિયાર


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

0 thoughts on “સોળ વરસની છોરી – પ્રિયકાન્ત મણિયાર

  • nilamdoshi

    સરસ ગીત. તમારું ભલે કાચુ હોય પણ કવિનુ છોકરીને ઓળખવાનું જરાયે કાચુ નથી હોં…..

  • જીગ્નૅશ અધ્યારુ

    કાર્તિક ભાઈ….તમારી વાત સાચી છે….છોકરી સોળ વરસની નથી…..તમને યાર છોકરીઓની ઉંમર પારખતા અદલ આવડે છે….મારૂ જરીક એમાં કાચું છે……ઉંમર પારખવામાં હું થાપ ખાઈ જાઉં છું……અને આમ પણ મારા મતે સુંદરતા કાયમ સોળ વર્ષથી આગળ વધતી જ નથી….

    😉