જીંદગી જીવી જાણો
લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રડો છો? સાથી તો અમેય ખોયા છે
આપ કહો છો આમને શું દુઃખ છે! આ તો સદા હસે છે
અરે આપ શું જાણો આ સ્મિતમાં કેટલા દુઃખ વસે છે
મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો?
અરે ચાલવા મળ્યો રસ્તો તમને એટલા તો સુખી છો
આપને છે ફરીયાદ કે કોઈને તમારા વિશે સૂઝ્યુ નહીં
અરે અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પૂછ્યું નથી
જે નથી થયુ એનો અફસોસ શાને કરો છો
આ જીંદગી જીવવા માટે છે આમ રોજ રોજ શાને મરો છો?
આ દુનિયામાં સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી
બસ એટલું જ કહેવુ છે કે જીંદગી ની દરેક ક્ષણ દિલથી માણો
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો
– અજ્ઞાત
જીંદગી ખાલી ત્રણ કલાકની છે ……..
અને કે કલાકમાં આપને જીવવું તે આપણને ખબર હોવી જોઈએ
તટસ્થ
જે પોતાની જાતને ભૂંસી નાખી,છેકી શકે તે જ તટસ્થ,
જે પોતાનો અહં ઓગાળી નહીં વત કરી શકે તે તટસ્થ,
ભીતરના ખાલીપણાનું શૂન્ય વિસ્તારી શકે, તે તટસ્થ,
જે કંઈ ન કર્યા વિના રહી શકે બુદ્ધનું સૌમ્ય સ્મિત ધારે,-બાહ્યનું જેને ક્યારેય કંઈ સ્પર્શે નહીં તે ખરેખર, તટસ્થ!
જે છે તેમાં જ ખુશ,મસ્તી માણે આ હર ક્ષણમાં તે તટસ્થ -તમારેી વાત ગમેી એટલે…”આ”. ——લા’કાન્ત્
સબરસ પર આ રચના રતિલાલ જોગિઆના નામે રજુ થઈ છે.
nice one
heart touching …..
dear Jignesh L Adhyaru
I LIKE YR POEM VERY MUCH
I INSPIRED FROM YR POEM
આ દુનિયામાં સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી
nice…raina dana mate farati streenee vaat yaada aavi gai…
“નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો” એમાં બધું આવી ગયું… પણ આટલું સાદું સત્ય જો સમજાય તો ને?
good one
મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો?
અરે ચાલવા મળ્યો રસ્તો તમને એટલા તો સુખી છો
nice one
દુઃખ પણ હકારાત્મક છે.
મને ગમી. સુંદર કાવ્ય. કદાચ પૉસીટીવ ઍટીટ્યુટ.