સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : બાળ સાહિત્ય


મુન્ની મારી બે’ન – અલ્પ ત્રિવેદી 3

શ્રી અલ્પ ત્રિવેદી મહુવા (ભાવનગર) ની એક આગવી રચનાત્મક પ્રતિભા છે. જાન્યુઆરી 1977માં તેમની નવલકથા “છેલ્લું પગથીયું પ્રેમનું” પ્રસિધ્ધ થઇ હતી. તેમનો કવિતા સંગ્રહ “પછી” પ્રસિધ્ધિના પંથે છે. આ સર્જન ઉપરાંત તેમણે ખૂબ સરસ એવા બાળગીતો પણ ઘણાં રચ્યા છે. બાળકોની ભાષામાં સરળ સહજ રીતે તેમની વાતો અને ભાવનાઓની અભિવ્યક્તિ એ કુશળ કલાકારનું જ કામ છે. તેમણે રચેલા બાળગીતોના સંગ્રહમાંથી આજે એક સરસ મજાનું બાળગીત અહીં મૂક્યું છે.


એક દિ મમ્મી નાની થઇ ગઇ – ડો. આઇ. કે. વીજળીવાળા 18

ડો. આઇ કે વીજળીવાળાની આ ખૂબ સુંદર કલ્પના એક નાનકડી બાળકીના મનની કલ્પના છે. જો હું મમ્મી હોઉં અને મારી મમ્મી મારી જેટલી નાની અને મારી દીકરી હોય તો તેને હું કઇ રીતે રાખું એવી સુંદર કલ્પનાને સરસ બાળકાવ્યમાં મઢીને તેમણે ખરેખર મોટી કમાલ કરી છે. સાંભળો આ બાળકી શું કહે છે….


ચાલોને રમીએ હોડી હોડી – પિનાકીન ત્રિવેદી 5

ચાલોને રમીએ હોડી હોડી એ શ્રી પિનાકીનભાઇ ત્રિવેદીએ રચેલું સદાબહાર બાળગીત છે. ગુજરાતી માધ્યમમાં ભણતા કદાચ જ કોઇ એવા બાળકો હશે જેમને આ ગીતે નહીં આકર્ષ્યા હોય. બાળપણ વીતી જવા છતાં હોડી બનાવતા નાના બાળકોને જોઇને આ ગીત અચૂક યાદ આવેજ.


દાદાજીનો ડંગોરો – ત્રિભુવન વ્યાસ 13

દાદાનો ડંગોરો લીઘો, એનો તો’મેં ઘોડો કીઘો. ઘોડો કૂદે ઝમઝમ, ઘૂઘરી વાગે ઘમઘમ, ઘરતી ઘ્રુજે ઘમ ઘમ, ઘમઘમ ઘરતી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય, કૂદતાં કૂદતાં આવે કોટ, કોટ કૂદીને મૂકે દોટ. સહુના મનને મોહી રહ્યો, એક ઝવેરી જોઇ રહ્યો. ઝવેરીએ તો હીરો દીઘો, હીરો મેં રાજાને દીઘો. રાજાએ ઉતાર્યો તાજ, આપ્યું મને આખું રાજ. રાજ મેં રૈયતને દીઘું, મોજ કરી ખાઘું પીઘું. – ત્રિભુવન વ્યાસ


ખાબોચીયામાં રમો, ખુશાલભાઈ – શ્રી મકરંદભાઈ દવે 3

ખાબોચિયામાં રમો, ખુશાલભાઈ, ખાબોચીયામાં રમો પેટ ફુલાવી, પહોળા થઈને, જીવ જંતુડા જમો, ખુશાલભાઈ, ખાબોચીયામાં રમો   સૌથી મોટું ખાબોચીયું, તમ મોટો દોરદમામ, એમાંયે આ એક તમારું શું મોટુંમસ કામ ! સૌથી મોટા તમો, ખુશાલભાઈ, ખાબોચીયામાં રમો   રૈયત તો છે રાંક, બિચારી બિલ્લી, બકરું ઘેટું, કોઈ ભલે માથું કાઢે શું કરશે મારું બેટું? દાંત ભીંસીને દમો, ખુશાલભાઈ, ખાબોચીયામાં રમો   ધમધખતો જો ધોમ ધખે તો સૂરજને શું કે’વું? તમ દરિયાનો દાટ વળે તો બોલો ક્યાં જઈ રે’વુ? ટીપું જળ માટે ટળવળતા, નીચા થઈને નમો, ખુશાલભાઈ, ખાબોચીયામાં રમો  – શ્રી મકરંદભાઈ દવે એક જ રચનાના અનેકવિધ અર્થો કાઢી શકાય એવી શ્રી મકરંદભાઈની રચનાઓમાં આ એક રચના મારા હ્રદયની ખૂબ નજીક છે. તેની મારી સમજ આ પ્રમાણે થઈ છે. પ્રાથમીક રીતે એક દેડકાના ખાબોચીયામય જીવન વિશે, તેની સંપતિ અને તેના મનોભાવો વિશે લખાયેલી આ કવિતા તેના ગૂઢ અર્થમાં જીવનનું એક અદમ્ય રહસ્ય સમજાવે છે. ખુશાલભાઈ ના નામે, તેમના ઉદાહરણ દ્વારા શ્રી મકરંદભાઈ આપણને જીવનની એક કડવી વાસ્તવિકતા બતાવે છે. આપણે બધાં, પોતપોતાના ખાબોચીયામાં, આપણા ‘હું’ પણામાં જીવીએ છીએ. આપણું ખાબોચીયુંજ સૌથી મોટું અને આપણો દોરદમામ, આપણી નાની વાત પણ જાણે ખૂબ મહત્વની હોય તેમ આપણે સાહજીક રીતે માની લઈએ છીએ. પણ એક દરીયો થોડેક જ દૂર વસે છે, એક અફાટ સાગર કે જે આપણા નાના ‘હું’ પણાથી ખૂબ ઉંચે, ખૂબ મોટો છે તેને આપણે સમજવા માંગતા નથી. જીવનના રસ્તે થોડેક જ આગળ મુક્તિ છે પણ આપણે રસ્તાને જ મંઝિલ માની લઈએ છીએ, કોઈ આપણી વિરુધ્ધ કાંઈ પણ કહે, અરે આપણો કોઈ વાંક કે ભૂલ પણ બતાવે તો આપણે જાણે સો ટકા સાચા જ […]


પૂછું એક વાત (બાળગીત)- રાજુ કાનાણી 3

પૂછું એક વાત ? ચાંદામામા, તમને પૂછું એક વાત ? અમાસે ક્યાં ગયા’તા આખી રાત ? સૂરજ દાદા, તમને પૂછું એક વાત ? રહો છો ક્યાં તમે આખીયે રાત ? દાદાજી, તમને પૂછું એક વાત ? થાય કેવી રીતે આ દિવસ અને રાત ? દાદીમાં, તમને પૂછું એક વાત ? ચમકે તારલિયા કેમ આખી રાત ? પપ્પાજી તમને પૂછું એક વાત ? તમરા શીદ બોલતાં આખી રાત ? મમ્મીજી, તમને પૂછું એક વાત ? સપનામાં કેમ આવે તારી જ વાત ? – રાજુ કાનાણી { “બાળકો આવો ગીતો ગાઓ” માંથી સાભાર }


તું અહીંયા રમવા આવ – ત્રિભુવન વ્યાસ 4

તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી, તું દોડ તને દઉં દાવ મજાની ખિસકોલી. તું કેવી હ્સે ને રમે મજાની ખિસકોલી, તારા કૂદકા તો બહુ ગમે મજાની ખિસકોલી. તું જ્યારે ખીલખીલ ગાય મજાની ખિસકોલી, તારી પૂંછડી ઉંચી થાય મજાની ખિસકોલી. તું ઝાડે ઝાડે ચડે મજાની ખિસકોલી, કહે કેવી મજા ત્યાં પડે મજાની ખિસકોલી. બહુ ચંચળ તારી જાત મજાની ખિસકોલી, તું ઉંદરભાઈની નાત મજાની ખિસકોલી. – ત્રિભુવન વ્યાસ


નમીએ તુજને વારંવાર – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ 4

પરોઢિયે પંખી જાગીને, ગાતાં મીઠાં તારા ગાન; પરોઢિયે મંદિર મસ્જીદમાં, ધરતાં લોકો તારું ધ્યાન. તું ધરતીમાં, તું છે નભમાં, સાગર મહીં વસે છે તું; ચાંદા સૂરજમાંયે તું છે, ફૂલો મહીં હસે છે તું. હરતાં ફરતાં કે નીંદરમાં; રાતે દિવસે સાંજ સવાર, તારો અમને સાથ સદાયે; તું છે સૌનો રક્ષણહાર, દેવ, બનાવી દુનિયા છે તેં, તારો છે સૌને આધાર; તું છે સૌનો, સૌ તારા છે, નમીએ તુજને વારંવાર !  – ઝીણાભાઈ દેસાઈ ‘ સ્નેહરશ્મિ’


પરી રાણી વાળુ હાલરડું 6

પરી રાણી તમે આવો ઉડ્તા ઉડ્તા દેશ તમારે અમને પણ લઇ જાઓ પરી રાણી તમે આવો પરીના દેશમા રંગબેરંગી ફુલોની ફુલવારી છે. પતંગિયા સૌ રંગબેરંગી રમતા સાતતાળી છે. એમની સાથે સાથે રમવા અમને પણ લઇ જાઓ પરી રાણી તમે આવો સોનેરી પંખીઓ ગાતાં દુધની નદીઓ વહેતી રે હંસ હંસીની ની જોડી માં મોતી ચારો ચણતી રે પંખીઓના ગીત સુણવા અમને પણ લઇ જાઓ પરી રાણી તમે આવો – અરર્વિંદ અમારી પુત્રી હાર્દી દોઢ વર્ષની છે, પણ તે છ મહીનાની હતી ત્યારથી તેના ફોઈને કહેતી કે પરી વાળુ ગીત ગાવ તો જ હાંલા કરું. અને આ ગીત સાંભળતાં વેંતજ તે પરીઓના દેશમાં પહોંચી જતી. આ ગીત અમારા ઘરમાં બધાંને ખૂબ પ્રિય છે.


બે બાળ જોડકણાં 11

1. એક હતી શકરી એણે પાળી બકરી શકરી ગઈ ફરવા બકરી ગઈ ચરવા ફરીને આવી શકરી ભાળી નહીં બકરી રડવા લાગી શકરી, એં એં એં, આવી પહોંચી બકરી બેં બેં બેં 2. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે દીવો મેં તો દીઠો મામો લાગે મીઠો મામી મારી ભોળી મીઠાઈ લાવે મોળી મોળી મીઠાઈ ભાવે નહીં રમકડાં કોઈ લાવે નહીં


ચોર અને રાજા – રાજસ્થાની બાળકથા

જૂના જમાનામાં કોઈ એક રાજ્યમાં એક ચોર હતો. તે ખૂબ ચતુર અને હોંશીયાર હતો. લોકો કહેતા કે તે કોઈની આંખોમાંથી આંજણ ચોરીને જતો રહે તોય ખબર ન પડવા દે. એકવાર તે ચોરે વિચાર્યું કે જો તે રાજધાનીમાં જઈને કોઈક મોટી ચોરી ન કરે તો રાજ્યના મોટા ચોરો વચ્ચે તેની ધાક નહીં જામે… આમ વિચારી તે રાજધાનીમાં પહોંચ્યો. આખાય નગરમાં આંટો માર્યા પછી તેણે રાજાને જ લૂંટવાનું નક્કી કર્યું. પણ મહેલની આસપાસ ખૂબ ચોકીપહેરો હતો. રાજાના મહેલ પર ખૂબ  મોટું ઘડીયાળ હતું. ચોરે થોડાક ખીલા ભેગા કર્યા અને એક અંધારા ખૂણાંમાં જતો લપાતો છુપાતો પહોંચ્યો. બાર વાગ્યાના ટકોરા પડ્યા કે ચોરે એક એક ટકોરા સાથે મહેલની દિવાલોમાં ખીલા ઠોકવા માંડ્યા, એક એક ટકોરા સાથે તેણે એક એક ખીલો ઠોક્યો અને બાર ખીલા નખાઈ રહ્યા ત્યાં તે ખીલાઓ પર ચડી મહેલમાં પહોંચી ગયો. તેણે ખજાનામાંથી ઘણા હીરા ચોરી લીધા. બીજે દિવસે જ્યારે રાજાને તેના મંત્રીઓએ આ ચોરીની ખબર આપી ત્યારે તે અચંભામાં પડી ગયો. આટલા ચોકી પહેરા છતાંય આવું કેમ થયું? રાજાએ સિપાહીઓની સંખ્યા બમણી કરી દીધી, થોડાક સૈનિકોને તેણે ખાસ આ ચોરને પકડવાનું કામ આપ્યું અને તેણે શહેરમાં ચોરને પકડાવનાર માટે ઈનામ જાહેર કર્યું. જ્યારે આ બધી વાતો દરબારમાં ચાલી રહી હતી ત્યારે ચોર ત્યાં એક નાગરીકના વેશમાં ઉભો હતો. તેણે બધી વાતો સાંભળી, જે સૈનિકોને આ ચોરને પકડવાનું કામ અપાયું હતું તે બધાયના ઘરે તે સાધુના વેશમાં ગયો અને તેમની પત્નિઓને સમજાવ્યું કે આજે રાત્રે તેમના પતિઓ જ્યારે ચોરને પકડવા જાય પછી કોઈ દરવાજા ન ખોલે, કોઈ આવે અને તેમના પતિના અવાજમાં દરવાજો ખોલવા કહે તો અગાશી કે છજ્જામાંથી સળગતા […]


પપ્પાનું વ્હાલ મમ્મીને 13

ક્યાંક વાંચ્યુ હતું કે બાળક છ મહીનાનું થાય એટલે તેને પોતાના માતા પિતાની સાથે લાગણીના તંતુથી જોડાઈ જાય છે. માતાની સાથે તો શારિરીક બંધન છૂટે તે પહેલા પણ લાગણી બંધન હોય જ છે, પણ પપ્પા સાથે તેને થોડો સમય લાગે છે. અને જ્યારે પપ્પા સાથે તે પૂર્ણપણે જોડાઈ જાય ત્યાં સુધી પપ્પા એવા સંજોગોમાં પહોચી જાય છે જ્યારથી તેનો બાળકને અપાતો સમય,  તેની ઓફીસ, ફાઈલ્સ, મીટીંગ્સ, સાઈટ અને ફોનકોલ્સ માંથી માથુ બહાર કાઢવાનો સમય કાંઈક અંશે ઘટતો જાય છે. બાળકની વધતી ઝંખનાઓ સામે તેને ક્યારેક પિતા તરફથી સમય મળે છે, ક્યારેક નહી. આવા સંજોગોમાં ઘણી વાર બાળક તેની માતા પાસેથી પિતાનો ‘એક્સ્ટ્રા’ પ્રેમ મેળવવાના પ્રયત્નો કરે છે, અને ક્યારેક પિતાની ‘બેધ્યાન અવગણના ભર્યા’ સંજોગોની ફરીયાદ પણ કરે છે. અને પપ્પાને મમ્મીમાં શોધવાનું કામ કરે છે. આ કવિતા આવીજ એક વાત ખૂબજ સરળ અને વહાલી ભાષામાં વ્યક્ત કરે છે. ***** મને પપ્પા ગમે ને વ્હાલ મમ્મીને કરૂં મને મમ્મી ગમે ને વ્હાલ પપ્પાને કરૂં, મમ્મી તો હસતી ને હસતી ફરે અને મારા પપ્પાનું કાંઈ રે કહેવાય નહીં કદી વાતો કરે ને કદી મૂંગા રહે, મળે છાપું તો ખોળો ખૂંદાય નહીં મમ્મીના વ્હાલમાં હું રોજ રે તરું; મને પપ્પા ગમે ને વ્હાલ મમ્મીને કરૂં મમ્મી તો મારી સાથે પત્તા રમે અને કૂકા રમે ને કૂદે દોરડાં વાંચતા ને લખતા કૈ પપ્પાજી હોય ત્યારે એમના બિહામણા ઓરડા દોડી દોડીને બકી મમ્મીને ભરું મને પપ્પા ગમે ને વ્હાલ મમ્મીને કરું !


બે મિત્રો – દોસ્તી અને ક્ષમા – બાળવાર્તા

એક ગામમાં બે મિત્રો રહેતા હતા- રામૂ અને શામૂ. તે ખૂબ જ પાકાં મિત્રો હતાં. જ્યાં જાય ત્યાં સાથે જ રહેતા. એક દિવસ બંને મળીને કશું કરવાનો વિચાર કર્યો. બંને ચાલતાં ચાલતાં ઘણાં દૂર નીકળી ગયા. અચાનક રસ્તામાં એક રણ આવી ગયુ. ચારે બાજુ રેતી જ રેતી હતી. ચાલતા-ચાલતાં તે બંને વાતો પણ કરી રહ્યા હતા. અચાનક જ બંને વચ્ચે કોઈ વાતે બોલચાલ થઈ ગઈ. અને રામૂએ ગુસ્સામાં શામૂને એક તમાચો મારી દીધો. શામૂએ લાફો ખાઈ તો લીધો પણ તેને મનમાં ઘણું દુ:ખ થયુ. તે રામૂને કશુ ના બોલ્યો. અને એક જગ્યાએ રોકાઈને તેણે રેતી પર લખ્યું – ‘ આજે મારા મિત્રએ મને ગાલ પર લાફો માર્યો.’ પછી બંને ચાલવા માંડ્યા, ત્યાં સુધી ચાલતાં રહ્યા જ્યાં સુધી તેમને પાણી ન દેખાયું, બંને રસ્તામાં એકબીજા સાથે કશું પણ બોલ્યા નહી અને પાણીમાં ઉતરીને નહાવા લાગ્યા. શ્યામૂ પાણીમાં ઉંડે ઉતરી ગયો હતો, અને થોડી વાર પછી ડૂબવા માંડ્યો. ‘બચાઓ બચાઓ’ ના અવાજથી રામૂનું ધ્યાન ખેંચાયું, તે તરત જ શ્યામૂને બચાવવા તેની તરફ કૂદી પડ્યો. શ્યામૂને વાળથી પકડીને ખેચ્યોં અને કિનારા પર લાવ્યો. તેના પેટમાંથી પાણી કાઢી અને મોઢાં વડે શ્વાસ પણ આપ્યો. શ્યામૂને થોડીવાર પછી હોશ આવી ગયો. તે ઉઠીને બેસી ગયો પછી તે એક મોટા પત્થર પાસે ગયો અને તેના પર એક પત્થર વડે લખ્યું ‘ આજે મારા પ્રિય રામૂએ મારો જીવ બચાવ્યો’. ત્યારે રામૂથી રહેવાયું નહી. તેને શ્યામૂને પૂછ્યું – જ્યારે મે તને લાફો માર્યો, ત્યારે તે રેતી ઉપર લખ્યું હતુ અને હવે જ્યારે મેં તારો જીવ બચાવ્યો ત્યારે તેં પત્થર પર લખ્યું આવું કેમ ? શ્યામૂએ જવાબ આપ્યો – […]


પહેલી પૂતળીની વાર્તા – સિંહાસન બત્રીસી 7

પહેલી પુતળી રત્નમંજરી રાજા વિક્રમ ના જન્મ તથા તેના સિંહાસન પ્રાપ્તિ ની કથા કહે છે. આર્યાવર્ત માં એક રાજ્ય હતુ, જેનું નામ હતુ અમ્બાવતી. ત્યાંના રાજા ગંધર્વસેને ચારેય વર્ણ ની સ્રિઓ સાથે ચાર વિવાહ કર્યા હતા. બ્રાહ્મણી ના પુત્ર નું નામ બ્રહ્મવીત,  ક્ષત્રાણી ના ત્રણ પુત્ર – શંખ, વિક્રમ તથા ભર્તૃહરિ, વૈશ્ય પત્ની નો ચન્દ્ર નામક પુત્ર તથા શૂદ્ર પત્ની ને ધન્વન્તરિ નામક પુત્ર થયા. બ્રહ્મવીત ને ગંધર્વસેને દીવાન બનાવ્યો, પણ તે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શક્યો નહીં અને રાજ્ય માંથી પલાયન કરી ગયો. થોડા સમય ભટક્યા પછી ધારાનગરી માં ઊઁચા હોદ્દા પર નિયુક્ત થયો. તથા એક દિવસ રાજા નો વધ કરીને પોતે રાજા બની ગયો.  ઘણા દિવસો બાદ તેણે ઉજ્જૈન જવાનો વિચાર કર્યો. પણ ઉજ્જૈન આવતા જ તેનું મૃત્યુ થઈ ગયુ. ક્ષત્રાણી ના મોટા પુત્ર શંખ ને શંકા થઈ કે તેના પિતા તેને નહીં ગણીને વિક્રમને પોતાનો ઉત્તરાધિકારી ઘોષિત કરી દેશે. તેથી એક દિવસ તેણે સૂતેલા પિતાની હત્યા કરી નાખી અને પોતાને રાજા જાહેર કરી દીધો. હત્યાના સમાચાર સર્વત્ર દાવાનળની જેમ ફેલાઈ ગયા અને તેના બધા ભાઈઓ જીવ બચાવીને ભાગ્યા. વિક્રમ સિવાય બીજા બધા ભાઈઓની માહિતિ શંખને મળી ગઈ અને તે બધાને તેણે મરાવી નાંખ્યા. અથાક પ્રયત્નોને અંતે તેને ખબર પડી કે વિક્રમ ઘનઘોર જંગલમાં એક તળાવના કિનારે નાનકડી ઝૂંપડી માં રહે છે અને કંદમૂળ ફળ ખાઈને ઘનઘોર તપસ્યા કરી રહ્યો છે. શંખ તેને મારવાની યોજના બનાવવા લાગ્યો અને તેણે પોતાના આ પ્રયાસમાં એક તાંત્રીકને પણ શામેલ કરી લીધો. યોજના મુજબ તાંત્રીક વિક્રમ પાસે જઈ ને તેને દેવી આરાધના માટે મનાવવાનો હતો અને જેવો વિક્રમ દેવી ભગવતી સામે નમન કરવા માથુ ઝુકાવે કે મંદિર માં છુપાયેલો શંખ તેને તલવારથી મારી નાખવાનો હતો, પણ વિક્રમને આ વાતની ગંધ આવી ગઈ. તેણે તાંત્રીકને એ વિધિ કરી બતાવવા કહ્યૂં અને તાંત્રીક જેવો ભગવતી સામે નમ્યો કે વિક્રમના ભુલાવામાં શંખે તાંત્રીકનું મસ્તક ધડથી અલગ કરી દીધું. વિક્રમે […]


મીઠી ભેટ – બાળવાર્તા

શહેનશાહ અકબરે એક દિવસ બઘા દરબારવાસીયો માટે ભોજન રાખ્યુ, બીરબલ પર તેમને વિશેષ પ્રેમ હતો આથી તેઓ તેને આગ્રહ કરી-કરીને જમાડી રહ્યા હતા. બીરબલ ખાઈ ખાઈને પરેશાન થઈ ગયો આથી તેને શહેનશાહ જોડે માફી માગી અને કહ્યું કે. “મારા પેટમાં જગ્યા ન હોવાથી હવે હું નહિ ખાઈ શકુ, તમારી આજ્ઞા માની નહી શકુ.” એટલામાંજ એક સેવક કેરી કાપીને લાવ્યો, બીરબલનું મન કેરી જોઈને લલચાયું. બીરબલે પોતાનો હાથ લંબાવીને, કેરીની થોડી ચીરીઓ પેટમાં ઉતારી લીધી. તેને આ રીતે કેરી ખાતો જોઈને અકબરને ગુસ્સો આવ્યો કે હું પ્રેમથી જમાડતો હતો ત્યારે આના પેટમાં જગ્યા નહોતી અને હવે કેવી રીતે ખવાઈ રહી છે. તેમણે તરતજ ગુસ્સામાં બૂમ પાડીને બીરબલ ને બોલાવ્યો. બીરબલ સમજી ગયો એમના ક્રોઘનું કારણ, તે અકબર ની સામે જઈને ઉભો રહ્યો અને હાથ જોડીને બોલ્યો “જ્યારે રસ્તા પર ખૂબ ભીડ હોય છે, અને ચાલવા માટે એક પગ મૂકવા જેટલી પણ જગ્યા નથી હોતી ત્યારે જો તમારી સવારી નીકળે તો તેવી પરિસ્થિતિમાં પણ બઘાએ પોતાની મેળે જગ્યા બનાવીને તમને રસ્તો આપવો પડે છે. તેવીજ રીતે કેરી પણ બધા ફળો પર રાજ કરે છે એ પણ છે તમારી જેમ જ છે ફળોનો રાજા તેથી તેને જોઈને પેટમાં જગ્યા બની જ જાય છે”. તેનો જવાબ સાંભળી અકબર ખુશ થઈ ગયા, તેમણે મીઠી કેરીની એક ટોપલી મંગાવી અને એક કિંમતી ભેટની સાથે તે ટોપલી બીરબલને આપી. બીરબલ આ મીઠી ભેટ મેળવીને ઘણો ખુશ થઈ ગયો.


વાણીયા ની દાઢી 22

એક વાર અકબર બાદશાહ બીરબલ સાથે અલક મલક ની વાતો કરતા બેઠા હતા, અકબરે બીરબલ ને પૂછ્યું “કહો સૌ થી ચતુર જાતિ કઈ?” બીરબલ કહે “હોંશીયાર તો વાણીયા”, અકબર કહે “અને મૂરખ કોણ?” બીરબલ કહે “મૂરખ તો મુલ્લા…” અકબર આ વાત ન માન્યા, તે બીરબલ પર ગુસ્સે થઈ ગયા. તે કહે “ખોટી વાત, મુલ્લાઓ તો બહુ હોંશીયાર હોય છે.” બીરબલ કહે “તો ચાલો પરીક્ષા કરી જોઈએ…” અકબર કહે “ભલે તો કાલે કરીએ પારખા…” બીજે દિવસે બીરબલે દરબારમાં એક મુલ્લા અને એક વાણીયા ને તેડાવ્યા. પહેલા એણે મુલ્લા ને પૂછ્યું, “મુલ્લાજી, બાદશાહ સલામતને આપની દાઢી ની જરુર પડી છે, બોલો શું કિંમત લેશો?” મુલ્લાજી કહે  “બાદશાહ તો માલિક કહેવાય, એ તો અન્નદાતા છે, મને બાદશાહ સલામત જે આપે તે ક્બૂલ છે”….બીરબલે હજામ તૈયાર રાખ્યો હતો, તેણે મુલ્લાની દાઢી કરી નાખી અને તેને બદલામાં સો રુપીયા આપ્યા. હવે બીરબલ વાણીયા તરફ વળ્યો અને તેને કહ્યું, “બાદશાહ સલામતને આપની દાઢી ની જરુર પડી છે, બોલો શું કિંમત લેશો?” વાણીયો કહે “બાદશાહ સલામત માટે તો જીવ પણ હાજર છે, બાદશાહ માંગે તે આપી દેવુ એ તો ફરજ કહેવાય, પણ અમારે ત્યાં દાઢી એ તો ઈજ્જતનો સબબ કહેવાય છે. મારી દાઢી એટલે મારી આબરૂ. મારી માં મરી ગઈ ત્યારે આ જ દાઢી ની આબરૂ રાખવા મેં દસ હજાર રૂપીયા ખર્ચ્યા હતા. મારી પુત્રીના લગ્ન માં પચીસ હજાર આ જ દાઢી એટલે કે મારી આબરૂ માટે વાપર્યા હતા. ..આવા તો ઘણા ખર્ચા કર્યા હતા, બીરબલજી સમજો કે દાઢી એ જ મારી આબરૂ…” બીરબલ કહે “જા વાણીયા તને પચાસ હજાર આપ્યા, ગણી લે…હવે દાઢી આપી દે” વાણીયાએ તો પચાસ […]


બંગાળનો બીરબલ – ગોપાલ ભાંડ 7

બંગાળનો બીરબલ – ગોપાલ ભાંડ આમ જોવા જઈએ તો ગોપાલ ભાંડને ઝાઝો સમય થયો નથી. આ ગોપાલ ભાંડ ૧૭મી સદી માં થઈ ગયો. એનો જન્મ એક ગરીબ કુટુંબમાં થયો હતો. ગરીબાઈને લીધે જ એ ભણી ગણી શક્યો નહોતો, પણ એનામાં ભારે હૈયા ઊકલત હતી. જ્યાં મોટા મોટા પંડિતો ચકરાવામાં પડી જતા ત્યા ગોપાલ ભાંડ ચપટી વગાડતામાં એનો ઊકેલ શોધી આપતો. આ ગોપાલ ભાંડ નાદીયા નો વતની હતો અને રાજા કૃષ્ણચંદરાય નો દરબારી હતો. એક વખત એવું બન્યું કે રાજા કૃષ્ણચંદ્ર ની સભામાં એક પંડિત આવ્યો. એ દેશદેશની ભાષા જાણતો હતો.જ્યારે સંસ્કૃતમાં શ્લોક લલકારે ત્યારે બધાને લાગે કે આ મહાશય કાશીના જ વતની હશે, જ્યારે મરાઠી બોલે ત્યારે મરાઠી લાગે, કન્નડ બોલે તો કન્નડ લાગે, બધી ભાષા પર એવુ પ્રભુત્વ કે એ કયા દેશ માં થી આવે છે એ કહેવુ અધરૂં થઈ જાય. તેનું બધી ભાષા પર પ્રભુત્વ જોઈને બધા દંગ થઈ ગયા. ખુદ રાજા તેને કહેવા લાગ્યા કે “પંડીતજી, તમારૂં બધી ભાષા પર પ્રભુત્વ જોઈને હું ખરેખર પ્રભાવિત થયો છું, આપ ગુજરાતી બોલો છો તો ગુજરાતી લાગો છો અને તમિલ બોલો છો તો તમિલ લાગો છો, ત્યારે આપની માતૃભાષા કઈ?” “મહારાજ, આપની વિદ્વાન સભાનું માપ કાઢવાજ હું આવ્યો છું, આપે અનેક મહાન પંડિતો ભેગા કર્યા છે, તો આપની સભા માં થી કોઈ કહે કે હું ક્યાંનો છું, તો હું તેમને ખરા પંડિતો માનું” મહારાજે બધા પંડિતો ની સામે જોયું, બધા નીચું જોઈ ગયા, કોઈ આનો જવાબ આપવા સમર્થ ન હતા. આખરે મહારાજે ગોપાલ ભાંડ સામે જોયું. તે મહારાજ નો મતલબ પામી ગયો. “મહારાજ, મેં તો કાળા અક્ષર કુહાડે માર્યા છે, […]


મંદીર તારૂં વિશ્વ રૂપાળું (શાળાની પ્રાર્થનાઓ) 22

મંદીર તારૂં વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે, પળ પળ તારાં દર્શન થાય્, દેખે દેખનહારા રે, નહીં પુજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળાં રે, નીલ ગગનમાં મહીમા ગાતાં ચાંદો સૂરજ તારા રે, વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિગણ મીરાં રે મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરાં રે….


એકડે એક થી દસ (બાળગીત) – રમેશ પારેખ 9

એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો બંન્ને બથ્થંબથ્થા બાઝી કરતા મોટો ઝઘડો તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ  – રમેશ પારેખ


વૈષ્ણવજન તો તેને રે (શાળાની પ્રાર્થનાઓ) 5

મારી શાળાની પ્રાર્થનાઓ – Part III વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે….. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ્છ કાચ્છ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે….. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે. જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે….. મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે….. વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે….. – નરસિંહ મહેતા *************************** આ પહેલા મૂકેલી મારી શાળાની પ્રાર્થનાઓ I અને મારી શાળાની પ્રાર્થનાઓ II


માછીડા હોડી હલકાર (શાળાની પ્રાર્થનાઓ)

માછીડા હોડી હલકાર… મારે જાવું હરી મળવા (૨) તારી તે હોડીને હીરલે જડાવું ફરતી મૂકાવું ઘુઘરમાળ મારે જાવું હરી મળવા…માછીડા… આ તીરે ગંગાને પેલી તીરે જમના વચમાં છે ગોકુળીયુ ધામ મારે જાવુ હરી મળવા…માછીડા… બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર ચરણ કમળ ચિત ધામ મારે જાવું હરી મળવા….માછીડા…


જીવનની જાગૃતિ માટે (શાળાની પ્રાર્થનાઓ) 7

મારી શાળા : હું લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય, સંગમ ચાર રસ્તા, હરણી રોડ, વડોદરા માં  અભ્યાસ કરતો હતો. આ શાળાની સૌથી પ્રેરક વાત હતી સવારના પહોરમાં વગાડાતા દેશભક્તિના ગીતો…મને યાદ છે કે અમે અપની આઝાદીકો હમ હરગીઝ મીટા શક્તે નહીં, એ મેરે વતન કે લોગો, એ વતન એ વતન હમ કો તેરી કસમ જેવા ગીતો સાંભળીને મોટા થયા છીએ…(કદાચ અત્યારે પણ આ સરસ આદત અને ઈબાદત પીરસાતી હોય એવી આશા રાખું છું…) અહીંની બીજી ઊડીને આંખે વળગે તેવી વાત છે આ શાળાની પ્રાર્થના….પ્રાર્થનાઓ નું સિલેક્શન બેનમૂન છે…બાળકોને લોહીમાં સંસ્કાર આપવા કોઈ બોટલ ચડાવી શકાતી નથી, એ તો વિચારો જ આપી શકે…અને સવાર સવારમાં પ્રભુ ભક્તિ, દેશ ભક્તિ અને માતા પિતાની સેવા થી વધારે સારી વાતો શું શીખવી શકીએ??? આ મથાળા નીચે મારી શાળાની કેટલીક પ્રાર્થનાઓ મૂકી રહ્યો છું, આશા છે આપને એ ગમશે… જીવનની જાગૃતિ માટે અમારી પ્રાર્થના પ્રભુજી અમારી ઊન્નતિ માટે અમારી પ્રાર્થના પ્રભુજી અમે સાચા અને શૂરા બનીએ મન વચન કર્મે અને સજ્જન થવા પૂરા અમારી પ્રાર્થના પ્રભુજી અમારૂ સ્થાન મેળવીએ, અમારૂ સ્થાન જાળવીએ અને એ સ્થાન શોભાવવા અમારી પ્રાર્થના પ્રભુજી અમારાથી કરાશે તે પ્રભુ પ્રેર્યુ તમારૂ છે અમે યંત્રો તમે યંત્રી, અમારી પ્રાર્થના પ્રભુજી – જીગ્નેશ અધ્યારૂ


એક ઊખાણું – Solve the Puzzle 17

તમે નાનપણ માં ઊખાણાં (Means Puzzle) તો ઘણાં સોલ્વ કર્યા હશે પણ આ એક સાચો કરી બતાવો તો ખરાં… એક ઘરડી સ્ત્રી પાસે ઘણા બધા ઈંડા હતા. તે બધા લઈને વેચવા બજારે ગઈ. એક ગ્રાહકે આવી તેને પૂછ્યું ” તમારી પાસે કેટલા ઈંડા છે?” તેણે કહ્યું “મને ૧૦૦ થી વધારે ગણતા નથી આવડતુ પણ મને એ ખબર છે કે… ઈંડાની કુલ સંખ્યાને ૨ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને 3 વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૪ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૫ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૬ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૭ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૮ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૯ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૧૦ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૧૧ વડે ભાગતા કોઈ ઈંડુ વધતુ નથી. તો તે સ્ત્રીની મદદ કરો અને કહો કે તેની પાસે કેટલા ઈંડા હશે? * * * * * જવાબ માટે આવતીકાલ ની રાહ જુઓ… * * * * * * * * * * કોઈ પ્રયત્ન નહીં? સાચો જવાબ છે…૨૫,૨૦૧ ઈડા જો વિગતવાર ઊકેલ જોઈએ તો મને જણાવો…