ચાલોને રમીએ હોડી હોડી – પિનાકીન ત્રિવેદી 5


chalo ne ramiye hodiચાલોને રમીએ હોડી હોડી

ચાલો ચાલોને …ચાલોને.

વરસ્યો વરસાદ આજ ખૂબ મુશળધાર

ઝરણાં નાના જાય દોડી દોડી … ચાલોને.

બાપુનાં છાપાં નક્કામાં થોથાં,

કાપીકૂપીને કરીએ હોડી … ચાલોને.

સાદી ને સઢવાળી, નાની ને મોટી

મૂકીએ પવનમાં છોડી છોડી … ચાલોને.

ખાલી રાખેલી ઉંધી વળે તો,

પાંદડા ને ફૂલ ભરું તોડી તોડી … ચાલોને.

જાશે દરિયાપાર પરીઓના દેશમાં,

સૌથી પહેલી દોસ્ત ! મારી હોડી … ચાલોને.

વર્ષો પહેલા, શાળામાં ભણતા ત્યારે કદાચ પ્રાથમિક શાળાના કોઇક ધોરણના પાઠ્યપુસ્તકમાં આવતું આ બાળગીત મને હોડી અને વરસાદ એ બંનેના લીધે ખૂબ ગમે છે. કદાચ બાળપણમાં આપણા મનની અભિવ્યક્તિના આવા સરળ માધ્યમો મળ્યા છે એનું જ કારણ છે કે હજીય આ કવિતા એક બાળપણ જીવતું કરતી જાય છે….


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ચાલોને રમીએ હોડી હોડી – પિનાકીન ત્રિવેદી