પૂછું એક વાત (બાળગીત)- રાજુ કાનાણી 3


પૂછું એક વાત ?

ચાંદામામા, તમને પૂછું એક વાત ?

અમાસે ક્યાં ગયા’તા આખી રાત ?

સૂરજ દાદા, તમને પૂછું એક વાત ?

રહો છો ક્યાં તમે આખીયે રાત ?

દાદાજી, તમને પૂછું એક વાત ?

થાય કેવી રીતે આ દિવસ અને રાત ?

દાદીમાં, તમને પૂછું એક વાત ?

ચમકે તારલિયા કેમ આખી રાત ?

પપ્પાજી તમને પૂછું એક વાત ?

તમરા શીદ બોલતાં આખી રાત ?

મમ્મીજી, તમને પૂછું એક વાત ?

સપનામાં કેમ આવે તારી જ વાત ?

– રાજુ કાનાણી

{ “બાળકો આવો ગીતો ગાઓ” માંથી સાભાર }


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “પૂછું એક વાત (બાળગીત)- રાજુ કાનાણી