પરી રાણી વાળુ હાલરડું 6
પરી રાણી તમે આવો ઉડ્તા ઉડ્તા દેશ તમારે અમને પણ લઇ જાઓ પરી રાણી તમે આવો પરીના દેશમા રંગબેરંગી ફુલોની ફુલવારી છે. પતંગિયા સૌ રંગબેરંગી રમતા સાતતાળી છે. એમની સાથે સાથે રમવા અમને પણ લઇ જાઓ પરી રાણી તમે આવો સોનેરી પંખીઓ ગાતાં દુધની નદીઓ વહેતી રે હંસ હંસીની ની જોડી માં મોતી ચારો ચણતી રે પંખીઓના ગીત સુણવા અમને પણ લઇ જાઓ પરી રાણી તમે આવો – અરર્વિંદ અમારી પુત્રી હાર્દી દોઢ વર્ષની છે, પણ તે છ મહીનાની હતી ત્યારથી તેના ફોઈને કહેતી કે પરી વાળુ ગીત ગાવ તો જ હાંલા કરું. અને આ ગીત સાંભળતાં વેંતજ તે પરીઓના દેશમાં પહોંચી જતી. આ ગીત અમારા ઘરમાં બધાંને ખૂબ પ્રિય છે.