તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી,
તું દોડ તને દઉં દાવ મજાની ખિસકોલી.
તું કેવી હ્સે ને રમે મજાની ખિસકોલી,
તારા કૂદકા તો બહુ ગમે મજાની ખિસકોલી.
તું જ્યારે ખીલખીલ ગાય મજાની ખિસકોલી,
તારી પૂંછડી ઉંચી થાય મજાની ખિસકોલી.
તું ઝાડે ઝાડે ચડે મજાની ખિસકોલી,
કહે કેવી મજા ત્યાં પડે મજાની ખિસકોલી.
બહુ ચંચળ તારી જાત મજાની ખિસકોલી,
તું ઉંદરભાઈની નાત મજાની ખિસકોલી.
– ત્રિભુવન વ્યાસ
કેમ ચ્હો
બહુજ સુંદર બાળકાવ્યો.
લો ! ખીસકોલી જોઈ એક અવલોકન ..
http://gadyasoor.wordpress.com/2008/12/26/sqirrel/
This reminds schooldays.
v.nice