Daily Archives: July 25, 2011


થીગડું – સુરેશ જોષી 17

પ્રસ્તુત વાર્તા ‘થીગડું’માં પ્રભાશંકરના જીવનની સમાંતરે ચિરાયુની કથા દ્વારા સ્મૃતિ અને અપેક્ષા વચ્ચે મૂકાયેલા માનવીનું જીવન કેવું હોય એ પ્રશ્ન ગૂંથાયો છે. ‘થીગડું’ના અભિધાયુક્ત અર્થથી લઈ વ્યંજનાપૂર્ણ અર્થ સુધીનો વિસ્તાર આ વાર્તામાં છે. ચિરાયુ તથા પ્રભાશંકરના સમય વાર્તાને અંતે એકબીજામાં ભળી જતા લાગે છે, જીવનસંધ્યાએ પોતાના કોટના રંગ સાથે મેળ ન ખાતું કપડું લઈને થીગડું મારવાનો વ્યર્થ પ્રયત્ન પ્રભાશંકર કરે છે. ચિરાયુ થીગડું મરાવવા બારણે બારણે ભટકે છે. એને માટે પેલું કપડું એના અસ્તિત્વનો અનિવાર્ય અને દૂર ન કરી શકાય એવો અંશ છે. કોઈકને તેનું વસ્ત્ર ફેંકીને તેને મુક્ત કરવો છે, પણ ચિરાયુને તો તેને સંધાવીને વધુ જીવવું છે, માનવમાત્રનો આ અમર વિષાદ છે. એની પૂર્ણતાની ખોજ કે સુંદર રહેવાની ઝંખના ભાગ્યે જ ટકાઊ રહે છે. બે સમાંતર કથાનકોમાં એકબીજાને ‘ઑવરલેપ’ કરતી ઝંખનાઓ, એકની અમરતાની ઝંખના અને બીજાની નાનકડી જિંદગીના વિષાદ અને એકલતાની વાત આ વાર્તાના અર્થઘટનને અનેક શક્યતાઓ આપે છે.