આધુનિક વિશ્વના અનોખા દુઃખ – સંકલિત 10


  • જાહેર શૌચાલયોના વોશબેસીનમાં ઘણી વખત નળ નીચે હાથ ધરી દીધા પછી યાદ આવે છે કે એ ઑટોમેટીક નળ નથી.
  • જે લોકો વિશે મારે ભૂંડુ લખવું હોય છે એ મને બધી સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ પર બરાબર ફૉલો કરે છે.
  • ટ્વિટર અને ફેસબુકને લીધે પરીક્ષાઓમાં માર્કસ ખૂબ ઓછા આવે છે.
  • ફનવર્લ્ડમાં જવા માટે લાંબી લાઈન, અડધા ‘ફન’ની હત્યા ત્યાં જ થઈ ગઈ.
  • મેં શોધવા ધારેલ વાક્ય ગૂગલ ઑટો કમ્પ્લીટમાં સૂચવાયું નહોતું.
  • હું ડ્રાઈવ કરતા એવા વિસ્તારમાં આવી પહોંચ્યો છું જ્યાં એફએમ સિગ્નલ ઉપલબ્ધ નથી, હું હવે આકાશવાણી સાંભળું છું.
  • કાર ડ્રાઈવ કરતા ઘણી વખત હું વિડીયોગેમ જેવા સ્ટંટ કરવા વિચારું છું, પણ રસ્તામાંના ખાડાઓ નડે છે.
  • આ મહીને પગાર મોડો થવાનો છે, અને એ ટૉરેન્ટ પરથી ડાઊનલોડ કરી શકાતો નથી.
  • ઍસ્કેલેટર બંધ હોવાથી મારે એ પગથીયાં ચડવા પડ્યા.
  • ભેજવાળા વાતાવરણને લીધે મારા આંગળા ટચસ્ક્રીન પર ચોંટવા લાગ્યા છે.
  • કચોરી અને ભેળ વાળા ક્રેડીટકાર્ડથી પેમેન્ટ લેતા નથી.
  • એટીએમ બંધ હોવાથી મારે બેંકમાં જઈને પૈસા ઉપાડવા પડ્યા.
  • રિક્શાવાળા પાસે જીપીએસ સુવિધા ઉપલબ્ધ નથી.
  • શાળાની ટેક્સબુક્સ ઈ-બુક્સ ફ્રોમેટમાં ઉપલબ્ધ નથી, અરે ગૂગલબુક્સમાં પણ નથી.
  • હું જાણું એ પહેલા લોકોને સમાચાર ખબર હોય છે.
  • હજુ સુધી મેં કોઈ ટીવી શો માં ભાગ લીધો નથી, ઑડીયન્સ તરીકે પણ નહીં.
  • પરીક્ષામાં હજુ પેપર-પેન સિસ્ટમ છે.
  • કબાટની ચાવી હજુ શોધવી પડે છે કારણકે એમાં પાસવર્ડ નાખી શકાય એવી વ્યવસ્થા નથી.
  • મારા લગ્નનો વિડીયો HD નથી.
  • મારે મારા પિતાને ફાધર્સડે પર ઈ-કાર્ડ મોકલવું છે, પણ તેમણે ઈ-મેલ અકાઊન્ટ બનાવ્યું નથી.
  • હું મારી બધી અપડેટ્સ, પોસ્ટ, ટ્વિટ્સને લાઈક કરું છું, કમનસીબે બીજાઓ પણ પોતાની જ પોસ્ટ માટે એમ કરે છે.
  • ઘરમાં ત્રણ સ્ક્રીન છે, પણ અરીસો શોધ્યો જડતો નથી.
  • ફેસબુકમાં, જેમાં હું નથી, એવા અનેક ફોટાઓમાં હું ટેગ થયેલો છું, અને જેમા હું છું એવા અનેક ફોટાઓમાં હું ટેગ થયેલ નથી.
  • ટી.વીમાં આવતી 180 માંથી એક પણ ચેનલમાં કાંઇ પણ જોવાલાયક લાગતું નથી.
  • જ્યારે પણ મિનરલ પાણીની બોટલ ખરીદો – દરેક વખતે ગરમ જ મળે છે.
  • હું જેમાં કદી જતો નથી એવી બધી દુકાનોના ડિસ્કાઊન્ટ કુપન મારી પાસે છે.
  • ઑનલાઇન ખરીદેલી વસ્તુનું ‘શિપિંગ’ થાય છે.
  • જ્યારે કોમ્પ્યુટરમાં એક પણ યુએસબી પોર્ટ નહોતું ત્યારે તેના વગર ચાલતું, આજે ચાર પણ ઓછા પડે છે.
  • પાર્કિંગમાં બંને તરફની ગાડીઓ એમ પાર્ક થયેલ છે કે મારી ગાડીનો કોઇ દરવાજો ખૂલી શકે તેમ નથી
  • lol લખવા વાળાને કદી હસતા – સ્મિત કરતા પણ જોયા નથી.
  • મારી બાઈકની ગાદી વાળી સીટ વરસાદમાં ભીની થઈ ગઈ છે, અને મારે ઑફિસ જવાનું છે.
  • ગૂગલ મેપ મને ખોટો રસ્તો બતાવે છે.
  • રાત્રે ત્રણ કલાક બેસીને મેં પ્રેઝન્ટેશન બનાવ્યું, પાવર ગયો અને મેં તેને ‘સેવ’ પણ નહોતું કર્યું.
  • મેં ‘ડુ નોટ ડિસ્ટર્બ’ નું બોર્ડ લગાવ્યું, પણ કામવાળાને વાંચતા નહોતું આવડતું.
  • બધી ચેનલ પર એક સાથે જાહેરાતો આવે છે.
  • બાથરૂમ જવા માટે લાઈન લાગી છે અને ફિલ્મ ઈન્ટરવલ બાદ ફરી શરૂ થઈ રહી છે.
  • મોબાઈલ લીધા પછી એમ થાય છે કે થોડીક વધુ રાહ જોઈ હોત તો વધુ સારુ મોડેલ મળ્યું હોત.
  • અગત્યના ફોન કરવાના હોય ત્યારે કાયમ ફોનની બેટરી ઓછી જ હોય છે.
  • એસ.એમ.એસ કરવો છે, પણ મોબાઈલ પરના બટન આંગળીથી અડધા માપના છે.
  • દસ કલાકની સળંગ ઉંઘ પછી હું થાકી ગયો છું.
  • હું જલ્દી આવું ત્યારે બૉસ મોડા આવે છે, એ જલ્દી આવે ત્યારે હું મોડો પડું છું.
  • હજુ સુધી કોઈ સુંદરીને મારા બોસ કે સબઓર્ડીનેટ થવાનું સદભાગ્ય મળ્યું નથી.
  • કોલેજમાં મારી સીનીયર અને જૂનીયર બંને જૂથોમાં સુંદર કન્યાઓ છે, પણ મારી બેચમાં ….!
  • મારી દીકરીને જાહેરાતો જોવી ગમે છે – એટલે એક ચેનલ પર જાહેરાત પૂરી થાય એટલે એ બીજે જાય છે.
  • મારો મોબાઈલ ફોન ખોવાઈ જવાથી તેને શોધવા લેન્ડલાઈન પરથી ખુદને ફોન કરવો પડ્યો.
આમ તો અહીં દર્શાવેલી કોઈ પણ વાત ખરેખર દુ:ખદાયક નથી, હળવા હ્રદયે માણી શકાય એવી છે, પરંતુ ટ્વિટર અને ફેસબુક પરથી એકઠાં કરેલા આ વાક્યો આધુનિક સમયના અફસોસ દર્શાવવાનો પ્રયત્ન છે. સુવિધાઓની ભરમાર વચ્ચે એ બધાં અસુવિધાનો અહેસાસ કઈ રીતે કરાવી શકે એ દર્શાવવાનો એક પ્રયત્ન છે. આજની આ અનોખી પોસ્ટ સમર્પિત છે ટ્વિટર, +1 અને ફેસબુકની આપણી આ પેઢીને. આ યાદીમાંથી ઘણાં વાક્યો ટ્વિટર ખાતા – @firstworldpains ના ટ્વિટ્સનું ભાષાંતર છે.

આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “આધુનિક વિશ્વના અનોખા દુઃખ – સંકલિત

 • Kedarsinhji M. Jadeja

  મોરલી વાળા

  આવો હવે મોરલી વાળા, સં ભવાની વચન વાળા
  ભૂમી ભારત ઉગારો, આવો ગિરિધારી આવો…

  રાવણ તે’દિ એક જનમ્યો’તો, ગઢ લંકા મોજાર
  આજ ઠામો ઠામ રાજ રાવણ ના, કોઇ ન તારણ હાર
  વિભીષણ એક ન ભાળું, જામ્યું બધે પાપ નું જાળું..

  પેટમાં પોઢીને સાંભળેલી શિવે, રામ લક્ષમણ ની વાત
  આજ ન જીજાબાઇ જણાતી, નથી શૂરો કોઇ તાત
  ભિડૂં જે ભોમ ની ભાંગે, જાગે રણશિંગા વાગે…

  આજ ભામાશા ભાળ ન લેતો, લડે રાણાજી કેમ
  ધનવાનો ધન ઉપર બેઠાં, ભોરિંગ કાળા જેમ
  લૂટેછે ગરીબ ની મુડી, રાખે નીતિ કુડી કુડી…

  હોટલ ક્લબ માં ચડે હિલોળે, ડીસ્કો દેતાં થાપ
  નાટક ચેટક નખરા જોતાં, આજના મા ને બાપ
  તમાકુની ફાકીયું ફાકે, આમાં-શિવાજી ક્યાંથી પાકે..

  આજ જુવાનિ ચડી હિલોળે, અવળો છે ઉતપાત
  નારી દેખી નર સીટીઓ મારે, દુર્યોધન ના ભ્રાત
  સીતાની શોધ શું થાતી, લાજું જ્યાં રોજ લુટાતી..

  લીલા પીળાં લુગડા પહેરે, નહિં પુરૂષ પહેચાન
  લટક મટક ચાલ ચાલેને, નચાવે નેણ કમાન
  આંખે આંજે કાજળ કાળું, રાખે વાળ જાણે જાળુ..

  શરીર જુવો તો સાગ ની સોટી, વળી છે વાંકી કેડ
  ખેતર વચ્ચે ચાડિયો ચોંટ્યો, એવો લાગેછે મેળ
  ભૂમિ ભારત ની લાજે, ભાળી નિજ બાળ ને આજે..

  ખૂરસી માટે ખેલ મંડાણો, કરતા નાગા નાચ
  પૈસા ખાતર પંડ ને વેચે, એવા રહ્યા છે સાચ
  ભારત ની ભોમકા માથે, આવ્યા સૌ બાથં બાથે..

  સંત દુભાતાં શામળો આવે, રાખે ભક્ત ની લાજ
  આજ મુનિજન એવા હશે ક્યાં, રીઝાવી લે મહારાજ
  ઊતારે રામ ને હેઠો, જુવેછે ત્યાં બેઠો બેઠો..

  જન્મ ધર્યો જ્યાં જાદવરાયે, રામ લીધો અવતાર
  આજ ભુમિ એ ભિડે પડી છે, આવે લાજ અપાર
  રહે શું માતમ તારૂં, લાગે તને કલંક કાળું..

  સુણી અરજ સરકાર પધારો, આણો પાપ નો અંત
  વણશિંગા આ રાક્ષસ મારી, સ્થાપિદો સઘડે સંત
  ગીતાના ગાન વિચારો, પધારો શ્યામ પધારો..

  અંત આવ્યો અમ ધીરજ કેરો, સંકટ સહ્યાં ન જાય
  આગ લાગી અમ હૈયે હરજી, એકજ છે ઉપાય
  કાંતો અવતાર ધરાવો, નહિંતો ના પ્રભૂ કહાવો…

  દીન “કેદાર”ના દીન દયાળુ, શાને કરો ઉપહાસ
  પ્રલય પાળે જગ બેઠુંછે, નહિં ઉગરવા આશ
  પછી અવતાર જો થાશે, તો-તારાં કોણ ગુણલા ગાશે…

  રચયિતા
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ કચ્છ.
  http://www.kedarsinhjim.blogspot.com

 • PRASHANT GODA

  પેહલા જરૂરિયાતો ની યાદો માં માત્ર રોટી,કપડા અને રહેવાની સગવડ આવતી ,પરંતુ અત્યારે ઉપર દર્શાવેલ યાદી પણ ઓછી પડે.

 • Harshad Dave

  અફસોસ એ છે કે આટઆટલી સુવિધા ઉપલબ્ધ હોવા છતાં અફસોસ વ્યક્ત કરવો પડે છે. શું એવું હશે કે દરેક સંતોષમાં અસંતોષ છૂપાયેલો હશે? આપણા તંતમાં કામનાઓનો અન્ત નથી. તમને શું એમ નથી લાગતું કે જીવનમાં વિઝન હોવું જોઈએં? દિલમાં દર્દ ના હોય તો હમદર્દ કેવી રીતે બનવું?