આવ્યો મેહુલો રે! – લોકગીત 4
ગઈકાલથી, તા. ૧૧ જુલાઈથી અહીં રાજુલા – પીપાવાવ – મહુવા પંથકમાં મૂશળધાર – ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે, વાવણીની મૌસમ ફરી દસ્તક દઈ ચૂકી છે, અને આમેય મને સદાય આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવાનો અને મહેનત કરવાનો એ શ્રેષ્ઠ સમય લાગ્યો છે. ધરતીનો ધબકાર સર્જતો, અંગેઅંગમાં ઉમંગની અને ‘હાશ’ની હેલીઓ વરસાવતો મેહુલો આવી પહોંચ્યો છે તેની જડ-ચેતન સૃષ્ટિમાં કેવી અસર થાય છે તે દર્શાવતું પ્રસ્તુત લોકગીત ખરેખર આપણી ગ્રામ્યસંસ્કૃતિનો આવિર્ભાવ કરાવી જાય છે. મેહુલાને ધરતીનો ધણી કહીને ધરતી માટેના તેના પ્રેમ, ઉપકાર અને લાગણીના સંબંધોને દર્શાવતું આ લોકગીત તરત હોઠે ચઢી જાય તેવું સરળ અને સરસ છે.