શબરીના બોર – પ્રફુલ્લભાઈ શાહ (ઈ પુસ્તક ડાઊનલોડ) 1
ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’માં નોંધ્યુ છે કે એક ગામમાંથી ડૉક્ટરો અને વકીલોએ ઉચાળા ભર્યા એ પછી એ ગામનો વિકાસ થયેલો, એનું સ્વાસ્થ્ય સુધરેલું, પણ એમને ખોટા પાડે એવા એમના અનુયાયીઓ જોવા મળ્યા છે, અને એ પણ પોરબંદરથી બહુ દૂર નહીં એવા સાવરકુંડલામાં. એમનું નામ છે ડૉ. પ્રફુલ્લભાઈ શાહ. સદગત દીકરી સોનલના નામે સ્થાપેલા ફાઉન્ડેશન દ્વારા બહેનોને સ્વાવલંબી બનાવવાની સાથે કેળવવાના પ્રયત્નો શરૂ થયા. રક્તપિત, પોલીઓ જેવા રોગોનો વ્યાપક પ્રતિકાર શરૂ થયો. કિડનીના રોગોની સારવાર, ક્ષયનિવારણ, બાળ-પુસ્તકાલય, શિષ્યવૃત્તિઓની જોગવાઈ, વૃક્ષ ઉછેર, કલાઓની તાલીમ જેવી પ્રવૃત્તિઓમાં આ દંપત્તિએ સક્રિય રસ લીધો. જીવનના વિવિધ ક્ષેત્રો સાથે જોડાતા ગયેલા નાતાને પરિણામે જે અનુભવો પ્રાપ્ત થયા એ સાચવીને શબ્દમાં મૂક્યા. એ અનુભવોનું ભાથું એટલે ‘શબરીના બોર’ ઈ પુસ્તક. આજથી એ અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.