સાહિત્યકાર મુજબ સંગ્રહ... : શકુનીજી


શકુનીની રોજનીશી (ભાગ ૧૬) – જીજ્ઞેશ અધ્યારૂ 7

દુર્યોધનના થ્રીડી ચશ્મા અને મુગટ પડી ગયા, દ્રૌપદી અને ભીમના પુત્ર સુતસોમે એ ગદા ટેસ્ટિંગ માટે ફેંકી હતી. એ જોઈને બાલ્કનીમાં ઉભેલી દ્રૌપદી હસી પડી, એણે ગાયું,

‘ગદા સુતસોમને ફેંકી આજ, ગિર ગયા તેરે સર સે તાજ..’

દુર્યોધનનું ડાહોડાહ અપમાન થયું, વળી દ્રૌપદીએ ગાયેલા આ આખા ગીતથી અમારા કાનમાંથી લોહીની ધાર થઈ. સેવકો અમને મહેલની બહાર લઈ ગયા, ત્યાંથી મારતી બળદગાડીએ અમે ગઈકાલે જ ગાંધાર પહોંચ્યા છીએ.


શકુનીની રોજનીશી (ભાગ ૧૫) ભીષ્મની ડિગ્રી – જીજ્ઞેશ અધ્યારૂ 4

સાયકલ સ્પર્ધામાં થયેલ જાહેર અવજ્ઞા પછી પણ દુર્યોધનના તૂટેલા પગને લઈને અમે ઈન્દ્રપ્રસ્થમાં જ પડી રહ્યાં. યુધિષ્ઠિરે અમને બધાંયને કામો સોંપી દીધેલા, રાજસૂય યજ્ઞમાં અમારી જરાય ઈચ્છા ન હોવા છતાં અમને ‘અપિ બલાત્કારેણ’ જોતરવામાં આવ્યા હોય એવું લાગ્યું, પણ પગભાંગલા દુર્યોધનને એ બહાને રાજસૂય યજ્ઞમાં રોડા નાખવા હતાં, એટલે એ પણ પડી રહ્યો અને અમે પણ.. વળી હસ્તિનાપુરના ઉપનગર અને અમારા એક અતિમહત્વના નગર એવા કંબોજના સંથાગારની સભા માટે ચૂંટણી પણ યોજાવાની હતી, એ બહાને અમારો પોતાનો પ્રચાર થાય અને અમે અમારા ઉમેદવારો પાંડવ પક્ષમાંથી શોધી શકીએ એ કાર્ય કરવા પણ અમે ત્યાં રહી પડ્યા.


શકુનીની રોજનીશી (ભાગ ૧૪) લા’હસ્તિનાપુર સાયકલ મેરેથોન – જીજ્ઞેશ અધ્યારૂ 9

લગભગ પાંચેક મહીને આજે શકુનીજી પાછા ફર્યા છે, તેમની રોજનીશીના કેટલાક પાનાંઓ અહીં સમયાંતરે હું પ્રસ્તુત કરું છું, આ પહેલાના તેર પ્રસંગો કે પાનાંઓ આપ સંગ્રહપાના શકુનીજી પર ક્લિક કરીને માણી શકો છો.. આપને આ પરકાયાપ્રવેશ કેવો લાગ્યો એ પણ કહેશો તો આનંદ થશે.. જય ગાંધાર

* * * *

વત્સ દુર્યોધન પણ ઈમ્પોસિબલ છે.. ઘણી વાર એ મેન્ટલી એટલો બધો આઉટ ઑફ કંટ્રોલ થઈ જાય છે કે મનેય ફેરવીને બે મૂકવાનું મન થાય..

વાત ગત અઠવાડીયાની છે. લા’હસ્તિનાપુર ગ્રીનાથોન અંંતર્ગત એક સાયકલ મેરેથોનનું આયોજન હતું. હું મારી સ્પેશીયલ “ક્રોમહાર્ટ ગાંધારવન કાર્વેલો લિમિટેડ એડીશન ૦૦૪૪” લઈને નીકળ્યો હતો.


શકુનીની રોજનીશી (ભાગ ૧૩) ઈન્દ્રપ્રસ્થમાં આ‌’રક્ષણ – જીજ્ઞેશ અધ્યારૂ 1

તો બીજી તરફ ઈન્દ્રપ્રસ્થના રાજસૂય યજ્ઞના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેને ખોરંભે પાડવાના આગોતરા પ્લાન મુજબ વત્સ દુર્યોધન ઈન્દ્રપ્રસ્થના મૂળ રહેવાસીઓ એવા રેડખાંડવો જોડે સંપર્કમાં છે. એમના નેતા સાથે અમે ગઈ પૂનમે કર્ણના ફાર્મહાઊસ પર મીટીંગ કરી, તેમના મગજમાં એવું ઠસાવવાનો પ્રયત્ન કર્યો કે જો પાંડવો અને તેમના પરમ હિતૈષી યાદવો ખાંડવપ્રસ્થમાં જમાવશે તો હસ્તિનાપુરથી પણ કેટલાય પ્રજાજનો ત્યાં સુવિધાઓથી ખેંચાઈને રહેવા જશે, વિદેશીઓનું આગમન થશે, તેમની વસ્તી વધશે અને રેડખાંડવોની વસ્તી ઘટતી જશે. પૈસો બહાર પગ કરશે અને સરવાળે મૂળ રહેવાસીઓને નુકસાન…


શકુનીની રોજનીશી (ભાગ ૧૨) યોગા સે હી હોગા – જીજ્ઞેશ અધ્યારૂ 5

પાંડવ આગમનને હજી એક અઠવાડીયાની વાર હતી પણ પાંડવોના ફોટા સાથે વેલકમ કુલવધુના હોર્ડિંગ્સ લાગવા માંડ્યા, રસ્તામાં પડેલા ભૂવાઓને પેચ કરીને લેવલ કરાયા, રસ્તાની બંને તરફ પેસ્ટીસાઈડ્સ છંટાઈ અને કચરો સાફ કરાવાયો. અતિઉત્સાહમાં પિતામહ ભીષ્મે જીજાશ્રીને લોકોના મનની નિર્મળતા અને તનની સ્વસ્થતા માટે યોગા દિવસ ઉજવવાનો પ્રસ્તાવ આપ્યો. લાક્ષાગૃહની નિષ્ફળતાથી શરમમાં ડૂબેલા જીજાશ્રીએ કોઈ પણ બહાને પાંડવોની સામે આંખ ઉંચી કરવા મળે એ માટે તરત જ હકાર ભણી દીધો અને આમ પાંડવોના હસ્તિનાપુરમાં આગમનનો દિવસ યોગ દિવસ તરીકે ઉજવાશે એમ નક્કી થયું. રાજગુરુ આ બાબત માટે યોગ્ય ટેલગાઈન આપી ન શક્યા પણ રાજનટી કામુક્તા બર્માએ ટેગલાઈન સૂચવી, ‘યોગા સે હી હોગા’ જે પિતાજી દ્વારા સ્વીકૃત કરાઈ.


શકુનીની રોજનીશી (ભાગ ૧૧) કોણ બનશે શતકોટીપતિ ? – જીજ્ઞેશ અધ્યારૂ 2

મને મળેલી (અને મારા કૉપીરાઈટ વાળી) શકુનીજીની રોજનીશી વિશે તો આપ સૌને જાણ છે જ! એ સમયમાં પણ ‘કોણ બનશે શતકોટીપતિ ?’ રમાતું અને ગાંધારની વૈકલ્પિક દૂરદર્શિતા ટોની ટીવી પર પ્રસારિત થતું. બમિતાભ અચ્ચન સાથે તેમણે રમેલી એ જ રમત વિશેનો શકુનીજીનો વૃતાંત આજે પ્રસ્તુત કર્યો છે. મહત્વ ઘટના કે રમતનું નથી, એ રમતની પાછળ શકુનીજીની મંશા અને તેના પરિણામ વિશેનું છે. આશા છે શકુનીજીને આપનો પ્રેમ મળતો રહેશે.


શકુનીની રોજનીશી (ભાગ ૧૦) – મેઈક ઈન ઇન્દ્રપ્રસ્થ 6

શ્રી શકુનીજી મહાભારતનું એક અનોખું પાત્ર છે. મહાભારતના સમગ્ર કથાસાગરમાં તેમનો ફાળો ઘણો મહત્વનો છે. શકુનીજીની એક ડાયરી ભૂતકાળમાં મહુવાના ભવાની મંદિરના દરીયાકાંઠે ફરતા ફરતા અચાનક મને રેતીમાંથી મળી આવી હતી, તેના અમુક વિશેષ પાનાંઓ હું સમયાંતરે અહીં ઉપલબ્ધ કરાવતો રહું છું જેમાં શકુનીજીની સંમતિ ગણી લઊં છું કારણકે ડાયરી મને મળી આવી છે. આજના પૃષ્ઠમાં શકુનીજી ઇન્દ્રપ્રસ્થ વિશે, કૌરવોની તે માટેની વાંચ્છના વિશે, મેઈક ઈન ઇન્દ્રપ્રસ્થ વિશે, વાઈબ્રન્ટ ઇન્દ્રપ્રસ્થ ઇવેન્ટ વિશે આત્મકથાનક વિચાર મૂકે છે.


શકુનીની રોજનીશી (ભાગ ૯) – વર્ચ્યુઅલ સ્વયંવર 10

શ્રી શકુનીજી મહાભારતનું એક અનોખું પાત્ર છે. મહાભારતના સમગ્ર કથાસાગરમાં તેમનો ફાળો ઘણો મહત્વનો છે. શકુનીજીની એક ડાયરી ભૂતકાળમાં મહુવાના ભવાની મંદિરના દરીયાકાંઠે ફરતા ફરતા અચાનક મને રેતીમાંથી મળી આવી હતી, તેના અમુક વિશેષ પાનાંઓ હું સમયાંતરે અહીં ઉપલબ્ધ કરાવતો રહું છું જેમાં શકુનીજીની સંમતિ ગણી લઊં છું કારણકે ડાયરી મને મળી આવી છે. આજના પૃષ્ઠમાં શકુનીજી દ્રૌપદીના સ્વયંવર વિશે, કૌરવોની તે માટેની તૈયારી વિશેનો આત્મકથાનક વિચાર મૂકે છે.


શકુનીની રોજનીશી (ભાગ ૮) – હસ્તિનાપુર પ્રીમીયર લીગ 8

શ્રી શકુનીજી મહાભારતનું એક અનોખું પાત્ર છે. મહાભારતના સમગ્ર કથાસાગરમાં તેમનો ફાળો ઘણો મહત્વનો છે. શકુનીજીની એક ડાયરી ભૂતકાળમાં મહુવાના ભવાની મંદિરના દરીયાકાંઠે ફરતા ફરતા અચાનક મને રેતીમાંથી મળી આવી હતી, તેના અમુક વિશેષ પાનાંઓ હું સમયાંતરે અહીં ઉપલબ્ધ કરાવતો રહું છું જેમાં શકુનીજીની સંમતિ ગણી લઊં છું કારણકે ડાયરી મને મળી આવી છે. આજે પ્રસ્તુત છે હસ્તિનાપુર પ્રીમીયર લીગના આયોજન અને કારણો વિશેનો શકુનીજીનો આત્મકથાનક વિચાર.. શકુનીજી માટે પ્રતિભાવો અહીં જ આવકાર્ય છે કારણકે રૂબરૂમાં તેમને મળવા ઘણે લાંબે જવુ પડે તેમ છે.


શકુની ની રોજનીશી (ભાગ ૭) – કોલસાનું કાળું કુરૂક્ષેત્ર 7

ગોટાળા, આંતરીક રાજકારણ અને સમય પારખીને પલટી જતા રાજકારણીઓ – ના આ ફક્ત આજના સમયની વાત નથી, મહાભારતકાળમાં પણ એવું જ કાંઈક હતું એ સ્પષ્ટ થાય છે શકુનીજીની ડાયરી પરથી. આજે તેમની ડાયરીનું ગતાંકથી આગળનું એક પૃષ્ઠ પ્રસ્તુત છે. કોલસાનું કાળુ રાજકારણ ત્યારે પણ ખેલાયું હતું. ખંધા રાજકારણીઓ તો સર્વવ્યાપક, સાવર્ત્રિક અને સમયના બંધનોથી પર સમસ્યા છે. આજે વાંચીએ શકુનીજીના વિચારો, તારીખ ૪ સપ્ટેમ્બર ૨૨ ડી.કે. (ડ્યુરીંગ કૃષ્ણ).


શકુની ની રોજનીશી (ભાગ ૬) – મોંઘવારી અને ગાંધાર બંધ 4

મોંઘવારી, ભ્રષ્ટાચાર અને પ્રજાના પૈસે તાગડધિન્ના કરતા રાજકારણીઓ સર્વવ્યાપક સાવર્ત્રિક અને સમયના બંધનોથી પર સમસ્યા છે. મહાભારત કાળમાં પણ આ સમસ્યા હતી જ! શકુનીજીની ડાયરીના પૃષ્ઠ ક્રમાંક ૪૨૦ પર આ બાબતનો ઉલ્લેખ છે. અક્ષરનાદ પર પાંચ પાંચ લેખ મૂક્યા હોવા છતાં શકુનીજીએ કોપીરાઈટ ઉલ્લંઘનનો કોઈ કૅસ કર્યો નથી એટલે મને લાગે છે કે મારે આ ડાયરીનું પબ્લિકેશન પૅઈડ કરી દેવું જોઈએ. ઍનીવેઝ આજે વાંચીએ શકુનીજીના વિચારો, તારીખ ૨૩ જુલાઈ ૨૨ ડી.કે. (ડ્યુરીંગ કૃષ્ણ).


શકુની ની રોજનીશી (ભાગ ૫) – લોકશાહીની ઠોકશાહી 6

શ્રી શકુનીજી મહાભારતનું એક અનોખું પાત્ર છે. મહાભારતના સમગ્ર કથાસાગરમાં તેમનો ફાળો ઘણો મહત્વનો છે. શકુનીજીની એક ડાયરી મહુવાના ભવાની મંદિરના દરીયાકાંઠે ફરતા ફરતા અચાનક મને રેતી માંથી મળી આવી. આ મારું મૌલીક રી-(વિ)સર્જન કાર્ય છે એથી તેના બધાં કોપી કરવાના હકો મારા છે. સમયાંતરે અન્ય પાનાં પણ ઉપલબ્ધ થતાં રહેશે. આજે પ્રસ્તુત છે આ ડાયરીના અંશો પ્રગટ કરતો પાંચમો ભાગ. જેમાં શકુનિજી રોજીંદી આસપાસની ઘટનાઓ પર તેમના વિચારોનો પ્રહાર કરે છે.


શકુની ની રોજનીશી (ભાગ 4) – શકુની બ્લોગ બનાવે છે 11

શ્રી શકુનીજી મહાભારતનું એક અનોખું પાત્ર છે. મહાભારતના સમગ્ર કથાસાગરમાં તેમનો ફાળો ઘણો મહત્વનો છે. શકુનીજીની એક ડાયરી મહુવાના ભવાની મંદિરના દરીયાકાંઠે ફરતા ફરતા અચાનક મને રેતી માંથી મળી આવી. આ મારું મૌલીક રી-(વિ)સર્જન કાર્ય છે એથી તેના બધાં કોપી કરવાના હકો મારા છે. આ ડાયરીનાઆ પહેલા મૂકેલ પાના આપ વાંચી શક્શો. સમયાંતરે અન્ય પાનાં પણ ઉપલબ્ધ થતાં રહેશે. આજે પ્રસ્તુત છે આ ડાયરીના અંશો પ્રગટ કરતો ચતુર્થ ભાગ. શકુની બ્લોગ બનાવે છે…..


શકુની ની રોજનીશી (ભાગ ૩) – જીજ્ઞેશ અધ્યારૂ 6

શ્રી શકુનીજી મહાભારતનું એક અનોખું પાત્ર છે. મહાભારતના સમગ્ર કથાસાગરમાં તેમનો ફાળો ઘણો મહત્વનો છે. શકુનીજીની એક ડાયરી મહુવાના ભવાની મંદિરના દરીયાકાંઠે ફરતા ફરતા અચાનક મને રેતી માંથી મળી આવી. આ મારું મૌલીક રી-(વિ)સર્જન કાર્ય છે એથી તેના બધાં કોપી કરવાના હકો મારા છે. આજે પ્રસ્તુત છે આ ડાયરીના અંશો પ્રગટ કરતો તૃતિય ભાગ.


શકુની ની રોજનીશી (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ 7

શ્રી શકુનીજી મહાભારતનું એક અનોખું પાત્ર છે. મહાભારતના સમગ્ર કથાસાગરમાં તેમનો ફાળો ઘણો મહત્વનો છે. શકુનીજીની એક ડાયરી મહુવાના ભવાની મંદિરના દરીયાકાંઠે ફરતા ફરતા અચાનક મને રેતી માંથી મળી આવી. આ મારું મૌલીક રી-(વિ)સર્જન કાર્ય છે એથી તેના બધાં કોપી કરવાના હકો મારા છે. સમયાંતરે અન્ય પાનાં પણ ઉપલબ્ધ થતાં રહેશે.


શકુની ની રોજનીશી – જીજ્ઞેશ અધ્યારૂ 11

હિન્દીમાં શ્રી શિવકુમાર મિશ્ર અને જ્ઞાનદત્ત પાંડેજી ના બ્લોગ પર એક પોસ્ટ જોઇ, તે પરથી આવેલા વિચારના આધારે આ પોસ્ટ ઉપસી આવી. જો કે આ ફક્ત એક ગમ્મત ખાતર લખાઇ છે,અને તેને એટલી હળવાશથી જ માણવા વિનંતિ છે. મહાભારત એક મહાન ધર્મગ્રંથ છે, અને કોઇ પણ શબ્દે તેને તથા તેની મહાનતાને ઠેસ પહોંચાડવાનો કોઇ હેતુ નથી. છતાં જો કોઇ લાગણી દુભાય તો એ માટે પ્રથમથી ક્ષમા માંગી લઉં છું. આશા છે સામાન્ય હાસ્ય નિષ્પન્ન કરવાનો આ પ્રયત્ન સફળ રહેશે.