કોલેજકાળનાં પુસ્તકો ફેંદતા,
સરી પડ્યું અનાયાસ જ
કરમાયેલું, ચગદાયેલું, ભૂલાયેલું
એક પીળું ગુલાબનું ફૂલ….
તને એ દિવસ યાદ છે?
હસતી, ખીલતી કળી જેવી
સહેલીઓના ટોળાની વચ્ચે,
જ્યારે તું મને જાણતી પણ નહોતી,
પણ મારા પ્રથમ નજરનાં પ્રેમે….
મને હજીય યાદ છે એ ક્ષણ,
જાણે દૂઝતો તાજો ઝખમ,
મારા ધ્રુજતા હાથોમાંથી
તારી પાસે આવવા વલખતું
એક ગુલાબ પીળું,
આપણી આંગળીઓનો
એ અનન્ય સંવાદ .
અને મારી આંખોનો,
અનોખો આશાવાદ.
એ ગુલાબનો જ નહીં,
મારા સ્નેહનો, મારા અસ્તિત્વનો
“આપણા” અસ્તિત્વનો
તેં સ્વીકાર કર્યો.
એ પછી તો ઘણીય ક્ષણો
મેં તારી લટોમાં ગાળી
તારી આંખોમાં ઓગાળી
જીવનની અમૂલ્ય એ ક્ષણો
જેણે મને સુખની, પ્રેમની,
આનંદની વ્યાખ્યા સમજાવી.
એક નાનકડા પીળા ગુલાબે
જીવનને ઇન્દ્રધનુના રંગો આપ્યા,
તારા પ્રેમના સાગરમાં હું,
ઉતર્યે ગયો, વિસ્તર્યે ગયો.
એવી પળો પણ આવી જ્યારે
લાગ્યું કે સુખના પહાડોને
હું હાથથી પકડી શકું છું,
ને પ્રેમની મંઝિલો
ડગલામાં સર કરી શકું છું.
સ્વપ્નના ભારથી લચેલી પાંપણોને
એટલે જ તારા લગ્નની કંકોત્રી
થોડીક ભારે લાગી,
તારા હાથની મહેંદી પણ
બેરંગ જેવી લાગી
ને તારી માંગમાં પૂરાયેલ સિંદૂર પણ,
તેં તારા ઘરમાંથી વિદાય લીધી
ને ખુશીઓએ મારી જીંદગીમાંથી.
તારી સાથે કાયમ રહેવા
મેં જ એને મોકલી આપી,
પણ હું તો એકલો,
એકલતાનો ઇલાજ
એટલે તારી યાદ
ફક્ત એજ જે તારી છે,
છતાંય સદા મારી છે.
સદાય….
આઠમાં જન્મે
તારા સાથની આશામાં
આ જ જન્મમાં બધાંય
જન્મો જીવું છું….
પીળું ફૂલ હવે કાળુ થઇ ગયું છે,
અને હું,
હું રંગ અંધત્વનો શિકાર….
( મારી રચનાઓ ગેય નથી હોતી કે છંદમાં નથી બેસતી એવી મિત્ર વિકાસ બેલાણીની હંમેશની વાતને લીધે જાણ્યે અજાણ્યે હવે અછાંદસ રચનાઓ તરફ વળી રહ્યો છું. એક ફૂલની સાથે સંકળાયેલા પ્રથમ પ્રેમના સંસ્મરણોને વાચા આપતી આ અછાંદસ રચના જેવી કેટલીય કહાનીઓ શાળા – કોલેજોમાં ઉજવાતા ફ્રેન્ડશીપ ડે જેવા દિવસોથી શરૂ થાય છે. હજાર દેખાડાઓની સાથે ક્યાંક એક સાચો પ્રેમ પણ આ પીળા ફૂલની જેમ કરમાતો હશે? કદાચ હા, કદાચ ના ! )
સદાય…
મમળાવવી ગમે તેવી રચના.
wonderful
તેં તારા ઘરમાંથી વિદાય લીધી
ને ખુશીઓએ મારી જીંદગીમાંથી.
તારી સાથે કાયમ રહેવા
મેં જ એને મોકલી આપી
વાહ દોસ્ત સુ મસ્ત કાવ્ય રચના કરિ..
બહુ જ સરસ. કોલેજ ના દિવસ યાદ આવિ ગયા.
ખરેખર સબન્ધ ના છોડ ને પ્રેમ-રુપિ પાણી મળતુ બન્ધ થાય છે,ત્યારે પિળુ ગુલાબ લાલ અને પછી કાળૂ બને છે,અને તે કાળૂ પડેલુ ગુલાબ બિજા પિળા ગુલાબો સર્જવા શક્તિમાન થાય છે.આ વાત ખુબજ સરળતા થિ આપે આ કાવ્યમા સમજાવિ છે….
આઠમાં જન્મે
તારા સાથની આશામાં
આ જ જન્મમાં બધાંય
જન્મો જીવું છું….
જીગ્નેશભાઈ પ્રેમનો રંગ ક્યારેય કાળૉ પડતો નથી એ પીળુ ગુલાબ સમય જતા વધારે પીળુ થશે..આ એક ઘા એવો છે હમેશા તાજો રહેવાનો..સુંદર અછાંદસ..મનને તડપાવી ગયું.
સપના
ઘાયલ દિલનિ વેદના બહુજ પસન્દ આવિ,,આવા તો કેટલાયે દુનિયમા ઘાયલ થયેલા હશે
ખરેખર સુન્દર ….
છ્@ન્દ્ર્@
પણ હું તો એકલો,
એકલતાનો ઇલાજ
એટલે તારી યાદ
ફક્ત એજ જે તારી છે,
છતાંય સદા મારી છે.
રચના ગેય હોઈ પણ શકે અને ન પણ, છંદબદ્ધ હોઈ પણ શકે અને ન પણ,
અને એ બધા કરતા વધુ છે રચયીતાનો ભાવ અને એ રીતે જોઉં તો તારી આ રચના મારા દિલને સ્પર્શી ગઈ છે.
ઘાયલ દિલની વેદના ગમી. પીળા ગુલાબથી લાલ ગુલાબ અને પછી કાળા ગુલાબની કહાની દરેક જનરેશનમાં મળશે.
વાહ ઉસ્તાદ. વાહ…!
તારા હાથની મહેંદી પણ
બેરંગ જેવી લાગી
ને તારી માંગમાં પૂરાયેલ સિંદૂર પણ,
રચીને આપે છેલ્લે તો કમાલ કરી દીધી…
અને હું,
હું રંગ અંધત્વનો શિકાર….
રંગો ન હોત તો શું થાત.. અને આપે તો અંધત્વને ઉજાળી દીધું..
સરસ રચના.