સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જીજ્ઞેશ ચાવડા


અમ તમોને મળ્યા – જીજ્ઞેશ ચાવડા 5

ગમે તેવી કપરી અને પ્રતિકુળ પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતાના પ્રિયપાત્રને મળવાની ઝંખના શું નથી કરાવતી પરિસ્થિતિઓ ભલે ગમે તેટલા વિઘ્નો ઉભા કરે, પરંતુ અડગ મન અને મક્ક્મ નિર્ધાર ગમેતેવા કષ્ટોની સામે પણ ઉભા થવાની હિંમત આપે છે. પ્રસ્તુત ગઝલમાં શ્રી જીજ્ઞેશ ચાવડા એવું જ કાંઈક કહેવા માંગે છે. ગમે તેવી મુસીબતોને વેઠીને પણ તેઓ પોતાના પ્રિયપાત્રને મળ્યાનો સંતોષ વ્યક્ત કરી રહ્યાં છે. ફક્ત એક અલપઝલપ મુલાકાતની, એકમેકને નીરખવાની ઉત્કટ ભાવનાનો તેઓ અહીં પરિચય કરાવે છે. તેમની કલમે આમ જ સત્તત સર્જન થતું રહે તેવી શુભેચ્છાઓ.


શબ્દનું સામર્થ્ય – જીજ્ઞેશ ચાવડા (ચિંતનાત્મક લેખ) 12

આપણે રોજબરોજના જીવનમાં અસંખ્ય શબ્દો સાંભળીએ છીએ. પણ એમાંથી કેટલા શબ્દો ખરેખર સાંભળીએ છીએ એમ કહી શકાય? સાંભળેલા બધાંય શબ્દો કાંઈ ઉપયોગી કે જીવન પરિવર્તન કરી શકે એવા હોતા નથી. પણ એ અનેક શબ્દોના મહાસાગરમાં કાંઈક એવા મોતી તો હોય જ છે જે જીવનની દિશા બદલી શકે. કહે છે કે જ્યાં સુધી શબ્દરૂપી હથોડીની ચોટ આપણા મન પર નથી લાગતી ત્યાં સુધી તેની કોઈ અસર આપણા વર્તન પર કે વિચારો પર થતી નથી. શબ્દોના સામર્થ્યને દર્શાવતા આવા જ વિચારો સાથેનો શ્રી જીજ્ઞેશ ચાવડાનો આ ચિંતનાત્મક લેખ મનનીય છે.


વાત ખાસ છે – જીજ્ઞેશ ચાવડા

હમણાં મિત્રતા વિશેની રચનાઓની અક્ષરનાદ પર જાણે મૌસમ ચાલે છે. મિત્ર જીજ્ઞેશ ચાવડાના ઘણાં મિત્રોમાંથી તેમના બે ખાસ મિત્રોને લક્ષમાં રાખીને કાવ્ય લખવાની ઈચ્છા થઈ. તેમની પાસે ઈચ્છા વ્યક્ત કરી તો તેમણે જીજ્ઞેશભાઈને ધમકી ભરી હા પાડી… જે હતી “તુ તારી ઈચ્છા પૂર્ણ કર પણ, જો અમારા વિષે કાંઈ પણ અયોગ્ય લખ્યુ છે તો જોઈ લેજે…..” અને આખરે તેમના વખાણ કરતુ કાવ્ય તેમણે બનાવ્યું, પણ આખરી પંક્તિઓમાં તેમના ” ખરેખર વખાણ ” કરવાનું ચૂક્યા નહીં, હવે તેમને શું શું સહન કરવું પડશે એ જાણવું રસપ્રદ રહેશે….


મુક્તકો – જીજ્ઞેશ ચાવડા 10

મિત્ર જીજ્ઞેશ ચાવડાની રચનાઓ એવા કેટલાક મુક્તકો આજે પ્રસ્તુત કર્યા છે. મુખ્યત્વે પ્રેમની અને વિરહની વાતો કરતા આ મુક્તકો હજી શરૂઆત છે. અમે હજી આ ક્ષેત્રમાં પા પા પગલી કરી રહ્યા હોઈ જે જગ્યાઓ પર વિસ્તારને અથવા વિચાર સુધારાને અવકાશ હોય ત્યાં મુક્તપણે સૂચવશો તો આનંદ થશે. વિચારને, કલ્પનાને યોગ્ય ક્ષેત્ર, યોગ્ય રસ્તો અને પ્રસ્તુતિની કળા સાંપડે એ ઈચ્છવાયોગ્ય જ હોય.


વર્તન વાતો કરે……. – જીજ્ઞેશ ચાવડા 10

આપણું વર્તન આપણા ચારિત્ર્યનું દર્પણ છે. જેવું વર્તન તેવું સમ્માન. નાના પ્રસંગો પણ માણસની છાપ એવી સજ્જડ બેસાડી શકે છે જે લાંબી વાતો કરી શક્તી નથી. દુર્ગુણોને માખણ માંથી વાળ કાઢે તેમ દુર કરી, ચારિત્ર્યવાન બનીએ અને પશ્ચિમી ભોગ વિલાસના ચક્કરમાં ના આવી ચારિત્ર્યવાન સમાજનું નિર્માણ કરીએ એમ સુંદર ઉદાહરણોના માધ્યમથી સૂચવતો શ્રી જીજ્ઞેશ ચાવડાનો ઉપરોક્ત લેખ ખૂબ સમયાનુચિત છે.


સંબધ ની નાવ – જીજ્ઞેશ ચાવડા 8

વૈવિશાળ અને લગ્ન વચ્ચેનો સમયગાળો યુગલ માટે, પ્રેમીઓ માટે જીવનના સ્વપ્નોને શણગારવાનો એક અનોખો અવસર છે. વૈવિશાળ થઈ ગયા હોય અને લગ્ન બાકી હોય ત્યારે હૈયામાં અનેક સ્વપ્નો હોય છે, ઉમંગો અને જીવનના આયોજનોથી મન છલકાઈ જાય છે. આવાજ સંજોગો દરમ્યાનની લાગણીઓને શ્રી જીગ્નેશ ચાવડાની ઉપરોક્ત રચનામાં સુપેરે વ્યક્ત થઈ છે. એક બીજાનો સાથ સહકાર, મિત્રો અને સગાવહાલાંનો વિશ્વાસ અને જીવનના ગમે તેવા કપરા સંજોગોમાં સતત આગળ વધ્યા બંનેને એક મજબૂત તાંતણે એક બીજા સાથે જોડે છે, એ બંધનમાં બંધાવાની, ઉલ્લાસથી જીવન જીવી જવાની ભાવના અહીં વર્ણવાઈ છે. અંતિમ પંક્તિઓમાં તેઓ સહજીવનની શરૂઆત થયા પછીની વાત કહે છે.


શ્રદ્ધા અને અંધશ્રદ્ધા નો ભેદ – જીજ્ઞેશ ચાવડા 19

લગભગ ચોક્કસ સમયાંતરે મળતી રહેતી શ્રી જીજ્ઞેશ ચાવડાની ગદ્ય પદ્ય રચનાઓ અક્ષરનાદ પર આપણે પહેલા પણ માણી છે, આજે તેમના તરફથી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે, તેમના સૂક્ષ્મ ભેદ વિશેની થોડીક વાત. આ મહત્વપૂર્ણ પરંતુ અછૂતા વિષય પર સામયિકોમાં – બ્લોગજગતમાં સમયાંતરે ચર્ચાઓ થતી રહે છે. શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધાના તફાવત અને તેની સૂક્ષ્મ ભેદરેખા વિશે અહીં તેમણે વિશદ છણાવટ કરી છે. તેમના વિચારોની સ્પષ્ટતા અને ચિંતનનું ઊંડાણ ખરેખર વિષયને રસમય બનાવી દે છે.


પ્રભુ, હવે શું માંગું? – જીગ્નેશ ચાવડા 7

પ્રસ્તુત રચના પ્રભુ શ્રી કૃષ્ણના જીવન સાથે માનવ જીવનની સરખામણી અને તેમને ભોગવવા પડેલા કષ્ટો અને મુસીબતોની સામે તેમણે કવિને આપેલી સગવડો અને સુખોની વાત કરવાનો પ્રયત્ન કરે છે, પ્રભુ પાસે શું માંગવું એ વિશે વિચારતા કવિને દરેક રીતે પ્રભુના જીવન કરતા પોતાના જીવનના સુખો અને સગવડો વધારે લાગે છે, પ્રભુએ તેમને બધુંજ જરૂરી આપ્યું છે એમ અનુભવતા કવિને ક્ષુલ્લક સુખોની માંગણી કરવી ગૌણ લાગે છે, કદાચ એટલે જ તેઓ પ્રભુના ચરણ કમળમાં જ જીવનનો અંત થાય તેવી માંગણી મૂકે છે. રોજીંદી ઘરેડથી અને સામાન્ય વિષયોથી કાંઈક અલગ રચના એ શ્રી જીગ્નેશ ચાવડાની વિશેષતા રહી છે, આ રચના તેમની સર્જન પ્રક્રિયામાં મોરપીંછ છે એ વાતમાં શંકાને સ્થાન નથી.


સમય, જરૂરત અને યોગ્યતા – જીગ્નેશ ચાવડા 10

શ્રી જીગ્નેશ ચાવડાની ગદ્ય પદ્ય રચનાઓ અક્ષરનાદ પર પહેલા પણ માણી છે, આજે તેમના તરફથી તેમના બસ મુસાફરીના એક સુંદર અનુભવની વાત સાંભળીએ. બસના એક નાનકડા અનુભવની વાત માનવ માનસની એક સુંદર અને એક વરવી બાજુનું પ્રદર્શન કરે છે. શ્રી જીગ્નેશ ચાવડાનો આ પ્રયત્ન આપને ગમશે તેવી આશા છે, આવી જ કૃતિઓ તેમના તરફથી માણવા વારંવાર મળતી રહે તેવી ઇચ્છા સાથે તેમને શુભેચ્છાઓ.


માતૃવંદના – જીગ્નેશ ચાવડા 9

“માં’ ની કોઇ વ્યાખ્યા ન હોઇ શકે. માતાના બાળક પ્રત્યેના સ્નેહ અને તેની અપાર મમતા વિશે આપણે સૌ જાણીએ છીએ, પણ હવે વાત એ છે કે આપણે તેના પ્રત્યે કેટલી વફાદારી અને સન્માન જાળવીએ છીએ. તેને સાચવવાની, જાળવવાની આપણી ફરજ વિશે આપણે કેટલા સભાન છીએ? માતૃવંદના વિશેષ અઠવાડીયા માટે અક્ષરનાદને આ કૃતિ મોકલવા તથા પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ શ્રી જીગ્નેશ ચાવડાનો ખૂબ ખૂબ આભાર.


વંદે માતરમ ગાવું નહીં, અનુભવવું – જીગ્નેશ ચાવડા 6

“વંદે માતરમ” આપણી આઝાદીનો મહામંત્ર છે. દેશની સ્વતંત્રતા માટે એ મંત્ર પર કેટલાયે પોતાના ધર્મને વચ્ચે લાવ્યા વગર બલિદાન આપ્યા છે, પછી એ હિંદુ હોય, મુસ્લિમ હોય, શિખ કે ઇસાઇ. વંદે માતરમ ગાઓ કે ન ગાઓ, કોઇ ફરક પડતો નથી, કારણકે એ ગાવાની વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ છે, મનમાં સંઘરવાની ને સતત ઉચ્ચારવાની વસ્તુ છે. સાંપ્રત આ જ વિષય પર શ્રી જીગ્નેશ ચાવડાના કેટલાક વિચારો. અક્ષરનાદને આ કૃતિ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


વેદના – જીગ્નેશ ચાવડા 8

શ્રી જીગ્નેશ ચાવડાની ગદ્ય તથા પદ્ય કૃતિઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે. આજે પ્રસ્તુત છે તેમની એક સુંદર કાવ્ય રચના. વેદનાની વિવિધ અવસ્થાઓ પર વ્યક્તિની મન:સ્થિતિ દર્શાવતી આ સુંદર રચના અક્ષરનાદને પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.


વાંધો નહીં દીકરી – જીગ્નેશ ચાવડા 13

શ્રી જીગ્નેશ ચાવડાની પદ્ય રચનાઓ આપે અક્ષરનાદ પર આ પહેલા પણ માણી છે, આજે પ્રથમ વખત તેમના તરફથી તેમના અનુભવની વાત સાંભળીએ. બસના એક નાનકડા અનુભવની વાત માનવ માનસની એક સુંદર અને એક વરવી બાજુનું પ્રદર્શન કરે છે. શ્રી જીગ્નેશ ચાવડાનો વાર્તા લેખનમાં આ પ્રથમ પ્રયત્ન છે, આવી જ કૃતિઓ તેમના તરફથી માણવા મળે તેવી ઇચ્છા સાથે તેમને શુભેચ્છાઓ.


“ઝંખના” અને “સંબંધ એક સમજણ” (બે કવિતાઓ) – જીગ્નેશ ચાવડા 3

“ઝંખના” અને “સંબંધ એક સમજણ” એ બે કવિતાઓ શ્રી જીગ્નેશ ચાવડાની અક્ષરનાદ પર બીજી પ્રસ્તુતિ છે. વ્યવસાયે મિકેનીકલ ઇજનેર હોવા છતાં તેઓની આ રચનાઓમાં ક્યાંય અભિવ્યક્તિની યાંત્રિકતા નહીં દેખાય એ તેમની રચનાઓનું આગવું જમાપાસુ છે. એ ઉપરાંત તેઓ પ્રેમ અને વિરહની વાત ખૂબ સુંદર તથા સહજ રીતે તેમના આગવા અંદાઝ-એ-બયાં થી તદન નિખાલસ રીતે અભિવ્યક્ત કરી શકે છે. આજે માણીએ તેમની બે રચનાઓ.


ત્રણ કવિતાઓ – જીગ્નેશ ચાવડા 12

શ્રી જીગ્નેશ ચાવડા અમારી કંપનીમાં મિકેનીકલ ઇજનેર ( ગુણવત્તા નિયંત્રણ વિભાગ) છે અને અહીંના ઘણા સહકર્મીઓની જેમ કવિતા એ તેમનો શોખ છે. પોતાની ક્ષમતાઓ અને કળાને કવિતાના રૂપે ઢાળવાનો તેમનો પ્રયત્ન આપની સમક્ષ છે. અને દરેક નવા રચનાકારની જેમ તેમને પણ નવું શીખવાની હોંશ છે, તો આપના પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે.