વેદના – જીગ્નેશ ચાવડા 8


કાદવમાં કમળ પણ ક્યારેક કરમાયું હશે
જ્યારે પ્રસ્થાપિત પ્રેમના તાર તૂટ્યા હશે,

સૃષ્ટીમાં કોઇકને જ મળે ઇચ્છીત સઘળું,
કે જે મોતને પણ બાથમાં લઇ ફરતા હશે.

સેંકડો ચાહકોની વા-વાહ જીતનારાઓ
એકાદ ઘૂંટડો નફરતનો પણ પીધો હશે

જીંદગીની કમાણી પ્રિયજને લૂંટાવનાર
એકવાર પસ્તાવાના અશ્રુએ રડ્યો હશે.

આજે ક્યાં મળે છે સાચા હિતેચ્છુ જીવનમાં
સમે ન સત બોલી આપણેય મૌન સેવ્યા હશે.

‘જીગ’ તો ફેરવે માત્ર તેના તરફ દર્પણ
કે જેણે સ્વજન હાથે પીઠે ઘા સહ્યા હશે.

શ્રી જીગ્નેશ ચાવડાની ગદ્ય તથા પદ્ય કૃતિઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે. આજે પ્રસ્તુત છે તેમની એક સુંદર કાવ્ય રચના. વેદનાની વિવિધ અવસ્થાઓ પર વ્યક્તિની મન:સ્થિતિ દર્શાવતી આ સુંદર રચના અક્ષરનાદને પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “વેદના – જીગ્નેશ ચાવડા