કર્મ નો સંગાથીનું પ્રતિકાવ્ય – જયકાંત જાની 5


( મૂળ  ભાવનગર ના વતની અને હાલ અમેરીકામા ફાર્મસી તથા હેલ્થ એન્ડ બ્યુટી ડીવીઝનમા કાર્યરત શ્રી જયકાંતભાઇ જાની ખૂબ સારા એસ્ટ્રોલોજર છે અને તેમના સો જેટલા અભ્યાસ લેખ જન્મભૂમી, સંદેશ, ભવિષ્યવાણી .. વિગેરેમા પ્રસિઘ્ઘ થયા છે, તેમને સાહિત્યમા ખુબજ રસ છે. સો કરતા વધારે કવિતાઓ લખી છે જે અમેરીકાના ગુજરાત દર્પણ , ગુજરાત દર્શનમા પ્રસિઘ્ઘ થઇ છે.

થોડા સમય પૂર્વે અક્ષરનાદ પર કર્મનો સંગાથી…. – મીરાંબાઇનો અમૃત પ્યાલો શીર્ષક હેઠળ કર્મનો સંગાથી રાણા મારું કોઇ નથી એ સુંદર ભાવવહી ભજન મૂક્યું હતું. વડીલ વાંચક મિત્ર શ્રી જયકાંતભાઇ જાનીએ આ ભજનના ખૂબ સુંદર પ્રતિકાવ્યની રચના કરી છે. અક્ષરનાદને આ સુંદર રચના પ્રકાશિત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમના ઇ-મેલ એડ્રેસ  jjani1946@gmail.com પર તેમનો સંપર્ક કરી શકાય છે.)

કર્મનો સંગાથીનું પ્રતિકાવ્ય

હે … કર્મનો સંગાથી અહી મારૂ કોઇ નથી…
હે…. કર્મનો સંગાથી જોબુ વિણ કોઇ નથી…
કે લખ્યા એના જુદા જુદા લેખ (2)… કર્મનો સંગાથી…

એક રે ગામના દો દો ગુજીયા,
લખ્યા એના જુદા જુદા લેખ
એક રે બન્યો ઓબાજીનો પોઠીયો,
બીજો કાંઇ મોદીડાને ઘેર… કર્મનો સંગાથી.

એક રે માતાના દો દો દીકરા,
લખ્યા એના જુદા જુદા લેખ
એક ને ભાણે રે ગરમ ફુલકા,
બીજો કાંઇ ફ્રોઝન માથી ખાય… કર્મનો સંગાથી.

એક રે ઘરતીના દો દો કોલસા,
લખ્યા એના જુદા જુદા લેખ
એક ને કોયલો રાંકનુ ઇઘણિયુ,
બીજો કાંઇ બાર્બેક્યુએ મૂકાય….. કર્મનો સંગાથી

એક રે બરફ દો દો ટુકડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક ની બની રે ગરીબની ગુલ્ફી,
બીજો કાંઇ બિયરે છલકાય… કર્મનો સંગાથી.

એક રે લક્ષ્મીના દો દો દીકરા,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે ડોલર ઓબાજીના હાથમાં,
રુપિયો કાંઇ મોદિડાને ઘેર… કર્મનો સંગાથી.

એક રે કાચની દો દો બાટલી,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે બાટલી દુઘીયા બાળ કુંવરની,
બીજી પડી દારૂડિયાને ઘેર… કર્મનો સંગાથી.

એક રે માતાના દો દો બેટડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે બેટાને પરમાટી ના ખપે,
બીજો નોન વેઝ થી ઘરાય… કર્મનો સંગાથી

અમેરીકાને આંગણ ગુજરાતી બોલીયા,
કે દેજો અમને વતનતચરણે વાસ… કર્મનો સંગાથી.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “કર્મ નો સંગાથીનું પ્રતિકાવ્ય – જયકાંત જાની