ઇન્ડીબ્લોગરની શ્રેષ્ઠ સ્વરચિત કાવ્યકૃતિ સ્પર્ધા…. 2


પ્રિય મિત્રો,

ભારતીય ભાષાઓના બ્લોગર મિત્રોનો સહીયારો મંચ એટલે ઇન્ડીબ્લોગર.ઇન ( http://www.indiblogger.in ). દર મહીને અહીં યોજાતી સ્પર્ધા અંતર્ગત આ વખતે શ્રેષ્ઠ સ્વરચિત પદ્ય કૃતિ અથવા શ્રેષ્ઠ ઓરીજીનલ પોએટ્રી માટેની સ્પર્ધા અંતર્ગત વિવિધ ભાષાઓના કુલ 185 બ્લોગ્સ તેમની વિવિધ કૃતિઓ સાથે સ્પર્ધામાં છે. બ્લોગ સંચાલક દ્વારા આપવામાં આવેલી તેમની પાંચ શ્રેષ્ઠ કૃતિઓના આધારે તથા સમગ્ર બ્લોગના આધારે આ કૃતિઓ પર વોટીંગ શરૂ કરવામાં આવ્યું છે.

આવી કોઇ પણ સ્પર્ધામાં સૌ પ્રથમ વખત અક્ષરનાદ.કોમ પણ એક ઉમેદવાર તરીકે છે. અંગ્રેજી બ્લોગ્સનું પ્રભુત્વ સ્પર્ધામાં ખૂબ સ્પસઃટતાથી ઉભરી આવે છે. આ સિવાય બીજે ક્રમે હિન્દી બ્લોગ્સની સંખ્યા છે. ગુજરાતી ભાષાના પણ આંગળીને વેઢે ગણાય એટલા બ્લોગ્સ અહીં સ્પર્ધામાં છે. અમારા તરફથી પસંદ કરવામાં આવેલી અક્ષરનાદની શ્રેષ્ઠ પાંચ ઓરીજીનલ કાવ્યકૃતિઓના આધારે આપ અક્ષરનાદ અથવા આપને ગમે તે અન્ય કોઇ પણ બ્લોગ માટે વોટીંગ કરી શકો છો.

વોટીંગ માટેના સામાન્ય નિયમો આ મુજબ છે.:

આપ – આપનો બ્લોગ ઇન્ડી બ્લોગર સાથે રજીસ્ટર હોવો જોઇએ.
આપની પસંદના પાંચ બ્લોગ માટે આપ વોટ કરી શકો છો.
બ્લોગર પોતાના બ્લોગ માટે વોટ કરી શક્શે નહીં.

અક્ષરનાદને વોટ કરવા આ પેજ પર જઇ અક્ષરનાદ શોધો અને તેની સામે લખેલા વોટ પર ક્લિક કરો. આપનો ઇન્ડી બ્લોગર આઇ-ડી અને પાસવર્ડ આપવાથી આપ વોટ કરી શક્શો.

આ સ્પર્ધા માટે વોટીંગ ફક્ત સાત દિવસ પૂરતુંજ ખુલ્લું છે..

આભાર


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ઇન્ડીબ્લોગરની શ્રેષ્ઠ સ્વરચિત કાવ્યકૃતિ સ્પર્ધા….