સંબંધો – ડીમ્પલ આશાપુરી 4


સંબંધો !

આખરે સંબંધો એટલે શું? જ્યારે કોઇ પંખી તેની ચાંચમાં પરોવાયેલ અન્નના દાણાને બચ્ચાની ચાંચમાં નાખે, એ છે સંબંધ, જ્યારે રેતીના કણો હવા સાથે ભળીને હિલ્લોળે ચડે એ છે સંબંધ, જ્યારે કોઇ નિર્દોષ પતંગીયું દીવામાં પોતાની આહુતી આપે એ છે સંબંધ, જ્યારે મહેંદી હાથમાં લગાડીએ અને એના લેશમાત્ર સ્પર્શથીજ કુમકુમ હસ્ત થાય એ છે સંબંધ.

સંબંધો …. ક્યારેક ઝાકળ જેવા અલ્પ તો ક્યારેક વિશાળ વર્ષા હેલી જેવા, ક્યારેક ભાસે તેમાં અંગારારૂપી ભાસ્કર તો ક્યારેક ચંદ્રરૂપી શીતળતા, ક્યારેક તરુવર કેરી હરીયાળી તો ક્યારેક રણ રૂપી શુષ્કતા, ક્યારેક વસંતકેરૂ યૌવન તો ક્યારેક પાનખરરૂપી વૃધ્ધત્વ, ક્યારેક મોગરાના પર્ણો જેટલી મલિનતા તો ક્યારેક પારેવાની ભોળાશ, ક્યારેક ફૂલની કોમળતા તો ક્યારેક કંટકભરી વેદના, ક્યારેક પર્ણોની પલળાશ તો ક્યારેક કટ્ટરતાનો દાવાનળ.

અહીં ફક્ત ચાલે છે અઢી અક્ષરનું રાજ, એ પણ વળી દ્વિઅર્થી…. કોઇ રાખે ‘પ્રેમ’, તો વળી કોઇ દાખવે ‘દ્વેષ’, પણ અંતે જેમાં છે અપેક્ષાઓનો કુબેર ભંડાર, તે છે સંબંધ.

અધુરો છે, માનવી ખરેખર અધુરો છે એના વિના…. સંબંધ મનુષ્યને, તેના હાર્દને જીવંતતા બક્ષે છે, એના વિના ભાસે જાણે પરિવાર વગરનું મકાન, કલગી વિનાનો મોર, શબ્દો વિનાનું ગીત ને લાગણી વગરનો માનવી…..


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “સંબંધો – ડીમ્પલ આશાપુરી

  • Ch@ndr@

    ડિમ્પલબેન તમોએ સબન્ધ વિશે લખ્યુ ;ગમ્યુ પણ ખરા, પરન્તુ અમુક વ્યક્તિઓ ને લાગુ નથિ પડતુ
    દુનિયામા ઘણા ખરા માનવિ આમા માર ખાઈ ગયા છે,,,અને ખામોશ જિન્દગિ જિવે છે

  • sapana

    સંબંધ વિષે આનાથી વિરુધ ઘણું લખી શકું છું ….પણ ડિમ્પલબેનનું હકારાત્મક વળણ મારે નકારમાં નથી બદલવું …બાકી સંબંધો એ જે છેહ દીધા છે કે આ શબ્દ પણ મને છેતરામણો લાગે છે.
    સપના