સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : સાહિત્ય લેખ


અષ્ટવિનાયક બોટની જળસમાધિ.. – વિષ્ણુ ભાલીયા 16

હું જ્યાં નોકરી કરું છું ત્યાં, પીપાવાવ બંદરથી ખૂબ જ નજીક આવેલા જાફરાબાદ બંદરની એક બોટની આ કરુણાંતિકા છે. જાફરાબાદના વિષ્ણુભાઈ ભાલીયા વ્યવસાયે મૂળે માછીમાર અને સાથે વ્યાપાર પણ કરતા વિષ્ણુભાઈનો લેખનમાં આ પ્રથમ પ્રયત્ન છે, જેને સંપાદક તરીકે મેં મઠારવાનો યત્ન માત્ર કર્યો છે. અષ્ટવિનાયક બોટની આ વાત અમને એટલે પણ યાદ છે કે એ શોકસમયના અમે પણ સાક્ષી છીએ, એ વખતે દરિયામાં હું ડ્રેજીંગનું કામ સંભાળતો અને એટલે મારી સાથે કામ કરતા ખલાસીઓ અને કેપ્ટન વગેરે પાસેથી આ ઘટના વિશે ઘણું સાંભળ્યું હતું, પણ આટલી વિગતે વાત કરીને વિષ્ણુભાઈએ આ દુર્ઘટનાને એક દસ્તાવેજી સ્વરૂપ આપ્યું છે. લેખનના પ્રથમ પ્રયત્ન અને અક્ષરનાદ પર તેમની પ્રથમ રચના બદલ તેમને શુભકામનાઓ.


ચાહત – ભરત કાપડીઆ 4

નિયતિ કેવી અજબ, કેવી નિતનિરાળી છે, એ અલગ અલગ સમયે અલગ અલગ સ્થાનેથી કાંઇક ને કાંઇક અચરજ ઉછાળતી રહેતી હોય છે. ક્યારેક તાતાથૈયા કરતી ખુશીની બૌછાર, ક્યારેક ઠંડા બરફ જેવી સ્થિર પણ સતત ઝમતી રહેતી ગમગીની, તો ક્યારેક still photograph જેવી શિલાની માફક ચોંટી રહેતી શૂન્યમનસ્કતા.


શૃંગાર, શૈયા અને શ્યામા.. – કંદર્પ પટેલ 3

શૃંગારિક મુક્તક કાવ્યોમાં ‘અમરૂશતકમ’નું નામ સંસ્કૃતમાં ઉચ્ચ સ્થાને છે. અમરૂક કાશ્મીરનો રાજા હતો, જેમણે આ શ્લોકો લખ્યા છે. ૧૩૭૦ શ્લોકોનો સંગ્રહ શબ્દે-શબ્દે શ્રુંગારરસિકતા ટપકાવે છે. આ ઘટના પાછળ એક બૌદ્ધિક ચર્ચા સંકળાયેલ છે.

શંકરાચાર્ય કુમારિલ ભટ્ટ પાસે ગયા. પરંતુ, કુમારિલ ભટ્ટ સમાધિ લઇ રહ્યા હતા તેથી તેમણે શંકરાચાર્યને મંડનમિશ્ર પાસે કાશીમાં જવા કહ્યું. કાશી પહોંચીને શંકરાચાર્યે એક કૂવામાંથી પાણીનો મશક ભરી રહેલી પનિહારીને પૂછ્યું, “મંડનમિશ્ર ક્યાં મળી રહેશે?”


અંતીમ ઉપાય (FINAL SOLUTION) : HOLOCAUST – 11

૧૯૧૪ થી ૧૯૧૮ વચ્ચે થયેલા પ્રથમ વિશ્વયુધ્ધમાં પરાજય પામેલા જર્મનીમાં એક નવી વિચાર ધારાનો જન્મ થયો. આ વિચારધારા અનુસાર યહુદીઓ, જીપ્સીઓ, સર્બિયનો, પોલેન્ડના વિચારકો, નાઝી વિચારધારાનો વિરોધ કરતા લોકો, સમલૈંગિક સંબંધમાં માનનારાઓ, ગુનેહગારો, અસામાજીક તત્વો, ભિખારીઓ અને ફેરિયાઓ એ હલકા પ્રકારના મનુષ્યો હતા, અને માનવજાતી ઉપર બોજારૂપ હતા. આ વિચારધારાએ ૧૯૩૩ માં જર્મનીમાં હીટલરના સત્તા ઉપર આવ્યા બાદ ગતી ધારણ કરી, પણ એનો મોટેપાયે અમલ બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન થયો.


સફારી વિશે જાણવા જેવી, પણ અજાણી ૧૭ વાતો! – લલિત ખંભાયતા 7

સફારીના ૩૫ વર્ષ નિમિત્તે લખાયેલી બ્લોગમાળાના લલિતભાઈ ખંભાયતાએ લખેલા આવા જ સુંદર, સફારી વિશેના માહિતિપ્રદ લેખોની ઈ-પુસ્તિકા આપ અક્ષરનાદના ઈ-પુસ્તક વિભાગમાંથી ડાઊનલોડ કરી શક્શો.

પુસ્તિકા વિશે તેઓ કહે છે, ‘હું સફારીનો વાચક છું, ચાહક છું. એટલે સફારીના ૩૫ વર્ષ પુરાં થયા ત્યારે મને સફારી વિશેની એક સિરિઝ લખવાનું મન થયુ હતું. એ આ સિરિઝ છે. મારા બ્લોગ પર ક્રમબદ્ધ રીતે અગિયાર હજાર શબ્દો કરતા વધારે શબ્દો મેં ૧૮ ભાગમા લખ્યા હતાં. મારા જેવા સાફારીના અનેક વાચકો હશે. એ સૌ વાંચી શકે એટલા હેતુથી તમામ ભાગો એકઠા કરીને અહીં પીડીએફ સ્વરૃપે મૂક્યા છે.’


સોશિયલ મિડિયા અને આપણે.. – ધ્રુવ ગોસાઈ 13

એકવીસમી સદીના આ ક્રાંતિકારી દાયકામાં આપણે ઘણા બધા તબકકાઓમાંથી પસાર થઈ રહયા છીએ ત્યારે આવા સમયમાં આપણા રોજના જીવનમાં એવા પાસાઓ ઉમેરાયા છે જેમણે ઘણી વસ્તુઓની વ્યાખ્યા બદલવાની જરૂરીયાત ઊભી કરી છે.


મનુવાદ સરળ શબ્દોમાં.. – પી. કે. દાવડા 18

હિન્દુસમાજની રચના હજારો વર્ષ પહેલા મહર્ષિ મનુએરચેલા ધારાધોરણ મુજબ થયેલી છે. એક રીતે કહી શકાય કે મનુસ્મૃતિ એ હિંદુ સમાજનું બંધારણ છે. મૂળ મનુસ્મૃતિમાં સ્થળ-કાળ અનુસાર ફેરફારો થતા રહ્યાં છે. આજની સમાજ રચના એ મૂળ સમાજરચનાનાનિયમોનું વિકૃત સ્વરૂપ છે. મનુવાદ વિષે સેંકડો ભાષ્ય લખાયા છે, પણ એમાના મોટા ભાગના, સામાન્ય માણસને સમજાય એવા નથી. આ લેખમાં મેંરોજીંદા વપરાશના શબ્દોમાં, બહુ ટુંકાણમાં મનુવાદ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.


કીડીઓ તમારી રૉલ-મૉડેલ – નટુભાઈ મોઢા 5

કીડી; નાની અથવા મોટી, સોયના નાકા જેવી ઝીણી, કાળી અથવા રાતી પણ સ્વભાવે એકરાગી.

કીડીનો ચટકો અનુભવવાથી આપણી આજુબાજુ તેના અસ્તિત્વની ખબર પડે છે. ચટકાની ખંજવાળ લાંબો સમય પીડાદાયક હોય છે. શા માટે ચટકો ભરે છે તે સંશોધનનો વિષય છે. પણ સામાન્યરીતે મનુષ્ય સ્વભાવ અનુગત પોતાનું ધાર્યું ન થાય ત્યારે ડંખ મારવો કુદરતી છે. પરંતું મનુષ્ય અને કીડીના ડીએનએમાં ઘણો તફાવત છે.


INS કોચી? છે? નથી? નથી, છે? – અવધ પટેલ 9

અક્ષરનાદ પર શ્રી અવધ પટેલનો આ પ્રથમ લેખ છે અને આ દ્વારા સાહિત્ય ક્ષેત્રમાં ‘આઈએનએસ કોચી’ જેવા આપણા વિશિષ્ટ યુદ્ધજહાજ પરના સુંદર માહિતિભર્યા લેખ દ્વારા તેઓ પદાર્પણ કરી રહ્યાં છે ત્યારે તેમનું સ્વાગત છે અને તેમની કલમને અનેક શુભકામનાઓ. અક્ષરનાદ પર તેમનું સ્વાગત છે.


ધર્મનું કેન્સર.. – કંદર્પ પટેલ 3

બોસ સેલરી નથી વધારતો, મજૂરી કામ કરીને થાક્યો, અરે..! આ ધૂળ જેવી જિંદગી, છોકરાઓની ફી, પેલીની રોજની અલગ ડિમાન્ડ, મમ્મી-પપ્પાનું રોજનું એનું એ જ ભાષણ, આ ટ્રાફિકમાં અપ-ડાઉન, કંટાળાજનક જિંદગી….! હાય..હાય…હાય..! છેલ્લે દરેકના ચહેરા પર જાણે તાજમહેલ પોતાનો હતો અને કોઈક ચોરી ગયું હોય તેવું ચકલીની ચાંચ જેવું મોઢું કરીને બેઠા હોય.

જીવનને નિરાશાવાદી અભિગમ (પેસિમિસ્ટિક આઉટલુક ઓફ લાઈફ) એ વર્ષોથી ધર્મને લાગેલું કેન્સર છે. ‘સૃષ્ટિ કેટલી સુંદર છે..!’ એમ કહીને તેઓ ભોગમાં જ પડ્યા રહે છે. બાકીના ‘સૃષ્ટિ કેટલી ખરાબ છે’ તેમ કહીને ત્યાગમાં રાચવામાં મને છે. ધર્મ સજ્જનને એટલા માટે પાસે લે છે કારણ કે તેમાં અનુકરણનો સૂચિત ભાવ રહેલો છે અને દુર્જનના માથા પર એટલ માટે હાથ ફેરવે છે કે જેથી તેની સ્લેટમાં તે પાસે આવીને જીવનનો કક્કો ઘૂંટી શકે.


ગોવા : ૧૯૭૦ સુધી.. – પી. કે. દાવડા 9

૧૯૬૧ના ડિસેમ્બરમા ગોવા પોર્ચુગીસ શાસનથી મુક્ત થઈ ભારતમા ભળી ગયું. લગભગ આઠ વર્ષ પછી ૧૯૬૯ના ડિસેમ્બરમા મારી બદલી ગોવામા થઈ. ગોવામા “ઝુવારી ફર્ટીલાઈઝર લીમીટેડ” ના નિર્માણનું કામ “લાર્સન એન્ડ ટુબ્રો” ને મળેલું. હું ત્યારે “લાર્સન એન્ડ ટુબ્રો” માં સિવિલ એંજીનીઅર તરીકે કામ કરતો હતો. એ વખતે મુંબઈથી ગોવા જવા એક બસ સર્વિસ હતી, એક ship service હતી અને પૂનાથી બદલી કરી એક મીટરગેજ રેલ્વે હતી. રોજ Vasco Express નામની એક જ ગાડી બપોરે બે-અઢી વાગે મડગાંવ પહોંચતી.


વડનગરનાં જોવાલાયક સ્થળો.. – કનૈયાલાલ દવે

ગુજરાતના પ્રાચીન વારસાની આબેહૂબ પ્રતિકૃતિ એટલે મહેસાણા જીલ્લાનું વડનગર શહેર, ગુજરાતના પ્રવેશદ્વાર સમા કીર્તિતોરણ, શર્મિષ્ઠા સરોવર, પશ્ચિમ મહેતાની વાવ કે હાટકેશ્વર મંદિર અને વડનગરના દરવાજાઓ એમ પુરાતન વારસાના અપ્રતિમ સ્મારકો તથા ઉત્ખનન પછી મળી આવેલા ઐતિહાસિક પુરાવા અને પુરાતન ભવ્ય વારસાએ વડનગરને અનોખું સ્થાન આપ્યું છે. વડનગરના કેટલાક જાણીતા સ્થળો વિશેની વાત સયાજી બાલજ્ઞાનમાળાનું પુસ્તક ૧૪૯મું ‘વડનગર’ માંથી આજે પ્રસ્તુત કરી છે.


આદર્શ વક્તાની ઓળખ.. – ડૉ. સંતોષ દેવકર 3

વકતા જયારે સમયનું ભાન રાખ્યા વગર અને પૂરતી તૈયારી વગર પ્રવચન કરે ત્યારે તે પ્રવચન “બકવાસ”ની કક્ષાએ પહોંચતું હોય છે. (વકતા કન્વર્ટ ઈનટુ બકતા) પ્રથમ તો વકતા તરીકે કોને બોલાવવા એ મોટો પ્રશ્ન આયોજકો માટે થતો હોય છે. અને ખરેખર ખૂબ અઘરું છે સારા વકતાઓને આમંત્રવા. માનો કે વકતા તો મળી ગયા પરંતુ તેને કોની સામે બોલવાનું છે કે પ્રવચન આપવાનું છે અથવા કાર્યક્રમનો વિષય શું છે? તે બાબતથી માહિતગાર કરવા જોઈએ અથવા વકતાએ આ માહિતિ આયોજકો પાસેથી પહેલેથી જ મેળવી લેવી જોઈએ. શ્રોતાઓની વય ને ધ્યાને નહિ લેતાં વકતાઓ ફજેતી પામતા હોય છે.


કવિતાનો પુનર્જન્મ – ધૂમકેતુ 3

ધૂમકેતુના તણખામંડળ ૪ માંની આ એક અનોખી વાત આજે પ્રસ્તુત કરી છે. સાવ નિરસ, શુષ્ક અને સંપૂર્ણપણે ઘરેડમાં ચાલતા જીવનમાં કવિતાનો પુનર્જન્મ થાય ત્યારે શું થતું હશે? જીવનનો ઉલ્લાસ, જીવનની વેદના, જીવનની વાસ્તવિકતા અને અવાસ્તવિકતા – એ બધાંને જીવવા માંગતા અયાંત્રિક લોકોના મનોભાવને ધૂમકેતુ કેટલી સહજતાથી ઉપસાવી શકે છે એ તો તેમની આ સુંદર કૃતિ વાંચીએ તો જ સમજાય.


સાહિત્ય અને સમાજ – પી. કે. દાવડા 19

સાહિત્ય હંમેશાં સ્થળ અને કાળનાં સ્પંદનો ઝીલે છે. એ સમયના રીતરિવાજ તથા આર્થિક અને સાંસ્કૃતિક બાબતો એમાં વણાઈ જાય છે. સાહિત્યકારોની કાલ્પનિક રચનાઓમાં પણ એ સમયમાં બનતી ધટનાઓની ઝલક મળી રહે છે. આવું થાય છે, કારણ કે સાહિત્યકાર પોતે પણ સમાજનો હિસ્સો છે અને સમાજમાં બનતી ધટનાઓથી એ પોતે અને એનું કુટુંબ પ્રભાવિત થાય છે. આમપણ કોઈપણ વ્યક્તિના વર્તન અને વ્યવહાર પાછળ એના જીવનમાં બનેલી અથવા તેણે જાણેલી ઘટનાઓની અસર થયા સિવાય રહેતી નથી. સાહિત્યકાર પણ આનાથી અછૂતા ન રહી શકે.


આલ્બર્ટ આઈન્સટાઈન, સ્ટીફન હોકીંગ અને નરસિંહ મહેતા.. – પી. કે. દાવડા 14

મેં એ ત્રણેને ભેગા કર્યા છે, કારણ કે પહેલા બે જણાએ જે વાત વીસમી સદીમાં કહી છે, એ જ વાત નરસિંહ મહેતાએ સોળમી સદીમાં કહી છે. ત્રણેના વિષય છે બ્રહ્માંડ (Universe), શક્તિ (Energy) અને તત્વ (mass, matter, elements, molecules). પ્રથમ બે જણાએ પોતાના જીવન દરમ્યાન જ પોતે કહેલી વાતો (theories) વારંવાર બદલી છે, પણ નરસિંહે પોતાની વાત સમસ્ત જીવન દરમ્યાન બદલી નથી. વળી નવાઈની વાત તો એ છે કે જ્યારે જ્યારે પોતાની વાત સિધ્ધ કરવામાં અડચણો આવી છે, ત્યારે ત્યારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેઓ નરસિંહની વાત ઉપર જ આવી ગયા છે. ચાલો થોડી વિગતવાર વાત કરૂં.


મણિપુરી કવિતાનો ટૂંકો ઇતિહાસ – નાઓરેમ બિદ્યાસાગર, અનુ. વિરાફ કાપડિયા 1

મણિપુરી સાહિત્યની શરૂઆત મૌખિક સાહિત્યની પ્રણાલિકાને અનુસરીને થઈ. લેખિત સાહિત્યમાં જુવાળ આવ્યો તે પહેલાં મૌખિક પ્રણાલિકા સૈકાઓથી ધારાપ્રવાહ વહેતી જ હતી. આદિથી અત્યાર સુધીની મણિપુરી કવિતાને ત્રણ વિભાગોમાં વહેંચી શકાય: પ્રારંભિક મણિપુરી કવિતા, મધ્યયુગીન મણિપુરી કવિતા અને આધુનિક મણિપુરી કવિતા. સાહિત્યિક ઇતિહાસકાર ચ. મણિહર સિંહ પોતાના ‘મણિપુરી સાહિત્યનો ઇતિહાસ’ નામના લેખમાં જણાવે છે: “મણિપુરી લિપિમાં લખવાનું કદાચ બારમી સદીના અંતમાં શરૂ થયું હશે, પણ પંદરમી સદીના અંતની પહેલાં તો જરૂર.” પ્રારંભિક મણિપુરી કવિતાની રચના પ્રભુભક્તિ, રાજદરબારના કાર્યક્રમ, શૃંગારી ઘટનાઓ, પરાક્રમી કાર્યો અને પ્રકૃતિપૂજા- એવા એવા વિષયોને લઈને થઈ….


ક્રોધને જીતવો.. – સુમિત્રાબેન નિરંકારી 6

ક્રોધ આવે ત્યારે અમે જો થોડા સમય માટે તેને ટાળી દઇએ તો ક્રોધથી બચી જવાય છે. જ્યારે ૫ણ કોઇ સારૂં કામ કરવાનો વિચાર આવે તો તુરંત જ કરી લેવું જોઇએ અને ખરાબ વિચાર આવે તો તેને ટાળી દેવું જોઇએ. આ કાર્ય કઠીન છે પરંતુ પ્રયાસ કરવાથી તેમાં સફળતા મળે છે, આ કાર્ય તે જ કરી શકે છે કે જે પોતાની ઇન્દ્દિયો ઉ૫ર કાબુ રાખવામાં સક્ષમ છે, જેનામાં આત્મબળ છે.. બુદ્ધિ ૫ર વિશ્વાસ છે.. સ્વભાવ શાંત અને ગંભીર છે. પ્રેમપૂર્વક વ્યવહાર કરવાથી બુદ્ધિનો વિકાસ.. નિર્ણય લેવાની ક્ષમતા અને સમાજમાં પ્રતિષ્‍ઠા વધે છે.


મંત્રદ: પિતા – કંદર્પ પટેલ 8

આત્મિક વિકાસ માટે સદગુણ અને સદાચારનું શિક્ષણ લેવાની નિશાળ એટલે ‘ધન્યો: ગૃહસ્થાશ્રમ’. એ નિશાળમાં જગતસમક્ષ આદર્શભૂત સામાજિક ગુણો, દિવ્ય કૌટુંબિક જીવન અને શ્રેષ્ઠતમ નૈતિક મૂલ્યોનું અધિષ્ઠાન ઉભું કરનાર વ્યક્તિ એટલે પિતા. કૌટુંબિક હૃદયપુષ્પોને પરસ્પર શુભ્ર મોતીની માળામાં એકસૂત્રતાથી પરોવીને રાખે તે એટલે પિતા.

પિતા એ…


રેશનાલિઝમ : એક પરિચય – રમણ પાઠક 6

‘રેશનાલિઝમ’ એક એવો માનસિક અભિગમ છે કે જેમાં વિવેકશક્તિ તથા તર્કશક્તિ (રીઝન)ની સર્વોપરિતાનો બિનશરતી સ્વીકાર કરવામાં આવે છે. અને જેનો હેતું ફિલસૂફી તથા નીતિશાસ્ત્રની એવી તરાહ સ્થાપવાનો છે કે જે અધિકારી મનાતા કોઈપણ વ્યક્તિ કે ગ્રંથ (ઓથોરીટી)ની એકપક્ષી માન્યાઓથી સદંતર મુક્ત હોય અને જે તરાહને તર્ક તેમ જ વાસ્તવિક અનુભવ-પ્રયોગ દ્રારા ચકાસી સત્ય યા અસત્ય સિદ્ધ કરી શકાતી હોય.

ઉપર્યુક્ત વ્યાખ્યા લંડન રેશાનાલીસ્ટ એસોસીએશનને ઘડેલી છે, અર્થાત અંગ્રેજીભાષીઓ વડે રચિત છે છતાં એમાં ક્યાંય ‘બુદ્ધિ’ ( intellect or intelligence) શબ્દ પ્રયોજવામાં આવ્યો નથી.


માતૃદેવો ભવ… – કંદર્પ પટેલ 18

મા એક અવ્યક્ત સંબંધ, એક નિર્મમ અહેસાસ, અદ્વિતીય વિશ્વાસ. ગર્ભમાં એક મુક આહટથી માંડીને તેના જન્મ સુધી, તેની કિલકારીઓથી માંડીને કડવી થપાટ સુધી, આંગણાના તુલસીના છોડથી પૂજ્ય વડલાની પવિત્ર દોર સુધી, મા માતૃત્વની કેટ-કેટલી સંરચનાઓ રચે છે. પૃથ્વી પોતાના સંતાન માટે પર અમૃતનું ઝરણું, પતિ માટે પ્રેમનો અસ્ખલિત પ્રવાહ, પિતા માટે લાડકડી લાડો. દુનિયામાં માત્ર મા ને જ સૃજનશક્તિ અર્પીને ઈશ્વરે વિલક્ષણ વ્યવસ્થાની પ્રતિભા ધરી છે.

મા એટલે…


‘જાણ’ હોવા છતાં ‘જાણભેદુ’, સંસ્કારીતામાં છીંડુ.. – કંદર્પ પટેલ 10

બે દિવસ પહેલા હું જયારે અમદાવાદથી ‘ગુજરાત ક્વીન’ના જનરલ ડબ્બામાં પરત ફરી રહ્યો હતો ત્યારે ઘણી વાતો ‘જાણ’માં હોવા છતાં બુદ્ધિ અને મન તેને ‘જાણભેદુ’ બનાવી ‘જાણ’બહાર કરીને ‘ઇન્ફિરિઅરીટી કોમ્પ્લેક્સ’ (લઘુતા ગ્રંથિ)થી પીડાઈને સદાયને માટે વ્યથિત રહે છે, એ બાબત પર ખુબ સારી એવી ચર્ચા થઇ. હા, જનરલ ચર્ચા જ (કારણ, ડબ્બો પણ જનરલ જ હતો ને..!). પરંતુ, ‘કોમન સેન્સ ઇસ નોટ ધેટ મચ કોમન.’ આવી જ વાતો પરથી પરદો ખુલ્યો. મારી સાથે ૩ મોટી ઉંમરના ભાઈઓ હતા, અને પોતપોતાની જગ્યાએ ખુબ સંતોષપૂર્વક રહીને જીવતા હતા. એક ‘ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડ’ (જી.ઈ.બી.)માં ૨૪ વર્ષથી નોકરી કરતા ભાઈ હતા. બીજા એક મલ્ટીનેશનલ કંપનીમાં લગભગ ૧૮ વર્ષથી જોબ કરતા એન્જિનેઅર હતા. અને ત્રીજા, એકદમ તેજસ્વી ચહેરો, એકદમ પ્રતિભાયુક્ત, સ્પષ્ટવક્તા અને અનુભવનો ખજાનો, ઈંગ્લીશ અને ગુજરાતી બંને ભાષા પર અભૂતપૂર્વ પ્રભુત્વ, જે માત્ર ૩ ચોપડી ભણેલા હતા.


તમારી ભાષાની હત્યા કરશો નહીં.. – સુઝાન ટોલ્હોક, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 2

વૈશ્વિક રીતે વધતા અંગ્રેજીના પ્રભાવ અને તેને આધુનિક ભાષા તરીકેના વિકાસ અને ઉપયોગ સામે અન્ય ભાષાઓ કઈ રીતે બાથ ભીડી રહી છે તે સમજાવતી સુઝાન ટોલ્હોકની આ વાત ટેડ.કોમ પર પ્રસ્તુત થઈ હતી તેની ટ્રાન્સ્ક્રિપ્ટમાંથી આ અનુવાદ પ્રસ્તુત કર્યો છે. ભાષાને પાછળ મૂકીને આપણે આગળ વધીએ ત્યારે શું ગુમાવીએ છીએ તેની વાત અહીં છે. સુઝાન અહીં તમારી ભાષાને શા માટે પ્રેમ કરવો જોઈએ તેના કારણો આપે છે, સમજાવે છે. મૂળે લેબેનિઝમાં હોવાને લીધે અરેબિકની થોડી ખુશબુ તેમાં નિહિત હોવાની જ! (Filmed at TEDxBeirut.)


ભાષાની આજ અને આવતીકાલ.. – ગુણવંત વૈદ્ય 15

તળપદા શબ્દો, રમણીય રુઢિપ્રયોગો, અલગ અલગ બોલીઓ કે કહેવતો વગેરેને કરમાતા, વિસરાતા, હળધૂત થઇ ધીમે ધીમે ક્રમિક રૂપે ઓગળાતા જોઇને તો હરકોઈ ભાષાપ્રેમીઓને સ્વાભાવિક બળાપો જ થાય. એમનો ડર છે કે આધુનિક ભાષાઓના બજારમાં માતૃભાષાનાં શબ્દોની સાથે ભાષાના મૂળાક્ષરો પણ ઓગળી જશે કે શું? માતા સાથેનો સંબંધ જેમ હૃદયથી બંધાય તેમ માતૃભાષાનો સંબંધ પણ હૃદયથી જ બંધાય. અને એવો સંબંધ જ્યાં બંધાયો હોય ત્યાં વિરહ વેદના જરૂર આપે જ. માતૃભાષાની ચિંતા કરનારા એવા લાખો મશાલચીઓને, સંતાનોને આપણે પહેલા તો લાખેણા વંદન અને સલામ જ કરીએ. માતૃભાષા તરીકે ગુજરાતી ભાષાની દેશ વિદેશે પ્રવર્તમાન સ્થિતિ, સિદ્ધિઓ, ભાષા અંગેના આપણા સ્વપ્નો/ઈચ્છાઓ, એની આડે આવતા અંતરાયો અને એના નિવારણ અંગેના ઉપાયો જેવા મુદ્દાઓ આ લેખમાં આવરીશું.


એકાત્મ માનવદર્શન અને વ્યવસ્થાપન – નિરુપમ છાયા 3

આજકાલ management – વ્યવસ્થાપન – અંગે ઘણી ચર્ચાઓ થઇ રહી છે. અને એની કાર્યપદ્ધતિ તથા પ્રભાવ વધારવા માટે ચિંતન મનન થઇ રહ્યા છે. એકાત્મ માનવદર્શનનો અર્થ છે માનવજીવન તથા સંપૂર્ણ પ્રકૃતિના એકાત્મ સંબંધોનું દર્શન. મનુષ્ય વૈવિધ્યસભર છે. પરંતુ આ વૈવિધ્યમાં આંતરિક એકતાનું દર્શન થાય છે. આપણા ઋષિમુનિઓએ મૂળભૂત અનુભૂતિજન્ય સૂત્રો દ્વારા ચિંતન પ્રગટ કર્યું છે એ ભારતીય જીવન દૃષ્ટિ છે. અને એની જ કાલ સુસંસંગત પુનઃરચના આ દર્શન સ્વરૂપે મૂકી છે. ભારતીય જીવનદૃષ્ટિ એમ કહે છે કે સમગ્ર અસ્તિત્વનો આ અંશ એક જ ચૈતન્યમાંથી પ્રગટે છે. એ રીતે વૈવિધ્યસભર વિશ્વ અને તેના વ્યવહારના બધા જ ઘટકોમાં મૂલતઃ એકાત્મતા જ છે.


સામ્ય(વાદી)ઓની સુપડીમાં સંકેલાયેલો ‘ભારતીય ઈતિહાસ’…! – 17

ઈતિહાસ તરફ પાછળ ફરીને નજર ઠરાવીએ તો ખ્યાલ આવશે કે તેમાં માત્ર ભારત ‘ગુલામ’ની સાંકળમાં જકડીને રહ્યો તેનું દરેક ફિલોસોફરોએ બખૂબી પોતાના પુસ્તકો ભરી-ભરીને વર્ણન કર્યું છે. પરંતુ, મૌર્ય વંશ, ચાલુક્ય વંશ અને ગુપ્ત વંશનું ભારત પરનું એકચક્રી શાસનનું વર્ણન જ ક્યાય જોવા નથી મળતું. જયારે ‘બાબર-અકબર’ જમાતની આખી સીરીઝનું પોતાની કલમ વડે એવું ‘ડીસ્ક્રીપ્શન’ આપતા ગયા અને પોતાની કલમથી દુનિયાને ભારતીય ઇતિહાસનું એવું તે ઇન્જેક્શન ‘પ્રિસ્ક્રિપ્શન’માં મુક્ત ગયા અને પાછળ એ લેનારાઓની લાઈન લાગતી ગઈ. અને ઇતિહાસને વિકૃત ચિતરવાની શરૂઆત અંગ્રેજોએ જ કરી દીધી અને ત્યારબાદ સામ્યવાદીઓની આખી જમાત કીડીઓની જેમ ધીરે ધીરે કોરી ખાઈને ખોખલી કરી મુકવા પહોચી ગઈ.


માતૃભાષા દ્વારા પાંગરતું જીવન – મીરા ભટ્ટ 11

શું વ્યક્તિગત જીવનમાં કે શું સામાજિક જીવનમાં, ક્યારેક એવો તબક્કો જરૂર આવે છે, જ્યારે અન્યને કોઈ વાત ગળે ઉતરવા નાની લીટી ભૂંસવાને બદલે એની સામે મોટી લીટી દોરીને બતાવવી જ પડે !

આપણી માતૃભાષા ગુજરાતીનું જ્ઞાન આપણા પોતાના જીવનને સમૃદ્ધ કરવા કેટલું અનિવાર્ય છે – આ સત્ય ગુજરાતની જનતાને ગળે ઉતારવાનું હવે અઘરું થઈ પડ્યું છે. સમજાવટનું જાણે ‘સેચ્યુરેટેડ પોઈન્ટ’ આવી ગયું છે. હવામાં આવી દલીલ સંભળાય છે – તમે લાખ કહો પણ અમારાં સંતાનના વિકાસ માટે ‘અંગ્રેજી’ને શિક્ષણનું માધ્યમ બનાવ્યા વગર બીજો કોઈ ઉપાય અમને ગળે ઊતરતો નથી !’


રૂમી, રાબિયા અને હું (લવલી પાન હાઉસ) – ધ્રુવ ભટ્ટ 4

ધ્રુવભાઈ ભટ્ટની સુંદર નવલકથા ‘લવલી પાન હાઉસ’નો એક સુંદર ભાગ આજે પ્રસ્તુત કર્યો છે. ધ્રુવભાઈની એ વિશેષતા રહી છે કે તેમની નવલકથાના પાત્રો વાચકના મનમાં એક વિશેષ છાપ મૂકી જાય છે. ‘લવલી પાન હાઉસ’ એમાં અલગ નથી. રાબિયા, રૂબી અને વલીભાઈના પાત્રો, લવલીના મહદંશે બધા જ પાત્રો વાચકના મનને એક કે બીજી રીતે સ્પર્શે છે. આજે તેમાંથી જ આ સુંદર ભાગ પ્રસ્તુત છે.


ભય – ઓશો, અનુ. હર્ષદ દવે 14

એક માણસ રાત્રે ચાલતાં ચાલતાં લાપસી જાય છે અને પર્વતીય રસ્તા પરથી પડી જાય છે. હજારો ફૂટ ઊંડી ખીણમાં ગબડી પડાશે એવો તેને ભય લાગ્યો, કારણ કે તે જાણતો હતો કે રસ્તાની ધારે બહુ ઊંડી ખીણ છે. એવામાં તેનાં હાથમાં તે રસ્તાની ધાર પર લટકતી ઝાડની એક ડાળી આવી ગઈ. તેને ડાળીને જોરથી પકડી લીધી. રાતના અંધારામાં તેને અંતહીન ઊંડી ખીણ જ દેખાઈ. તેણે ઘણી બૂમો પાડી પરંતુ તેને માત્ર પડઘા જ સંભળાયા – તેની બૂમો સાંભળવાવાળું ત્યાં કોઈ ન હતું.
તમે કલ્પના કરો કે આ માણસે આખી રાત કેવા ત્રાસમાં વિતાવી હશે. દરેક પળે તેને નીચે મોત દેખાતું હતું.


નિસર્ગોપચાર : શ્રેષ્ઠ ઉપચાર – પ્રો. નિરંજના ભટ્ટ 6

નિસર્ગોપચાર – પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ એક આધારભૂત ચિકિત્સા પદ્ધતિ છે. નિસર્ગ ઉપચાર કરનાર ચિકિત્સકોનું માનવું છે કે શરીરમાં જમા થયેલો નકામો કચરો જ બધા રોગોનું મૂળ કારણ છે. આપણાં શરીરમાં હંમેશા જાતજાતના નકામાં પદાર્થો અને વિષ (ઝેર) ઉત્પન્ન થાય છે. આ નકામા કચરાને, એ વિષને જો યોગ્ય સમયે બહાર કાઢવામાં ન આવે તો શરીરની અંદર રહી જાય છે અને શરીરને રોગગ્રસ્ત બનાવી દે છે. શરીરની અંદર ભેગા થયેલા નકામા પદાર્થો જ બધા રોગોનું મૂળ કારણ છે. જ્યારે આ બધા ઝેરી કચરાના ભારથી શરીર ત્રસ્ત થઈ જાય છે ત્યારે પ્રકૃતિ કોઈને કોઈ રીતે વધેલા પદાર્થોને બહાર કાઢવા પ્રયત્નો કરે છે. પ્રકૃતિ શરીરના વિષને બહાર કાઢીને આપણા શરીરને સ્વચ્થ અને તંદુરસ્ત રાખે છે. કોઈ પણ પ્રકારના રોગની સ્થિતિમાં શરીરના બધા માર્ગો શરીરને રોગમુક્ત કરતા રહે છે. આ પ્રકારાની ચિકિત્સાને પ્રાકૃતિક ચિકિત્સા અથવા નિસર્ગોપચાર કહે છે.