નિસર્ગોપચાર : શ્રેષ્ઠ ઉપચાર – પ્રો. નિરંજના ભટ્ટ 6


નિસર્ગોપચાર – પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ એક આધારભૂત ચિકિત્સા પદ્ધતિ છે. નિસર્ગ ઉપચાર કરનાર ચિકિત્સકોનું માનવું છે કે શરીરમાં જમા થયેલો નકામો કચરો જ બધા રોગોનું મૂળ કારણ છે. આપણાં શરીરમાં હંમેશા જાતજાતના નકામાં પદાર્થો અને વિષ (ઝેર) ઉત્પન્ન થાય છે. આ નકામા કચરાને, એ વિષને જો યોગ્ય સમયે બહાર કાઢવામાં ન આવે તો શરીરની અંદર રહી જાય છે અને શરીરને રોગગ્રસ્ત બનાવી દે છે. શરીરની અંદર ભેગા થયેલા નકામા પદાર્થો જ બધા રોગોનું મૂળ કારણ છે. જ્યારે આ બધા ઝેરી કચરાના ભારથી શરીર ત્રસ્ત થઈ જાય છે ત્યારે પ્રકૃતિ કોઈને કોઈ રીતે વધેલા પદાર્થોને બહાર કાઢવા પ્રયત્નો કરે છે.

કોઈ કોઈ વખત પ્રકૃતિ શરીરની ગરમી વધારીને (તાવ લાવીને) શરીરમાં જમા થયેલો કચરો બાળી નાંખે છે. પ્રકૃતિની આ કરામતનું જ નામ જ્વર (તાવ) છે. કોઈ વખત આંતરડામાં જમા થયેલો કચરો ડાયેરિયા – અતિસાર (ઝાડા) વાટે બહાર નીકળે છે. કોઈ કોઈ વખત ફેફસાં દ્રારા પ્રકૃતિ શરીરના નકામા કચરાના ભારને દૂર કરવા પ્રયત્ન કરે છે, ત્યારે શરદી કફ એ ઉધરસ વગેરેના રોગ થાય છે. જ્યારે ચામડી વાટે શરીરનો કચરો બહાર આવે છે ત્યારે ચામડીના રોગો ખરજવું, દાદર, ગૂંંમડા, વગેરે થાય છે. આ રીતે કુદરત – પ્રકૃતિ હંમેશ પ્રયત્ન કરે છે અને ઝેરી પદાર્થો બહાર નીકળે છે.

શરીરના આ ઝેરી તત્વોને દૂર કરવાના આ પ્રયત્ન જ રોગ ઉત્પન્ન કરે છે. આપણા શરીરના બધા રોગો જેવા એ શરદી, ખાંસી, અતિસાર (ઝાડા), તાવ આવવો, ચામડીના રોગો – ખુજલી, ખરજવું વગેરે રોગો શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રકૃતિના પ્રયત્ન જ છે બીજુ કંઈ નથી એટલે એલોપેથીની દવાઓ લઈને રોગને દબાવી દેવો જોઈએ નહીં. રોગના મૂળ કારણ – શરીરમાં જમા થયેલા નકામા ઝેરી તત્વોને દૂર કરવા એ જ મુખ્ય ઉપાય છે.

આપણે બધાં એવું સમજીએ છીએ એ શરીરમાં રોગ એકાએક આવી જાય છે, પરંતુ આ કલ્પના જ એક ભ્રમ છે. બધા રોગનું મૂળ કારણ શરીરની અંદર જ છે. જૂની કબજિયાત, આંતરડામાં ભરાઈ રહેલો ખાદ્ય પદાર્થ, શરીરમાં ઉત્પન્ન થયેલા મૃત કોષો વિગેરે શરીરમાં કાર્બોનિક ઍસિડ, યુરિયા વગેરે ઝેરી પદાર્થોનો સંચય થાય છે, તે બધા રોગ ઉત્પન્ન કરે છે. અને ટોન્સીલ, પાયોરિયા, શ્વાસનળીનો સોજો, યુરીનના રોગો, જૂના ચામડીના રોગો શરીરને રોગી બનાવી દે છે. આ ઉપરાંત તમાકુ ખાવાની ટેવ, શરાબ, અફીણ વગેરેનાં વ્યસનો શરીરમાં અનેક પ્રકારનાં વિષ ઉતન્ન કરે છે.

દરેક વ્યક્તિના શરીરમાં હંમેશા કેટલાય પ્રકારના વિષ ઉત્પન્ન થતા જ રહે છે. પ્રકૃતિ શરીરના વિષને બહાર કાઢીને આપણા શરીરને સ્વચ્થ અને તંદુરસ્ત રાખે છે. કોઈ પણ પ્રકારના રોગની સ્થિતિમાં શરીરના બધા માર્ગો શરીરને રોગમુક્ત કરતા રહે છે. આ પ્રકારાની ચિકિત્સાને પ્રાકૃતિક ચિકિત્સા અથવા નિસર્ગોપચાર કહે છે. તેથી કરીને શરીરના બધા જ માર્ગો જ શરીરનો કચરો દૂર કરે છે. તે સ્વચ્છ રાખવા જોઈએ. સાથે સાથે આસનયોગ, પ્રાણાયમ અને પૌષ્ટિક ભોજન દ્રારા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું એ જ નિસર્ગોપચારનું મુખ્ય ધ્યેય છે.

પ્રાકૃતિક ચિકિત્સા માટે કહેવાય છે કે રોગ અનેક પ્રકારના હોવા છતાં પણ વાસ્તવમાં એક જ કારણ હોય છે. કારણકે શરીરમાં એકત્ર થયેલા ઝેરી પદાર્થો જ બધા રોગોનું મૂળ કારણ છે. બધા રોગોને એક જ રોગ માનવામાં આવે એ તેમ બધા રોગોની પરિસ્થિતિમાં ઇલાજ પણ એક જ છે અને તે પ્રવૃત્તિની મદદ લઈને શરીરને વિષમુક્ત કરવું. જ્યારે શરીર વિષમુક્ત થશે ત્યારે શરીર બિલકુલ સ્વસ્થ થઈ જશે.

નિસર્ગોપચારમાં કોઈ દવાની જરૂર હોતી નથી. આ ચિકિત્સા પદ્ધતિમાં પંચમહાભૂત અથવા માટી, જળ, પ્રકાશ, વાયુ વગેરેની મદદ લેવામાં આવે એ. આ બધાં તત્વો શરીરને સ્વસ્થ રાહી શકે એ. એમ માનવામાં આવે છે કે અધિકાંશ રોગ જીવાણુઓથી ઉત્પન્ન થાય છે. તેથી આ જીવાણુઓનો નાશ કરવાથી વ્યક્તિ રોગ મુક્ત થશે. આ એક ભ્રમ છે અણ એવું કોઈ શરીર નથી કે જેમાં જીવાણું ન હોય, પરંતુ શરીરમાં ભેગા થયેલા કચરાને લીધે જીવાણુ વધારે ફેલાય છે. શરીરમાં વિષ કે નકામા પદાર્થ એકત્ર ન થાય તો જીવાણુ વધારે ફેલાય છે. શરીરમાં વિષ કે નકામા પદાર્થ એકત્ર ન થાય તો જીવાણુ ફેલાય નહીં. જ્યાં ગંદકી હોય છે ત્યાં જીવાણું ફેલાય છે. સાફ અને સ્વસ્છ જગ્યાએ જીવાણુ ફેલાતા નથી. આ એક સામાન્ય સમજણની વાત છે. સ્વચ્છતા હોય તો જીવાણુ કંઈ પણ અનિષ્ટ કરી નથી.

શરીરની અસ્વચ્છ જગ્યા પર એકત્ર થયેલા જીવાણુઓને ઘાતક દવાઓથી દૂર કરવા એ યોગ્ય ઉપાય નથી. યોગ્ય ઉપાય તો ગંદકી દૂર કરી દેવી તે છે. સ્વચ્છતા અને સફાઈ રાખવાથી જીવાણુ પોતાનું સ્થાન જાતે જ બદલી નાંખશે. સૌથી મહત્વની વાત તો છે કે શરીરને અંદરથી અને બહારથી સ્વચ્છ સાફ રાખવું જોઈએ. જ્યારે પણ આપણે દવાઓનો (ઘાતક) ઉપયોગ કરીને રોગ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે રોગ ઓ જતો નથી પરંતુ શરીરનો કચરો શરીરમાં જ રહે છે. પરિણામે રોગ જીર્ણ રોગમાં પરિવર્તન પામે છે. તેમાંથી બીજા અનેક રોગો પેદા થાય છે અને વ્યક્તિને જીવનભર દુઃખી કરે છે. જલદી સ્વસ્થ થવા માટે આપણે કોઈ પણ જાતની દવાનો ઉપયોગ કરીએ છીએ તેના ખરાબ પરિણામો આપણે ભોગવવા પડે છે.

આધુનિક મેડિકલ સાયન્સની સંશોધન કરેલી દવાઓના ઉપયોગનાં દુષ્પરિણામો જોઈએ છીએ. જેનાથી મધુપ્રમેહ, લોહીનું દબાણ (બ્લડપ્રેશર), હદયરોગ, સ્થૂળતા, સંધિવા વગેરે રોગો વધ્યા છે. હતાશા (ડિપ્રેશન) તો આજના જમાનામાં સામાન્ય રોગ છે. આવા ઘાતક રોગોના શિકાર બનવા છતાં પણ આપણે સૌ આ બધી દવાઓના ઉપયોગમાં ફસાતા જ જઈએ છીએ. જે દવાઓ ભવિષ્યમાં પણ ઘાતક બની શકે છે.

રોગનો તાત્કાલિક ઉપચાર થાય તેવા ચમત્કારથી આ ઘાતક દવાઓનો ઉપયોગ વધારે થાય છે પણ નિસર્ગોપચાર – પ્રાકૃતિક ચિકિત્સા શરીરને દોષમુક્ત કરીને સ્વાસ્થ્ય અને શાંતિ આપીને રોગમુક્ત રાખે છે. તેથી સ્વસ્થ રહેવા માટે હંમેશાં પ્રકૃતિનું અનુસરણ કરવું જોઈએ. આપણું શરીર એક સક્રિય જીવનમંત્ર છે. તેના પર વિષનો બોજો ન રાખવો જોઈએ. શરીરની અંદર -બહારથી સ્વચ્છ રાખીને તંદુરસ્ત રાખી શકીએ તો પ્રકૃતિ પોતે જ શરીરની રક્ષાને માટે જ કંઈ જરૂરી હશે તે કરશે જ.

– પ્રો. નિરંજનાબહેન ભટ્ટ
(‘વિચારવિજ્ઞાન’ સામયિક, ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૪માંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “નિસર્ગોપચાર : શ્રેષ્ઠ ઉપચાર – પ્રો. નિરંજના ભટ્ટ

  • Chandrakant Lodhavia

    શ્રી જિજ્ઞેશભઈ,
    પ્રો. નિર્ંજનાબેન ભટ્ટ નો પ્રાકૃતિક ઉપચાર લેખ ખૂબ જ સુંદર છે. પરિણામ પણ સચોટ આવે છે. શ્રી શિરીષભાઈ શરદી માટે પ્રયોગ બતાવ્યો છે, તેવી જ રીતે ગેસ વાયુ માટે સવારે ગરમ પાણીનો પ્રયોગ પણ ખૂબ અસરકારક છે. જો ગરમ પાણી ન પીવું ગમે તો અડઘો કપ ઉકાળેલા મોળા દૂઘ માં મીઠું, હળદર અને ઘી નો પ્રયોગ કરશો. અચુક ફાયદો થાશે. આયુર્વેદમાં કહેવાય છે કે જેનું પેટ સાફ તેના બધા ગુના માફ.

  • શિરીષ દવે

    રોજ આદુ, તુલસીના પાન અને ફુદિનાવાળી ચા કે ઉકાળેલું પાણી સવારે લેવાથી શરદી થતી નથી.
    પણ ગેસની દવા કઈ છે. ગેસ કેટલી જાતના અને ક્યાં ક્યાં ઉત્પન્ન થાય છે? કયા કારણસર ઉત્પન્ન થાય છે?