સફારી વિશે જાણવા જેવી, પણ અજાણી ૧૭ વાતો! – લલિત ખંભાયતા 7


 1. Safari First Issue Title Page

  સફારીનું વાંચન વધે એટલા માટે સફારીએ વિનામૂલ્યે પણ અંકો મોકલ્યા છે. અંક ૭૪ના તંત્રીના પત્રમાં આમંત્રણ હતું કે આગામી અંક ૭૫મો છે. એ અંક વિશેષ છે. તમને એમ લાગતું હોય કે કોક સગા-મિત્રોને વાંચવુ ગમશે તો તેનું સરનામુ અને પોસ્ટ પુરતી સાત રૃપિયાની ટપાલ ટિકિટ સફારીને મોકલી આપો. સફારીએ વાચકોને વિનામૂલ્યે અંક મોકલશે. સફારીને પોતાનો પ્રચાર કરવાની જરૃર નથી પડતી. પણ ક્યારેક વાચકો વાતની ગંભીરતા સમજે એટલા માટે અપીલ કરવી પડે છે. કેટલાક અંકોમા સફારીએ વાચકોનેે અપીલ કરી છે કે જો તમને આ અંકના અમૂક લેખો ગમ્યા હોય અને તમે સહમત થતાં હો તો તામારા મિત્રો-સગાઓને પણ એ વંચાવો. એ માટે પંદર રૃપિયાથી વધારે ખર્ચ કરવાનો નથી. જેમ કે અંક નંબર ૧૧૬માં જાપાનીઓએ આંદામાનમાં ગુજારેલા આતંકની કથા છે, પરમવીર ચક્રની રચનાની વાત છે.. તેમાં ખુદ નગેન્દ્ર દાદાએ આ પ્રકારની અપીલ કરી છે (પાના નંબર ૧૪). અંક ૨૧૧નો સુપર સવાલ ડાયાબિટિસ અંગે હતો. તેની પૂર્ણાહૂતી પછી નોંધ હતી કે તમારા સગા-સબંધીઓને વંચાવો કેમ કે ડાયાબિટિસ અંને જનજાગૃત્તિ આવશ્યક છે. ખરેખર આવશ્યક છે, કેમ જ્યાં કોઈને ડાયાબિટિસ ન હોય એવુ ઘર શોધવું એ કર્ક નિહારિકાના કોઈ ગ્રહ પર રહેતાં બુદ્ધિશાળી સજીવોને શોધવા જેટલું જ મુશ્કેલ કામ છે!

 1. સફારીએ અંક નંબર ૧૩૧માં જાહેરાત કરી હતી કે ‘નગેન્દ્ર વિજય સાયન્સ ફાઉન્ડેશન’ સ્થપાયુ હતું. હવે એ ચાલુ છે કે કેમ તેની કોઈ જાણકારી મળતી નથી. સંભવત બંધ છે, કેમ કે છેલ્લા ઘણા અંકોમાં તેના વિશે કશુંય વાંચવામાં આવ્યુ નથી. ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ ઘણી રસપ્રદ હતી. બીજા અંકમાં (૧૩૨)માં જોકે ફાઉન્ડેશન માટે ફાળો આપનારા દાતાઓની નામાવલી પણ હતી. ફાઊન્ડેશનની વેબસાઈટ પણ હતી, એનવીએસએફઈન્ડિયા ડોટ ઓર્ગ. સફારીનો અંકનું ઓડિયો બૂક (શ્રાવ્ય રૃપાંતરી ઓડિયો ડિસ્ક) સ્વરૃપનું વિમોચન પણ સફારીએ એપ્રિલ ૨૦૦૫મા અમદાવાદના અંધજન મંડળ ખાતે કર્યુ હતું. સીડી અને વિમોચનની વિગતો અંક નંબર ૧૩૫ના સંપાદકના પત્રમાં હતી. એ જ અંકમાં સફારીની સીડી વિનામૂલ્યે મેળવવા શું કરવુ તેની નોંધ-જાહેરખબર હતી. સીડી નગેન્દ્ર વિજય સાયન્સ ફાઉન્ડેશનના નેજા હેઠળ તૈયાર થઈ હતી. એ સીડીમાં એપ્રિલ ૨૦૦૫નો સફારી અંક હતો, જે અંધજનો માટેનો પહેલો અંક હતો. સાયન્સ ફાઉન્ડેશનનું પણ એ પહેલું સાહસ હતું. એ રીતે પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેઈલ સફારી તૈયાર થતુ હતું. હજુ પણ થાય છે કે કેમ એ ખબર નથી.
 1. સફારીના કમ્પ્યુટરોને વાઈરસની અસર થઈ હતી. સપ્ટેમ્બર ૨૦૦૧માં આવેલા નિમડા વાઈરસે સફારીના કમ્પ્યુટરોમાં ઘૂસણખોરી કરી હતી. પરિણામે સફારીને મળેલા વાચકોના ઈ-મેઈલ ઊડી ગયા હતાં. એટલે પછીના અંકમાં સફારી વાચકોના ઈ-મેઈલ પ્રગટ કરી શક્યુ ન હતું. તેની સફારી એ સખેદ નોંધ લીધી હતી (અંક-૯૭).
 1. ૭૬ નંબરમાં એડોલ્ફ આઈકમાનની સત્યકથાનું અનુસંધાન પાનાં નંબર ૬૭ પર છે. પછી ફરી ત્યાંથી પણ અનુસંધાન પાના નંબર ૭૨ પર છે. અનુસંધાનનું પણ અનુસંધાન!
 1. ૨૦૦૧માં આવેલા કંપ વખતે સફારીનો ૮૯મો અંક ઘણોખરો તૈયાર થઈ ગયો હતો. પણ ભુકંપ વિશે માહિતી આપવા અંક ફરીથી તૈયાર કરાયો અને ભુકંપ અંગેની શક્ય એટલી માહિતી સમાવી લેવાઈ (સંપાદકનો પત્ર ૮૯). એવી સ્થિતિ ફરી હમણાં નેપાળમાં આવેલા ભુંકપ વખતે થઈ હતી. તૈયાર થઈ ગયેલા અંકમાં ફેરફાર કરીને ભુકંપની વાંચન સામગ્રી સમાવાઈ હતી. ૮૯માં અંકમાં કચ્છના ભુકંપમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. શોક પાળવા સફારીએ પહેલી વખત ૧૯૮૦થી ચાલ્યો આવતો ગેલ-ગમ્મત-ગપસપ વિભાગ પડતો મૂક્યો હતો. કેમ કે એક તરફ હજારો લાશો રખડતી હોય ત્યારે આપણે સફારી વાંચતા વાંચતા હસવાના ખિખિયાટા ન કરી શકીએ, ન જ કરી શકીએ..
 1. વાચકોના પત્રોને (૯૦) સફારીએ બિરદાવ્યા છે. સંપાદકના પત્રમાં લખ્યુ છે કે વાચકોના પત્રો સફારીના ટીમ મેમ્બર માટે વિટામીન જેવા છે. વળી કેટલાક વિષયો સુજાડવામાં પણ વાચકોનો મોટો ફાળો હોય છે.
 1. સામાન્ય રીતે સફારી સંદર્ભ ટાકતું નથી. દરેક વખતે જરૃર હોતી નથી, પણ ક્યારેક સંદર્ભ ઉપયોગી સાબિત થતાં હોય છે. પણ સફારીએ બહુદ્યા ન ટાંકવાની પરંપરા જાળવી છે. પરંતુ ૧૦૨ નંબરના અંકમાં નહેરુના છબરડાથી કઈ રીતે ભારતે કાશ્મીર ગુમાવ્યુ એ અંગેનો લેખ આપ્યો (હેડિંગઃ ૧૯૪૭નું ભારત-પાક યુદ્ધઃ પાકિસ્તાનને જ્યારે ભારતે ૩૫ ટકા કાશ્મીર સપ્રેમ ભેટ આપ્યું!) તેના અંતે સંદર્ભો અપાયા હતાં. સંદર્ભ નોંધમાં લખ્યુ હતું કે લેખ તૈયાર કરવા માટે સફારીના ડેટાબેઝ અને લેખકની બહોળી જાણકારી ઉપરાંત પણ કેટલાક સંદર્ભો વાપર્યા છે. એ પછી આઠેક સંદર્ભ સામગ્રીઓ ટાંકી છે (પાનાં ૫૪).
 1. સફારીનો દિવાળી અંક, વેકેશન અંક એવા વિશેષાંકો આવે છે. પણ ક્યારેક વિષય સ્પેશિયલ અંકો પણ આવ્યા છે. જેમ કે ૧૧૨ નંબર યુદ્ધ વિશેષાંક હતો! તો વળી કવર પર લખ્યુ ન હતું, તો પણ ૧૧૯મો અંક વિમાનવિદ્યા વિશેષાંક હતો.
 1. ૬૦મી વર્ષગાંઠ નિમિત્તે નગેન્દ્ર વિજયનો નાગરિક સન્માન સમારોહ યોજાયો હતો. નગેન્દ્ર દાદાના ૬૦મા વર્ષના પ્રવેશના આગલા દિવસે ૧૪મી ડિસેમ્બર, ૨૦૦૪ના દિવસે અમદાવાદમાં કાર્યક્રમ થયો હોવાની જાણકારી આપણને અંક નંબર ૧૩૧માં છપાયેલા અહેવાલમાંથી મળે છે (એ હિસાબે નગેન્દ્ર દાદાને અત્યારે ૭૧મું વર્ષ ચાલી રહ્યું છે). સફારીના અંગત સલાહકાર રવજીભાઈ સાવલિયાએ એ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. રવજીભાઈ જોકે હવે હયાત નથી. અને હા અત્યારે મહિનો ડિસેમ્બર જ ચાલી રહ્યો છે.
 1. ૧૮૪માં અવકાશી સંશોધનના પરિણામે પૃથ્વી પર ઉતરી આવેલી શોધોનો લેખ હતો. તેનો બીજો ભાગ પણ હતો. અગાઉ પણ જરૃર પડયે સફારીએ ક્રમશ નેક્સ્ટ અંક કર્યો છે, પણ એવા લેખો સિરિઝ ન હતાં. કેમ કે તે બે અને ક્યારેક ત્રણ ભાગમાં પતી જતાં હતાં. આઈન્સ્ટાઈન અને સાપેક્ષવાદ, ભારત-પાકિસ્તાન યુદ્ધ, ભારત-ચીન યુદ્ધ વગેરે સિરિઝો સફારીએ આપી છે.
 1. મોટેભાગે તો સફારીમાં કોઈ પ્રકાશન કોઈને અર્પણ થતું નથી. પણ ‘યુદ્ધ ૭૧’ નગેન્દ્રદાદાએ વિજયગુપ્ત મૌર્યને અર્પણ કરી પિતૃતર્પણ કર્યું છે.
 1. પ્રકાશનોની અત્યંત ઓછી કિંમત માટે સફારીને કરીએ એટલી સલામુ ઓછી પડે. કેમ કે યુદ્ધ અંગેની (કે બીજી કોઈ પણ) આવી માહિતી આપતા અંગ્રેજી પુસ્તકોની કિંમત પાંચસોથી માંડીને પાંચ-પચ્ચા હજાર સુધીની હોય છે.
 1. ૧૯૨માં સફારીની સ્થાપના ઓગસ્ટ ૧૯૮૧ લખી છે. પણ પછી ૨૦૭ (ઓગસ્ટ ૨૦૧૧)માં સફારીના ૩૦ વર્ષ નિમિત્તે લખાયેલા સંપાદકના પત્રમાં સફારીની સ્થાપના તારીખ-તવારીખ ઓગસ્ટ ૧૯૮૦ લખાઈ છે. એ સિવાય પણ બહુદ્યા ૧૯૮૦ના વર્ષની જ નોંધ છે.
 1. સુપર સવાલમાં સામાન્ય રીતે નામ નથી હોતુ. પણ રેર કિસ્સા તરીકે ૨૦૧ નંબરના જવાબના અંતે લખ્યુ છે, – નગેન્દ્ર વિજય. એ સવાલ તેજસ વિમાનના સર્જન અંગેનો હતો. એવી રીતે ૨૦૭ નંબરના અંકમાં પણ હર્ષલ પુષ્કર્ણાનું નામ છે. એ સવાલ ભારતના સુપર ફાઈટર વિમાનોની ખરીદી અંગેનો હતો. ૨૦૮માં પણ ડાયેટિંગ અંગેના સવાલ પછી હર્ષલ પુષ્કર્ણાનું નામ હતું.
 1. સફારીનો શતાબ્દી અંક અનેક રીતે વિશિષ્ટ હતો. તેમાં પહેલી વખત વિગતવાર સફારીની સર્જનક્રિયા વર્ણવવામાં આવી હતી. પાનાંની સંખ્યાથી માંડીને લેખોના વિષયમાં ૧૦૦ના આંકડાને પકડી રાખવામાં આવ્યો હતો. ૧૦૦મા અંકમાં છેલ્લે ૭૫થી ૯૯મા અંક સુધીનો અનુક્રમ સફારીના કવર સાથે આપવામાં આવ્યો હતો. એ પહેલાં ૭૫મા અંકમાં સફારી નંબર ૧૧થી ૭૪ સુધીનો ક્રમ અપાયો હતો. ૧-૧૦નો ક્રમ ક્યાંય પ્રગટ નથી થયો. આ ચિત્રાત્મક ક્રમને કારણે સફારીના જુના અંકોમાંથી કોઈ લેખ શોધવો બહુ સરળ થઈ જાય છે.
 1. ભુલ થવા અંગેના મર્ફીના કાયદાનું આખા જગતમાં પાલન થતું હોય તો સફારીમાં કેમ નહીં? એવુ લખીને સફારીએ પહેલાં જ સ્પષ્ટતા કરી દીધી છે કે ભૂલ થાય અને તેનો કોઈ ઉપાય નથી. અને વળી સ્વામી વિવેકાનંદનું વાક્ય પણ યાદ રાખવા જેવું છે, ‘જે ભૂલો તમે કરી છે એ ન કરી હોત તો તમે જ્યાં છો ત્યાં હોત ખરાં?’ એટલે આપણે સફારીમાં ભુલશોધ અભિયાનમાં પડતાં નથી..
 1. સફારીમાં અંગ્રેજી શબ્દો છપાય છે અને વિશિષ્ટ રીતે છપાય છે. પહેલાં ગુજરાતી શબ્દ અને પછી ત્રાંસો લીટો કરી અંગ્રેજી શબ્દ.

– લલિત ખંભાયતા
* * * * *

સફારીના ૩૫ વર્ષ નિમિત્તે લખાયેલી બ્લોગમાળાના લલિતભાઈ ખંભાયતાએ લખેલા આવા જ સુંદર, સફારી વિશેના માહિતિપ્રદ લેખોની ઈ-પુસ્તિકા આપ અક્ષરનાદના ઈ-પુસ્તક વિભાગમાંથી ડાઊનલોડ કરી શક્શો.

પુસ્તિકા વિશે તેઓ કહે છે, ‘હું સફારીનો વાચક છું, ચાહક છું. એટલે સફારીના ૩૫ વર્ષ પુરાં થયા ત્યારે મને સફારી વિશેની એક સિરિઝ લખવાનું મન થયુ હતું. એ આ સિરિઝ છે. મારા બ્લોગ પર ક્રમબદ્ધ રીતે અગિયાર હજાર શબ્દો કરતા વધારે શબ્દો મેં ૧૮ ભાગમા લખ્યા હતાં. મારા જેવા સાફારીના અનેક વાચકો હશે. એ સૌ વાંચી શકે એટલા હેતુથી તમામ ભાગો એકઠા કરીને અહીં પીડીએફ સ્વરૃપે મૂક્યા છે.’

સફારી સામયિકના સબસ્ક્રિપ્શન અને અન્ય સંપર્ક વિગતો અક્ષરનાદના આપણા સામયિકો વિભાગમાંથી આપને સરળતાથી મળી રહેશે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “સફારી વિશે જાણવા જેવી, પણ અજાણી ૧૭ વાતો! – લલિત ખંભાયતા

 • Pankaj surjiwala

  જુના અંકો પીડીએફમાં ડાઉનલોડ કઈ રીતે કરવાના

 • HBSHAH

  I have read some issues of Safari and found that it provides very good and detailed information on the subject. In one of its issue it gave information on black holes in space.If that issue available I may lik to purchase it.

 • Prashant Adalja

  હુ સફારી નો કાયમી વાંચક છું પરંતુ તમારા લેખ માંથી ઘણી ઊપયોગી માહિતી મળી. દરેક ગુજરાતી ના ઘર માં સફારી વંચાવવુ જ જોઈએ.

  આભાર.

  પ્રશાંત અડાલજા.

  • લલિત ખંભાયતા

   ધન્યવાદ રસ દાખવનાર સૌ કોઈનો અને વેબસાઈટના સંપાદકોનો પણ.

 • Kalidas V. Patel { Vagosana }

  ” સફારી ” એ બુધ્ધિશાળી વાંચકો માટેનું એક ઉત્તમ સામયિક છે. એમાં બહુધા વિજ્ઞાન-વિષયક અને રોજ-બરોજના પ્રશ્નોને ખૂબ જ ઊંડાણપૂર્વક છણાવટ કરીને રસપૂર્વક સમજાવવામાં આવે છે, તે અદભુત છે … કાબિલેદાદ છે. તે એક માત્ર ગુજરાતી માસિક છે જે જ્ઞાનનો ખજાનો લઈને આવે છે. વળી, તે સાહિત્યિક માસિક ન હોવા છતાં તેમાં ” જોડણીની ભૂલો ” {કે ટાઈપની } શોધી પણ જડતી નથી, એ તેનું જબરદસ્ત જમા-પાસુ છે. આવાં માસિકો દરેક બાળકને સુલભ કરાવવાં જ જોઈએ. તે દરેક વાલીની ફરજ છે.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • Pravin Shah

  બહુ જ સરસ માહિતિ. સફારેી એ ગુજરાતેી ભાષામા સર્વશ્રેષ્ઠ માહિતિ પેીરસતુ મેગેઝેીન છે.

 • Dhruw gosai

  Adbhut!!
  Safari na chella 3varsh thi niyamit vachak tarike avnavi ane ajani hakikato thi vakef thayo chhu..tatha safari na lithe ek intellectual level pan banyu chhe j ….ane aje avnavi hakijkato pirastasafari nipan avnavi hakikato!! Yureka!!
  Thank you to writer!!