કીડીઓ તમારી રૉલ-મૉડેલ – નટુભાઈ મોઢા 5
કીડી; નાની અથવા મોટી, સોયના નાકા જેવી ઝીણી, કાળી અથવા રાતી પણ સ્વભાવે એકરાગી.
કીડીનો ચટકો અનુભવવાથી આપણી આજુબાજુ તેના અસ્તિત્વની ખબર પડે છે. ચટકાની ખંજવાળ લાંબો સમય પીડાદાયક હોય છે. શા માટે ચટકો ભરે છે તે સંશોધનનો વિષય છે. પણ સામાન્યરીતે મનુષ્ય સ્વભાવ અનુગત પોતાનું ધાર્યું ન થાય ત્યારે ડંખ મારવો કુદરતી છે. પરંતું મનુષ્ય અને કીડીના ડીએનએમાં ઘણો તફાવત છે.