Daily Archives: April 10, 2015


ભાષાની આજ અને આવતીકાલ.. – ગુણવંત વૈદ્ય 15

તળપદા શબ્દો, રમણીય રુઢિપ્રયોગો, અલગ અલગ બોલીઓ કે કહેવતો વગેરેને કરમાતા, વિસરાતા, હળધૂત થઇ ધીમે ધીમે ક્રમિક રૂપે ઓગળાતા જોઇને તો હરકોઈ ભાષાપ્રેમીઓને સ્વાભાવિક બળાપો જ થાય. એમનો ડર છે કે આધુનિક ભાષાઓના બજારમાં માતૃભાષાનાં શબ્દોની સાથે ભાષાના મૂળાક્ષરો પણ ઓગળી જશે કે શું? માતા સાથેનો સંબંધ જેમ હૃદયથી બંધાય તેમ માતૃભાષાનો સંબંધ પણ હૃદયથી જ બંધાય. અને એવો સંબંધ જ્યાં બંધાયો હોય ત્યાં વિરહ વેદના જરૂર આપે જ. માતૃભાષાની ચિંતા કરનારા એવા લાખો મશાલચીઓને, સંતાનોને આપણે પહેલા તો લાખેણા વંદન અને સલામ જ કરીએ. માતૃભાષા તરીકે ગુજરાતી ભાષાની દેશ વિદેશે પ્રવર્તમાન સ્થિતિ, સિદ્ધિઓ, ભાષા અંગેના આપણા સ્વપ્નો/ઈચ્છાઓ, એની આડે આવતા અંતરાયો અને એના નિવારણ અંગેના ઉપાયો જેવા મુદ્દાઓ આ લેખમાં આવરીશું.