Daily Archives: February 9, 2015


ભય – ઓશો, અનુ. હર્ષદ દવે 14

એક માણસ રાત્રે ચાલતાં ચાલતાં લાપસી જાય છે અને પર્વતીય રસ્તા પરથી પડી જાય છે. હજારો ફૂટ ઊંડી ખીણમાં ગબડી પડાશે એવો તેને ભય લાગ્યો, કારણ કે તે જાણતો હતો કે રસ્તાની ધારે બહુ ઊંડી ખીણ છે. એવામાં તેનાં હાથમાં તે રસ્તાની ધાર પર લટકતી ઝાડની એક ડાળી આવી ગઈ. તેને ડાળીને જોરથી પકડી લીધી. રાતના અંધારામાં તેને અંતહીન ઊંડી ખીણ જ દેખાઈ. તેણે ઘણી બૂમો પાડી પરંતુ તેને માત્ર પડઘા જ સંભળાયા – તેની બૂમો સાંભળવાવાળું ત્યાં કોઈ ન હતું.
તમે કલ્પના કરો કે આ માણસે આખી રાત કેવા ત્રાસમાં વિતાવી હશે. દરેક પળે તેને નીચે મોત દેખાતું હતું.