Daily Archives: January 22, 2015


નિસર્ગોપચાર : શ્રેષ્ઠ ઉપચાર – પ્રો. નિરંજના ભટ્ટ 6

નિસર્ગોપચાર – પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ એક આધારભૂત ચિકિત્સા પદ્ધતિ છે. નિસર્ગ ઉપચાર કરનાર ચિકિત્સકોનું માનવું છે કે શરીરમાં જમા થયેલો નકામો કચરો જ બધા રોગોનું મૂળ કારણ છે. આપણાં શરીરમાં હંમેશા જાતજાતના નકામાં પદાર્થો અને વિષ (ઝેર) ઉત્પન્ન થાય છે. આ નકામા કચરાને, એ વિષને જો યોગ્ય સમયે બહાર કાઢવામાં ન આવે તો શરીરની અંદર રહી જાય છે અને શરીરને રોગગ્રસ્ત બનાવી દે છે. શરીરની અંદર ભેગા થયેલા નકામા પદાર્થો જ બધા રોગોનું મૂળ કારણ છે. જ્યારે આ બધા ઝેરી કચરાના ભારથી શરીર ત્રસ્ત થઈ જાય છે ત્યારે પ્રકૃતિ કોઈને કોઈ રીતે વધેલા પદાર્થોને બહાર કાઢવા પ્રયત્નો કરે છે. પ્રકૃતિ શરીરના વિષને બહાર કાઢીને આપણા શરીરને સ્વચ્થ અને તંદુરસ્ત રાખે છે. કોઈ પણ પ્રકારના રોગની સ્થિતિમાં શરીરના બધા માર્ગો શરીરને રોગમુક્ત કરતા રહે છે. આ પ્રકારાની ચિકિત્સાને પ્રાકૃતિક ચિકિત્સા અથવા નિસર્ગોપચાર કહે છે.